રસોડાની આ ૫ વસ્તુ જેને આપણે કચરો સમજીને ફેંકીએ છીએ એ ખુબજ ઉપયોગી સાબિત થશે તમારા માટે,તો જાણવા માટે કરો અહિયા એક ક્લિક.

Life Style

આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનો બહુ ઓછો ઉપયોગ થાય છે. અને આપણે તેને કચરો સમજીને ફેંકી દઈએ છીએ. આપણા રસોડામાં કચરો ખુબજ નીકળે છે અને આપણે તેને નકામો સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે રસોડાના કચરાની વસ્તુઓ વડે આપણે આપણા છોડને નવું જીવન આપી શકીએ છીએ અને તે જ સમયે આપણા બગીચાને એક ખાતર આપી શકો છો જે કોઈ પણ ખર્ચાળ અને રાસાયણિક ખાતર કરતાં વધુ સારી રીતે કાર્ય કરશે.તો ચાલો ઈ કચરા વિષે કે જે ખાતર તરીકે તમારા છોડ માટે ખુબજ ઉપયોગી સાબિત થશે.

૧) કેળાની છાલ :- કેળાનો ઉપયોગ ફક્ત ખોરાક અને સૌન્દર્યમાં સુધારો કરવા માટે જ થઈ શકતો નથી, પરંતુ તેમાંથી ખાતર પણ ખૂબ સારું બની શકે છે. તેને નાના અને ફૂલોવાળા છોડની આસપાસ દફનાવી દો અને તેમા સમાન પ્રમાણમાં પાણી ઉમેરતા રહો. તમે કેળાની છાલના નાના-નાના ટુકડા કરીને તેમાં પાણી નાખીને ૨૪ કલાક રહેવા દો. હવે આ જ પાણીનો ઉપયોગ છોડમાં કરી શકો છો. બંને રીતે છોડ ને ભરપુર પ્રમાણમાં પોટેશિયમ મળશે.

૨) ઈંડાની છાલ :- ઈંડા મા કેલ્શિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. જો તમારા ઘરની માટી મા કેલ્શિયમ ઓછુ છે તો તમે આનો ઉપયોગ કરી શકો છો. ઘણાલોકો તો ઈંડાની છાલ માં જ માટી નાખીને નવો છોડ વાવે છે. જો તમારા શાકભાજી ગાર્ડનમાં ઉગાડવા છતાં પણ સારી રીતે નથી ઉગતા તો આ ઉપાય તમને ખુબજ કામ લાગશે.

૩) કોફી :- કોફી ગ્રાઉન્ડ જમીનના પીએચ સ્તરને ઠીક કરે છે અને તેને વધુ એસિડિક બનાવે છે. કાંટાવાળા છોડ અથવા વેલોના છોડ જેવા કે ગુલાબનો છોડ અથવા ટમેટા વગેરે માટે તે ખૂબ સારા ખાતર તરીકે કામ કરે છે. જો તમારી પાસે ઘરે કોફી મશીન છે, તો પછી કોફીના ગ્રાઉન્ડમાંથી સ્ક્રબ બનાવો અને તેને ખાતરની જેમ જમીનમાં છંટકાવ કરો.

૪) ગ્રીન ટી બેગ :- ગ્રીન ટી જેવી રીતે આપણા માટે ફાયદાકારક છે એવી જ રીતે ગાર્ડન ના છોડ માટે પણ એટલી જ ફાયદાકારક છે. એક ટી બેગ ને ૨ લીટર પાણીમાં મિક્ષ કરીને એ પાણી છોડમાં નાખવામાં આવે તો ખુબજ ફાયદો થાય છે. જમીન ફળદ્રુપ બનાવે છે. આ પાણી ને ૨-૩ દિવસે એક વાર આ પાણીનો ઉપયોગ કરી શકાય છે.

૫) લસણ અને ડુંગળી ના ફોતરા :- દરરોજ જો આપણા રસોડામાં કોઈ કચરો બહાર આવે છે, તો તે ચોક્કસપણે ડુંગળી અને લસણની છાલ છે. તેઓ દરરોજ રસોડામાં જોવા મળે છે અને પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમનો ખજાનો છે. જો તમને લાગે છે કે તમે આ છાલોને ગાર્ડનમાં વાપરી શકો છો તો ચોક્કસપણે આ કરો. તમે તેમને સીધા ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો અથવા તમે તેને પાણીમાં રાખી શકો છો અને તે પાણીને ૩-૪ દિવસ માટે ઈ રહેવા દો. આ પછી છાલવાળા પાણીને ફિલ્ટર કરો અને તેમાં થોડું સાદુ પાણી ઉમેરો અને પછી છોડમાં ઉમેરો. આ પદ્ધતિ બાગકામ માટે પણ ખૂબ જ સરળ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published.