સફેદ ડુંગળી ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને થશે બીજા અનેક ફાયદા પણ તો જાણો.

Health

સફેદ ડુંગળીના ગુણધર્મો દ્વારા આરોગ્યને લગતી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે તો ચાલો જાણીએ તેના ચમત્કારી ફાયદા વિશે. ભારતીય ખાણી-પીણીમા કેટલાક ઘટકો છે જે ખૂબ મહત્વપૂર્ણ છે. ડુંગળી તેમાંથી એક છે. સંશોધન મુજબ સફેદ ડુંગળીમા વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને ફાયટોન્યુટ્રિયન્ટ્સ જેવા ગુણધર્મો હોય છે. આ સિવાય તેમા ફાઈબર, ફોલિક એસિડ, એન્ટીઓકિસડન્ટો અને એન્ટી બેક્ટેરિયલ એજન્ટ પણ હોય છે. આ કિસ્સામા અન્ય શાકભાજીની જેમ ડુંગળીને પણ આરોગ્ય માટે ફાયદાકારક માનવામા આવે છે. તે ઘણી ગંભીર રોગોનુ જોખમ ઘટાડે છે. ભારતમા ડુંગળીની ખેતી ઘણા વર્ષોથી ચાલી રહી છે.

સંશોધન મુજબ ડુંગળીમા બ્લડ સુગરને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે. સફેદ અને લાલ ડુંગળી બંને સ્વાદમા બરાબર સમાન હોય છે અને તમે જરૂરિયાત મુજબ વિવિધ વાનગીઓમા તેનો ઉપયોગ કરી શકો છો.

૧) કેન્સર સામે લડવાના ગુણધર્મો :– સફેદ ડુંગળીમા સલ્ફર સંયોજનો અને ફ્લેવોનોઇડ એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો છે જે કેન્સર સામે લડતા ગુણધર્મો માટે ફાયદાકારક માનવામા આવે છે. ડુંગળીમા ફિકેટિન અને ક્યુરેસેટિન જેવા ગુણધર્મો પણ હોય છે જે ટ્યુમરને વધતા અટકાવી શકે છે.

૨) પાચન સ્વાસ્થ્યમાં સુધારો :- પાચનની સમસ્યાઓનો સામનો કરવા માટે તમારા આહારમા સફેદ ડુંગળીનો સમાવેશ કરો. કારણ કે તેમાં ફાઇબર અને પ્રિબાયોટિક્સ ગુણધર્મો છે જેને પેટ માટે આરોગ્યપ્રદ માનવામા આવે છે. ડુંગળીમા ખાસ કરીને પ્રિબાયોટિક્સ ઇન્સુલિન અને આવા ઘણા તત્વો હોય છે જેના નિયમિત સેવનથી તમારા આંતરડામા સારા બેક્ટેરિયાની સંખ્યા વધારવામા મદદ મળી શકે છે.

૩) બ્લડ શુગરના સ્તરને સંતુલિત કરે :- સફેદ ડુંગળી બ્લડ શુગરના સ્તરનું સંચાલન કરે છે. કારણ કે તેમાં બ્લડ સુગર અને લો બ્લડ સુગરને નિયમન કરવામા મદદ માટે ક્રોમિયમ અને સલ્ફર જેવા તત્વો હોય છે. ડાયાબિટીસ ના દર્દીઓએ નિયમિતપણે સફેદ ડુંગળીનુ સેવન કરવુ જોