પોતાના પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ એક રાતમાં નખથી ખોદી નાખ્યું તળાવ, પણ પ્રેમિકાની માંએ કર્યો દગો અને…

Story

પુરાણોમાં આ સ્થળને અર્બુદાચલ અને અહીંની પર્વતમાળાને અર્બુદા કહેવામા આવી છે. એમ પણ માનવામાં આવે છે કે  વસિષ્ઠઋષિએ અહીં તપસ્યા કરી હતી. એક દંતકથા મુજબ, એમની નંદિની ગાય ખાડામાં પડી ગઈ ત્યારે સરસ્વતી નદીએ એ ખાડાને પાણીથી ભરી દીધો. ગાય તરીને બહાર આવી. તેથી અહીં વશિષ્ઠ આશ્રમ અને ગૌમુખ છે.સહેલાણીઓ માટે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સ્વર્ગ સમાન છે. અહીં નખી તળાવ, ગાંધીવાટિકા, ટોડ રોક, નન રોક વગેરે સ્થળો આકર્ષક છે. ઉપરાંત અહીં ધાર્મિક આઘ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં સ્થળોમાં દેલવાડાના જૈન મંદિરો છે. જેની વાસ્તુકલા અને શિલ્પ ખુબ વિખ્યાત છે. આ સિવાય ૧૪મી સદીમાં વૈષ્ણવાચાર્યે રામાનંદજીએ બનાવેલું રઘુનાથજી મંદિર પ્રસિદ્ધ છે. હનુમાનજીની ૧૯ ફૂટ ઉંચી પ્રતિમા પણ આબુ પર્વત પર છે. ઉત્તરે ૪૨૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલું અઘ્ધરદેવી અર્બુદાદેવીનું પ્રાચીન મંદિર છે. કુંવારી કન્યા અને રસિયા બાલમનું પણ મંદિર છે.

અચલગઢનું સ્થળ સુપ્રસિદ્ધ છે જયાં અચલેશ્વર મહાદેવ, મંદાકિનીકુંડ અને ત્રણ પાડા, માનસિંહની સમાધિ, અચલગઢનો કિલ્લો, ચૌમુખ મંદિર, આદિશ્વર ભગવાનનું મંદિર, કુંથુનાથ ભગવાનનું મંદિર, શાંતિનાથ ભગવાનનું મંદિર, ભર્તુહરિની ગુફા, રેવતીકુંડ, ભૃગુ આશ્રમ, પાતાળેશ્વર મહાદેવ, અગ્નિકુંડ, વ્યાસતીર્થ, નાગતીર્થ, ગૌતમ આશ્રમ, જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલો છે. અહીં બ્રહ્માકુમારી સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય, પાંડવભવન માઉન્ટ આબુમાં છે. તેનાથી થોડા માઈલના અંતરે જ્ઞાન સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ઝીલની કહાની ખૂબ જ રોચક છે જે રાજસ્થાની ગીતો અને કહાનીઓમાં આજે પણ સાંભળવા મળે છે. એવી કિવંદતી પ્રચલિત છે કે માઉન્ટ આબુની સુંદર વાદીઓમાં એક પ્રેમી રસિયા બાલમે પોતાના પ્રેમ ખાતર નખથી તળાવ કોદી નાખ્યું હતું. રસિયા બાલમ માઉન્ટ આબૂમાં મજૂરી કરવા માટે આવ્યો હતો અને તે ત્યાં એક કન્યાને જોઈ રાજકુમારી હતી. જોતાની સાથે જ તેને પ્રેમ થઈ ગયો. કંઈક એવી જ સ્થિતિ રાજકુમારીને પણ થઈ. ધીરે-ધીરે આ પ્રેમ વધતો ચાલ્યો અને પ્રેમ પંખીડાઓ આકાશમાં વિહારવા લાગ્યા.

