આજની ભાગદોડવાળી લાઈફ મા બધી સ્ત્રીઓને રસોડામાંથી જલ્દી ફ્રી થવું હોય છે તો અપનાવો આ ખુબજ સરળ ટીપ્સ.

Life Style

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ પ્રમાણે દરેક લોકો પોતાના કામમા વ્યસ્ત હોય છે . કેવી રીતે જલદી કામ પતાવવું એવા ઉપાય શોધતા હોય છે. એવામાં પણ નોકરી કરતી મહિલાઓ રસોડામાં ફટાફટ કામ કરવા માટે ઉતાવળ કરતી હોય છે. રસોડાની નાની – નાની વાતો ઘણીવાર ખૂબ જ મોટી સાબિત થતી હોય છે. આજે અમે ફરી એક વખત તમારા માટે આવી જ નાની-નાની ટિપ્સ લઈને આવ્યા છીએ જેનાથી ચોક્કસ તમને ઘણા મોટા-મોટા ફાયદા થશે કારણ કે ઘણી વાર આપણને આ નાની-નાની વાતોની ખબર નથી હોતી તો તેના લીધે આપણું ઘણું મોટું નુકસાન થતું હોય છે .

બેસ્ટ ગૃહિણી એટલે કે તેને બાળકોથી લઈને પોતાના ઘરના દરેક વ્યક્તિનો ખ્યાલ રાખવાનો હોય છે. મોટાભાગે ભોજન બનાવવામા બધી જ મહિલાઓ એકસપર્ટ હોય છે પણ જયારે આપણે કોઈક મહિલાના હાથનુ ભોજન કરીએ ત્યારે તેને સારા કોમ્પલીમેન્ટ આપીએ છીએ. જો કે સારી રસોઈ બનાવીને લોકોને પીરસવી એ પણ એક કળા છે. આ કળા માટે તમારે જરૂરી કિચન ટીપ્સને જાણવી પડશે આ ટીપ્સની મદદથી તમે ઓછા સમયમા ફટાફટ રસોઈ બનાવી શકો છો તો અહીં થોડી એવી ટિપ્સ બતાવવામા આવી છે જેનાથી તમે રસોડામાં ફટાફટ કામ કરી શકશો.

૧) તમને ખબર હશે કે લીલા વટાણાનું શાક કરીએ કે પછી તેને પાણીમા પલાળીએ એટલે તે સંકોચાય જાય છે,પરંતુ તમે ઈચ્છતા હોવ કે આવુ ન થાય તો એના માટે પાણીમા એક ચમચી ખાંડ નાખીને વટાણાને બાફી લેવા અને ગ્રેવી બનાવતા સમયે આ જ પાણીનો ઉપયોગ કરવો .

૨) પુલાવ બનાવતી વખતે ચોખા અડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ એમાં નાખી દો . પુલાવનો એક એક દાણો છૂટો પડશે અને સુગંધ પણ સરસ આવશે.

૩) કારેલાને ચીરી મીઠું લગાડવાથી તેની કડવાશ ઓછી થઈ જશે અથવા કારેલાને બનાવતા પહેલા કાપીને મીઠાના પાણીમા પલાળી દો કારેલાની કડવાશ નીકળી જશે .

૪) ૧ મહિનામાં ૧ વખત મિકસરમા મીઠુ નાખીને હલાવવાથી મિસરની બ્લેડ ઝડપી ચાલશે.

૫) અનાજ ની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી .

૬) તાજા બ્રેડને ભીના ચાકુથી કાપવાથી બ્રેડ જલ્દીથી કપાઈ જશે. બ્રેડની કિનારી પણ ભીની છરીથી કપાઈ જશે.

૭) લસણને થોડું ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે.

૮) રોટલી શેક્યા બાદ તવી પર લીબુની છાલ ઘસશો તો તવી એકદમ ચોખી બની જશે.

