5 વર્ષની ભારતીય બાળકીએ માત્ર 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચ્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

News

વિશ્વમાં અમુક બાળકો જન્મજાત જ પ્રતિભાસંપન્ન અને અનેક વિસ્મયકારક ખૂબીઓ અને ખાસિયતો ધરાવતા હોય છે.

યુએઈમાં રહેતી ભારતીય-અમેરિકન મૂળની પાંચ વર્ષની બાળકી કિયારા કૌર આવા જ બાળકોમાંની એક છે. તેણે 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચીને નવો વિશ્વ વિક્રમ સર્જયો છે. ગત 13 ફેબ્રૂઆરીએ તેણે એક પછી એક પુસ્તકો વાંચવાનુ શરુ કર્યુ હતુ અને 105 મિનિટમાં નવો રેકોર્ડ બનાવી દીધો હતો. જેના પગલે હવે ગિનેસ બૂક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન આપવામાં આવ્યુ છે.

શરુઆતથી જ વાંચવાનો શોખ ધરાવતી કિયારા જ્યારે અબુધાબીમાં નર્સરીમાં હતી ત્યારે જ એક શિક્ષકે તેની પ્રતિભાની ઓળખ કરી હતી. એ પછી લોકડાઉન લાગુ થયુ હતુ અને સ્કૂલ બંધ થઈ ગયી હતી. કિયારાના માતા પિતાનુ કહેવુ છે કે, તેને પુસ્તકો વાંચવા ગમે છે.

છેલ્લા એક વર્ષમાં તે 200 પુસ્તકો વાંચી ચુકી છે. કિયારાના માતા પિતા મૂળે ચેન્નાઈના રહેવાસી છે. એ પછી તેઓ અમેરિકા ગયા હતા.કિયારાનો જન્મ અમેરિકામાં થયો હતો. હાલમાં તે માતા પિતા સાથે યુએઈમાં રહે છે. તે મોટી થઈને ડોક્ટર બનવા માંગે છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.