એવું કહેવાય છે કે રાજા પોતાની કન્યાના લગ્ન માટે એક શરત રાખી હતી. શરત એ હતી કે જે પણ વ્યક્તિ એક રાતમાં ઝીલને ખોદી નાખશે, તેના લગ્ન રાજકુમારી સાથે કરી દેવામાં આવશે. રસિયા બાલમે આ શરતનો સ્વીકાર કરી લીધો અને પોતાના નખથી ઝીલ ખોદવાનું શરૂ કરી દીધું.

બીજી તરફ રાજકુમારીની માતાને આ શરત કોઈપણ રીતે મંજૂર ન હતી. રાજકુમારીની માતાએ આ શરતને પૂરી થતા રોકવા માટે છળ-કપટનો સહારો લીધો. રસિયા બાલમ સવાર પહેલા જ ઝીલનું ખોદાણ કર્યા પછી જેવો રાજકુમારીના પિતાની પાસે જવા નિકળ્યો, એવી જ રાજકુમારીની માતાએ મરઘાનું સ્વરૂપ ધારણ કરી કૂકડે-કૂકની બાંગ લગાવી દીધી. રસિયા બાલમે મરઘાની બાગને ભોર થવાની ઘોષણા માની લીધી અને નિરાશ થઈ પોતાના પ્રાણ ત્યાગી દીધા. પરંતુ મરતાં-મરતાં તે રાજકુમારીની માતાની માયાજાળને સમજી ગયો અને તેને શ્રાપ આપી દીધા. શ્રાપ આપતા રાજકુમારી માતા એ જ જગ્યાએ પત્થરની મૂર્તિ બની ગઈ.

પૌરાણિક કથાઓ પ્રમાણે આ એ જ સ્થળ છે જ્યાં મહાન ઋષિ વશિષ્ઠ રહેતા હતા. કહેવાય છે કે અહીં ભગવાન રામે પોતાના બંને ભાઈઓ સાથે શિક્ષા મેળવી હતી. ભગવાન રામે સાથે જોડાયેલા અનેક ઔતિહાસિક પ્રમાણે આજે અહીં મોજુદ છે. માઉન્ટ આબુના ગાઢ જંગલોમાં મહર્ષિ વશિષ્ટનું આશ્રમ આવેલું છે. આ આશ્રમને જાણવા માટે તમારે 450 સીડિઓની નીચે ઉતરવાનું હોય છે.

 નખી તળાવ સમુદ્રની સપાટીએ થી 1200 મીટરની ઊંચાઈએ આવેલ ભારતનું એકમાત્ર ઝીલ છે. નક્કી ઝીલ માઉન્ટ આબુનું મુખ્ય આકર્ષણ છે. આ ઝીલ અઢી કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. ઝીલની પાસે જ એક પાર્ક પણ છે, જ્યાં સ્થાનિય નિવાસીઓ અને પ્રવાસીઓની આખો દિવસ ભીડ જામેલી રહે છે. નક્કી ઝીલ રાજસ્થાનની સૌથી ઊંચી ઝીલ છે. ચારેય તરફ પહાડોથી ઘેરાયેલ ઝીલ રાજસ્થાનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અરવલ્લી પર્વત શ્રૃંખલાઓની વચ્ચે વસેલ માઉન્ટ આબુ પોતાના નૈસર્ગિંક સુંદરતા માટે ઓળખાય છે. સરોવરમાં એક ફુવારો લગાવાયો છે જેની ધાર 80 ફુટ ઊંચાઈ સુધી જાય છે. આ ઝીલ સદીઓ પહેલા ઘણીવાર જામી જતી હતી.

(૧) નખી તળાવ:- પ્રાચીન કાળ માં જાણીતું નક્કી ઝીલ એક રસિયા બાલમ નામ ના વ્યક્તિ એ એના નખો થી એનું નિર્માણ કર્યું હતું. રસિયા પ્રાચીન સમય માં આબુ માં કામ કરવા ગયા હતા ત્યાં એમને રાજકન્યા સાથે પ્રેમ થઈ ગયો અને પછી તે રાજકન્યા ના પિતા એ શરત રાખી કે એના નખો થી એક જ રાત માં ઝીલ નું નિર્માણ કરી શકશે તો એના લગ્ન તેની દીકરી સાથે કરશે. આજ ના યુગ માં નક્કી ઝીલ એક જોવાલાયક અને સુંદર સ્થળ છે. લોકો ત્યાં બોટિંગ કરવા માટે જાય. ગરમીઓ ની મોસમ માં ત્યાં વધુ લોકો જાય છે. 

