બિગ બોસ 14 ની વિજેતા રુબીના દિલાઇક જયારથી તેણે બિગ બોસની ટ્રોફી જીતી છે ત્યારથી તે લોકોની પસંદ બની ગઈ છે. સિરિયલો અને બિગ બોસમાં પોતાનો અભિનય દેખાડ્યા પછી, અભિનેત્રીને દરરોજ નવા પ્રોજેક્ટ્સ માટે કામ મળે છે. તાજેતરમાં જ તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેના કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.
રૂબીનાએ તેના નવા ફોટોશૂટના બે ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે. આ ફોટોશૂટમાં અભિનેત્રીએ લીંબુ લીલા રંગનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે, જેમાં તેની સ્ટાઇલ ખૂબ જ ખાસ લાગી રહી છે. વળી, લુકને ડેકોરેટ કરવા માટે, તેણે તેના માથા પર મોટો ફૂલોનો બુકે સજાવ્યો છે. જોકે અભિનેત્રી તેના આ ડ્રેસમાં ખૂબ સુંદર દેખાય રહી છે, પરંતુ ચાહકો માને છે કે તેના માથા ઉપર સજ્જ આ ફૂલોના બુકેએ તેનો લૂક બગાડ્યો છે.
તમને જણાવી દઈએ કે અભિનેત્રીની આ પોસ્ટ પર લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યાં છે, જ્યારે બીજી તરફ અમુક લોકો તેને પસંદ કરી રહ્યા છે. યુઝર્સ આ તસવીર પર ‘પત્તા કોબી’, ‘કચરો’, ‘ગુલદાસ્ત લગા હૈ’ જેવી કોમેન્ટ કરી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે, જ્યાં બેક ટૂ બેક ચાહકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રુબીના દિલેકના કામ વિશે વાત કરવામાં આવે તો તે તાજેતરમાં પતિ અભિનવ શુક્લા સાથે નેહા કક્કરની ‘માર્જાનિયા’માં જોવા મળી હતી. હવે રૂબીના આવતા અઠવાડિયાથી કલર્સના શોમાં પરત આવશે. તેમના ચાહકો આતુરતાપૂર્વક કિન્નર વહુના પાત્રમાં જોવાની રાહ જોઈ રહ્યા છે.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.