આજના સમયમાં દરેક ઘરમાં બાળકોની રોટલી, શાક અને દાળ માં ઘી વધારે પ્રમાણમાં જોવા મળે છે જયારે મોટી ઉંમરના લોકોમાં તો જાણે ઘી ગાયબ જ થઇ ગયું છે. વધતું વજન, ડાયાબીટીસ અને કોલેસ્ટેરોલ જેવી સમસ્યા ના લીધે અમુક લોકોને ઘી ખાવાનું ટાળવું પડે છે. પણ શું તમને ખબર છે કે ગાયનું ઘી સ્વાદિષ્ટ અને સુગંધિત ની સાથે-સાથે શરીરમાં ઉર્જા વધારે, વજન નિયંત્રિત કરે અને ત્વચા માટે પણ ખુબજ લાભદાયી છે.

દેશી ઘી ખાવાથી માનસિક અને શારીરિક રીતે મજબુતી અને શરીરની ગંદકી સાફ કરવાનું કામ કરે છે. રોજનું એક ચમચી ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે. ઘી મા વિટામીન A , D, E અને વિટામીન K હોય છે જે લોહીના કોષોમાં જામેલા કેલ્શિયમ ને દુર કરે છે. આ ઉપરાંત ઘી ખાવાથી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે જેનાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. ઘણા લોકો વજન વધવાના ડરથી ઘી નથી ખાતા પણ જો તે દરરોજ ગાયનું ઘી ખાય તો તેનું વજન નિયંત્રિત રહે છે અને સાથે-સાથે ઘણી મોટી બીમારીથી બચી શકાય છે. તો ચાલો જાણીએ કે કઈ-કઈ બીમારી દુર રહે છે.
૧) કોલેસ્ટેરોલ :- દેશી ઘી ખાવાથી શરીરમાં બીલીયરી લીપીડ્સ નો સ્ત્રાવ વધી જાય છે જેના લીધે લોહીમાં અને આંતરડામાં રહેલું કોલેસ્ટેરોલ ઓછુ થાય છે. શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલ ઓછુ કરે છે અને સારું કોલેસ્ટેરોલ વધારે છે એટલા માટે દેશી ઘી ખાવું જોઈએ.

૨) પાચન શક્તિ માટે :- બીજા તેલની સરખામણીમાં ઘી નો સ્મોકિંગ પોઈન્ટ ખુબજ વધારે હોય છે એટલા માટે રાંધતી વખતે તે સરળતાથી બળતું નથી અને ધુમાડો વધારે કરે છે. ઘી માં કરેલી રસોઈ ખુબજ સરસ રંધાય છે. જો રસોઈ સારી રીતે રંધાઈ હોય તો પાચન સારું થાય છે અને પાચન શક્તિ વધે છે.
૩) હ્રદય માટે :- હ્રદય માં રહેલા બ્લોકેજ ને ખોલવા માટે ઘી એક લુબ્રિકન્ટ નું કામ કરે છે. આમતો હ્રદય સાથે જોડાયેલી સમસ્યામાં ચીકણા પદાર્થ ખાવાની મનાઈ હોય છે પણ ગાય નું ઘી ખાય શકાય છે.

૪) વજન નિયંત્રિત કરે :- દેશી ઘી માં રહેલા તત્વો ના લીધે મેટાબોલીઝમ સારું થાય છે. દેશી ઘી ઇન્સ્યુલીન ની માત્ર નિયંત્રિત કરે અને વજન વધવાની સમસ્યા અને શુગર જેવી સમસ્યા ઓછી કરે છે.
૫) ત્વચા માટે :- ગાયના ઘી માં ખુબજ વધારે પ્રમાણમાં એન્ટીઓક્ષીડન્ટ હોય છે જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને ચહેરા ની ચમક જાળવી રાખે છે.
જો તમને સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.