Surat માં હવે આગ ઓલવવા માટે થશે રોબોટ મશીનનો ઉપયોગ, જુઓ તસવીરો…

News

સુરત શહેરમાં સાંકડી શેરીઓમાં જ્યાં ફાયર બ્રિગેડના વાહનો આસાનીથી ન જઈ શકે અથવા ફાયર કર્મીઓ, અધિકારીઓ માટે જોખમ હોય તેવા વિસ્તારોમાં આગ ઓલવવાનું કામ રોબોટ કરશે. આ રોબોટિક વાહનમાં અત્યાધુનિક થર્મલ ઈમેજીંગ કેમેરા વગેરેની સુવિધા હશે, આગ અકસ્માતના કોલમાં ફસાયેલી વ્યક્તિઓને શોધી શકાશે અને ફસાયેલી વ્યક્તિને બહાર કાઢીને જાનહાનિમાંથી બચાવી શકાશે.

રિમોટથી ઓપરેટ થતું રોબોટિક ફાયર મશીન ખરીદાયું:
ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રો ના જણાવ્યા અનુસાર સુરતના ચોક બજાર કિલ્લાના પટાંગણમાં ફાયર ફાઈટીંગ રોબોટ, 3 ફોમ કમ વોટર ટેન્ડર અને 2 ફાયર એન્જીન, 2 વોટર બોવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વાહનોનો ઉપયોગ સુરત શહેરમાં સ્થિત ઉદ્યોગો, હાઈરાઈઝ બિલ્ડીંગ વગેરેમાં લાગેલી આગમાં અગ્નિશમન માટે થઈ શકે છે.

હવે કોઇપણ આગની દુર્ઘટનામાં રોબોટથી મેળવાશે કાબૂ:
આ વાહનોનો ઉપયોગ શહેરમાં સ્થિત ઉદ્યોગો, હાઈ રાઈઝ ઈમારતો વગેરેની આગમાં અગ્નિશમન માટે પણ થઈ શકે છે. શુક્રવારે મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા આ વાહનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત ફાયર અને ઈમરજન્સી વિભાગ માટે ઓનલાઈન ફાયર એનઓસી માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, તે પણ લોન્ચ કરવામાં આવશે. નોંધનીય છે કે તક્ષશિલા દુર્ઘટના પછી સુરત ફાયર વિભાગે અગ્નિશમન સાધનો અને વાહનોમાં સતત વધારો કર્યો છે.

રોબોટિક મશીન 1 કરોડ 4 લાખમાં ખરીદાયું:
આમ સુરત મનપા દ્વારા ફાયરના સાધનોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અદ્યતન સુવિધા સાથે વસાવવામાં આવેલું ફાયર રોબોટ મશીન હવે કોઇપણ આગની દુર્ઘટનામાં રોબોટથી કાબૂ મેળવી શકાશે. રિમોટથી ઓપરેટ થતું રોબોટિક ફાયર મશીન ખરીદાયું. આ રોબોટિક મશીન કિંમત 1 કરોડ 4 લાખ ખરીદવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રથમ રોબોટ ફાયર મશીન સુરત મનપા દ્વારા ખરીદવામાં આવ્યું છે. રોબોટ મશીન સાથે 7 ફાયર ફાયટરની ગાડીઓની ખરીદી પણ કરાઇ

Leave a Reply

Your email address will not be published.