(૨)અચલગઢ:- અચલગઢ નામ સૂચવે છે તેમ અચલગઢ નામનો કિલ્લો છે. એવું માનવામાં આવે છે કે તે ખૂબ જ જૂનું છે અને તે પરમાર વંશના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ કિલ્લાનું નવીનીકરણ અને પુનઃનિર્માણ મહારાણા કુંભ દ્વારા કરવામાં આવ્યું હતું. મહારાણા કુંભે જ આ કિલ્લાને અચલગઢ નામ આપ્યું હતું.આજે કિલ્લો બહુ મોટી સ્થિતિમાં નહોતો અને તે આકર્ષણનો મુખ્ય મુદ્દો નથી. કિલ્લાની નજીક અન્ય જરૂરી સ્થળો પણ છે. 

અચલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ 9મી સદીમાં થયું હોવાનું માનવામાં આવતું હતું. આ મંદિરને સામાન્ય રીતે શિવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન મહાદેવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે અને ભગવાન મહાદેવના અંગૂઠાની પૂજા કરવા પાછળ એક પૌરાણિક કથા છે. ઋષિ વશિષ્ઠે એક વાર પર્વત ની નજીક એક ઊંડા ખાડામાં પોતાની ગાય નંદિની ગુમાવી હતી. તેને શોધીને તેણે અહીં પર્વતને ખસેડવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. ત્યારબાદ ભગવાન શિવે પર્વતને સ્થિર કરવા અને તેને પડતા અટકાવવા માટે પોતાનો પગ ફેલાવ્યો. 

અંગૂઠાએ આ વિસ્તારના લોકોને વિનાશથી બચાવ્યા હોવાથી અહીં પ્રભુના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવે નંદિનીને મંદાકિની નદીમાંથી પાણી ભરીને નંદિનીને બચાવવામાં પણ મદદ કરી જેથી તે ટોચ સુધી તરી શકે.

(૩)ગુરુ શિખરઃ- શહેરથી 15 કિમી દૂર રાજસ્થાનમાં એક માત્ર હિલ સ્ટેશનનું સૌથી ઊંચું શિખર છે. ગુરુ શિખર સમુદ્રથી લગભગ 1722 મીટર ઉપર આવેલ છે. આ શિખર ઉપર ચઢવાનો અને ત્યાંનો નજારો જોવાનો એક અલગ મજા હોય છે. ગુરુ શિખર પર્વત શ્રૃંખલાનું સૌથી ઊંચુ શિખર છે. શિખર ઉપર એક ઉંચી ચટ્ટાન છે અને એક ખૂબ જ મોટો પ્રાચીન ઘંટ લાગેલો છે. અહીં પહોંચીને એવું લાગે છે જાણે કોઈ વાદળોની પાસે પહોંચી ગયા હો. એવું માનવામાં આવે છે કે ગુરુશિખર શ્રી દત્તાત્રેયની તપસ્યા સ્થળી છે જ્યાં તેમને સાડા પાંચ હજાર વર્ષ તપસ્યા કરી હતી. અહીં ભગવાન વિષ્ણુના અવતાર દત્તાત્રેયનું એક નાનકડું મંદિર બનેલું છે જેની પાસેથી જ રામાનંદ ચરણનું ચિન્હ બનેલું છે. 

(૪)સનસેટ પોઇન્ટ:- સનસેટ પોઇન્ટ માઉન્ટ આબુ માં પર્યટકો માટે સાંજે અને સવારે જોવા લાયક કુદરતી સૌંદર્ય છે. અહીંયા લોકો સૂર્યાસ્ત અને સૂર્યોદય ને જોવા માટે લોકો આવે છે. આ એક જોવા લાયક સ્થળ છે. 

