રોટલા ચાટ: એકવાર ચાખી લેશો તો વારંવાર બનાવશો.

Recipe

આજે અમે તમારા માટે તદન નવી વાનગી લઈને આવ્યા છીએ જે તમે એકવાર ચાખી લેશો અને પછી તમને અમે પૂછીશું કે આ વાનગી કેવી લાગી ? તો તમે કહેશો સાચેજ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે રોટલા ચાટની રેસિપી જાણી લઈએ.

સામગ્રી:- બાજરી નો લોટ, જુવારનો લોટ, કેપ્સીકમ, મકાઈના દાણા, વટાણા લીલા ફ્રેશ, ડુંગળી, બટેટા, ટામેટા, કાકડી, બીટ, લીલા ધાણા, મરચાં, લીમડો, દાળિયા અને શીંગ દાણા, લાલ ચટણી, આમચૂર ચટણી, વરિયાળી, ગોળ, આદુ અને જીરા પાવડર અને બ્લેક મીઠું.

રીત:- બાજરી ના લોટ ના રોટલા કરી દેવા, પછી એને ફ્રીઝ મા બે કલાક ઠંડા કરવા મૂકી પછી, ફ્રિઝ ની બહાર કાઢી એના ટુકડાં કરી એક કડાઇમાં તેલનો વઘાર મૂકો, પછી એમા રાઈ લીમડો લીલા મરચા અને હિંગ નો વઘાર કરવો.

વઘાર આવી જાય પછી આં રોટલાના ટુકડા એડ કરી મીઠું હળદર અને મરચું એડ કરી હલાવી લેવો, તો રેડી છે વઘારેલો રોટલો.

હવે વટાણા, કેપ્સીકમ અને મકાઈના દાણા આં ત્રણે વસ્તુ ને એક કઢાઈમાં ઘી અને જીરું એડ કરી વધારી લેવા,.. પછી ઉપર મીઠું અને હળદર એડ કરી થોડી વાર સાંતળી લેવું અને બહુ વાર ના રહેવા દઈ ઉતારી લેવાનું.

હવે બટેટા બાફી એના ટુકડા કરી લેવા ટામેટા અને ડુંગળી ના પણ પીસ કરી મૂકી દેવા, અનારદાના એટલે કે દાડમ ના પણ દાણા કાઢી લેવા અને એક બાઉલ મા મૂકી દેવા હવે કાકડી અને બીટ પન નાખી શકાય પણ અમે યુઝ નથી કર્યો, પણ વાપરી શકાય.

હવે આમાં દહી લેવાનું છે એમા એને થોડું પાણી નાખી વલોવી લેવાનું અને એમા ઘી અને લીમડાના પાન નો વઘાર કરી દહી મા એડ કરી,.. મીઠું અને લાલ મરચું ઉપર એડ કરી દેવાનું.

આમચૂર ચટણી:- આમચુંર પાવડર, ગોળ અને જીરું પાવડર વરિયાળી લાલ મરચું અને હિંગ, કાળુ મીઠું અને વરિયાળી અને આદુ થી બનાવી લેવાની આને ઉકાડવાની ની નથી ત્રણ કલાક પલાળી ને જ બનાવવાની છે.

ટામેટા ચટણી:- ટામેટા ને રોસ્ટ કરી ને છાલ ઉપર ની કાઢી ને ગ્રાઇન્ડ કરી ને જે પસંદ હોય એ બધાજ મસાલા એડ કરી બનાવી લેવાની છે એમા સુગર નથી પડતી થોડી તીખી સારી લાગે છે.

લીલી ચટણી:- લીલા મરચાં, લીલા ધાણા, લીમડો અને દાળિયા અને થોડા શીંગ દાણા અને મીઠું નાખી ને બનાવી લેવાની છે,…. પછી ઉપર થોડી હિંગ એડ કરી લેવાની તો રેડી છે લીલી ચટણી.

મમરા સેવ:- હવે એમા મમરા વઘારી લેવાના તેલ મા મરચું, હિંગ અને હળદર એડ કરી મમરા ને મસાલો અડે અને ક્રિસ્પી થાય પછી ઉતારી લેવાના અને બેસન ની સેવ એડ કરી દેવાની, તો સેવ મમરા રેડી છે. આમાં ચવાણું ખુબ જ સારું લાગે છે. તો આ બધું જ એડ તેમા કરી લેવાનું છે આમાં મિક્ષ ચવાણું પણ એડ કરવાનું છે. તો રોટલાની ટેસ્ટી ચાટ નો ટેસ્ટ કરવા આવી જાઓ.

રેસિપી સૌજન્ય:- અરૂણા શાહ

Leave a Reply

Your email address will not be published.