NEET UGના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET UG માટે રજીસ્ટ્રેશન શરૂ, જાણો ક્યાં સુધી થશે રજીસ્ટ્રેશન અને ક્યારે લેવાશે પરીક્ષા…

News

NEET UG 2022 માટેની અરજી 6 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 6 મે સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. એપ્લિકેશન માટેની લિંક પણ બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો વેબસાઈટ neet.nta.nic.in પર જઈને ફોર્મ ભરી શકે છે. પરીક્ષા 17 જુલાઈના રોજ લેવામાં આવશે.

200 મલ્ટીપલ ચોઈસ પ્રશ્નો પૂછવામાં આવશે:
NTA દ્વારા આયોજિત આ પ્રવેશ પરીક્ષા દ્વારા, દેશભરની વિવિધ તબીબી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે. આ પરીક્ષામાં, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન (બોટની અને પ્રાણીશાસ્ત્ર) ના વિદ્યાર્થીઓ પાસેથી 200 મલ્ટીપલ ચોઈસના પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક વિષયના 50 પ્રશ્નોને બે વિભાગ (A અને B)માં વહેંચવામાં આવશે.

દેશના 543 શહેરોમાં યોજાશે:
સત્તાવાર સચના મુજબ, NTA NEET UG 17મી જુલાઈ 2022 ના રોજ બપોરે 2:00 PM થી 5:20 PM સુધી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રશ્નો ઉકેલવા માટે 200 મિનિટ એટલે કે 3 કલાક 20 મિનિટ આપવામાં આવશે. આ પરીક્ષા ભારતના 543 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાશે.

13 ભાષાઓમાં પરીક્ષા આપી શકશે:
NEET UG 2022 દેશની 13 અલગ અલગ ભાષાઓ જેમકે, અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ માં હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.