(૫)ટોક રોકઃ- નખી તળાવથી થોડા જ અંતરે આવેલ ટોડ રોક ચટ્ટાન છે જેની આકૃતિ દેડકા જેવી છે જે પ્રવાસીઓનું ખાસ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં પ્રવાસે આવતા લોકો ચોક્કસ દર્શને આવે છે. 

(૬) દેલવાડાના દેરા:- મંદિરમાં ચારે તરફ કળાના અત્યંત સુંદરતાથી કોતરેલા નમૂના દેખાય છે અને અહીંનો દરેક ભાગ પોતાની રીતે એક અજાયબી છે. દરેક પર તમારી નજર ટકેલી રહેશે. આવામાં આરસપહાણના પથ્થર પર કોતરવામાં આવેલું ખૂલતું અને બંધ થતું સૂરજમુખીનું ફૂલ તો આ મંદિરના ઉત્તમ નમૂનાનું એક ટ્રેલર છે. આખરે કંઇ એમ જ આ અંદાજે હજાર વર્ષ જૂના મંદિરને ભારતીય કળાનો બેજોડ નમૂનો થોડી માનવામાં આવે છે. 

અહીં આવેલા પાંચ મંદિરોમાંથી પહેલું વિમલ વસહી 11મી સદીમાં ગુજરાતના રાજાના મંત્રી વિમલ શાહે બનાવડાવ્યું હતું, જે જૈન ધર્મના પહેલી તીર્થંકર

ઋષભદેવને સમર્પિત છે.જ્યારે બીજા મંદિર લુણવસહિને 13મી સદીમાં ગુજરાતના રાજાના બે મંત્રી ભાઇઓ વસ્તુપાલ અને તેજપાલે બનાવડાવ્યું હતું.કહેવામાં આવે છે કે બંને ભાઈ પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા. રાત થતાં તેમણે મહિલાઓના ઘરેણાની સુરક્ષા માટે ખાડો ખોદી દાટવાનું શરૂ કર્યું તો તેમને જમીનમાં ઢગલાબંધ સોનું છુપાયેલું મળ્યું. તેમણે તેમાં વધુ પૈસા ઉમેરી મંદિર બનાવડાવ્યું. ત્રીજું પીતલહર મંદિર રાજસ્થાના ભામાશાહે બનાવડાવ્યું હતું. આ મંદિરનું મુખ્ય આકર્ષણ તેમાં લાગેલી 4 હજાર કિલોની પંચધાતુની ભગવાન ઋષભદેવની પ્રતિમા છે. કહેવામાં આવે છે કે આ પ્રતિમામાં સેંકડો કિલો સોનું પણ વપરાયું છે. દેલવાડા સ્થિત ચોથું મંદિર ભગવાન પાર્શ્વનાથનું છે. જૈન મંદિરના પ્રવેશદ્વારના ડાબા હાથ પર એક ત્રણ માળનું ચિંતામણી પાર્શ્વનાથનું ચૌમુખ મંદિર છે.કહેવામાં આવે છે કે આ ત્રણ માળવાળા મંદિરના નિર્માણમાં આ કામ કરનારા મજૂરોએ પણ આર્થિક મદદ કરી હતી, જેમને મજૂરી રૂપે આરસપહાણ પર કામ કર્યા બાદ નીકળેલા ચૂરાની સમકક્ષ વજનનું સોનું મળતું હતું. પાંચમું મંદિર મહાવીર ભગવાનનું છે. નાનું હોવા છતાં આ મંદિર કલાકારીના મામલામાં અનોખું છે. 

(૭)મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી:- અહીં રાજભવન માં અલગ અલગ પ્રકાર ના આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ પણ છે.માઉન્ટ આબુમાં આવેલું મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી ઇતિહાસ વિષે જાણવા માંગતા લોકો માટે સારી જગ્યા છે.

સંપાદક:-પ્રજાપતિ તુષાર “ઝાકળ”

Leave a Reply

Your email address will not be published.