૯) ફ્રીઝમાં જામેલા(કડક) લીંબુમા જો રસ ન નીકળે તો તેને થોડા સમય માટે ગરમ પાણીમા પલાળી રાખવા. આમ કરવાથી લીંબુમા રસ વધારે નીકળશે.

૧૦) ભરેલાં પરવળ બનાવતી વખતે પરવળમા કાપા પાડીને તેને ગરમ પાણીમા અધકચરા બાફી લો તો તેમા મસાલો ભરવામા સરળતા રહે છે અને પરવળ તૂટતા નથી.

૧૧) જુના બટાટા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાટા સફેદ રહેશે.

૧૨) બટાકા ઉકાળતી વખતે પાણીમા થોડુ મીઠુ મિક્સ કરી દો . આમ કરવાથી બટાકા ફાટશે પણ નહી અને સહેલાઈ થી છોલાઇ પણ જશે.

૧૩) ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય તો સૌ પ્રથમ એનો રસ કરીને એને આઇસ ટ્રે મા ભરી ફીઝમાં મૂકી દો . જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિક બેગમા ભરી ફ્રીઝમા રાખી મુકો. ગ્રેવી, સોસ અને સૂપ બનાવામાં આનો ઉપયોગ કરો.

૧૪) બટાકા અને ડુંળીને એક જ ટોપલીમા એક સાથે ન રાખો .આવુ કરવાથી બટાકા જલ્દી ખરાબ થઈ જાશે.

૧૫) એક ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યા સુધી ગરમ કરો અને પછી એને કેક ના મિક્ષર માં ગરમ કરેલી ખાંડને મિકસ કરી નાખો. એનાથી કેક નો રંગ સારો થઈ જશે.

૧૬) એકદમ દહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે નવશેકા દૂધમા મેળવણ નાખી એમા એક લાલ મરચુ મૂકી દો દહીં બે કલાકથી પણ ઓછા સમયમા તૈયાર થઈ જશે.

૧૭) નુડલ્સને બોઈલ કર્યા બાદ તેના પર ઠંડુ પાણી રેડવાથી નુડલ્સ એકબીજા સાથે ચોટશે નહિ.

૧૮) દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાય થઈ જાય તે માટે તેમા થોડી ખાંડ મિક્સ કરી નાખો. ડુંગળી જલ્દી અને સારી રીતે સંતળાય જશે.

૧૯) દુધને જે વાસણમા ગરમ કરવુ હોય તેની કોર પર માખણ અથવા ઘી લગાવી નાખો . જેથી દૂધ ઉકળીને બહાર નહી નિકળશે.

૨૦) ભિડાના શાક બનાવતા સમયે તેમા ચિપચિપ આવી જાય છે તે માટે તેમા થોડુ લીંબૂનો રસ કે આમચૂર પાવડર મિકસ કરી નાખો.

૨૧) ગરમીમા કીડીઓના કારણે પરેશાની હોય છે, તે સમયે ટ્યૂબલાઈટની પાસે ૧-૨ ડુંગળી લટકાવી દો.

૨૨) ભજીયા બનાવતા સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરુંમાં 1 લીંબૂનો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછું લાગશે અને ભજીયાનો પણ સ્વાદ વધશે .

૨૩)શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડુ છીણેલું નાળિયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે .

૨૪) જો રસોડામાં કોઈ ચીકણો પદાર્થ પડે તો તેના પર બ્લીચ નાખી બ્રશથી સાફ કરી લેવુ.

૨૫) બહારગામ જતી વખતે ફીઝ બંધ કરતા પહેલા તેમા છાપાંના ( ન્યૂઝપેપર ) ટુકડાના મોટા મોટા ગોળા બનાવી ફ્રીઝમા મૂકવા અને તેના પર ટેલ્કમ પાઉડર છાંટવો , તેથી ફ્રીઝમાં વાસ આવશે નહીં અને જીવાત પણ થશે નહીં .

૨૬)સુકા આદુની છાલ ઉતારવી હોઈ તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *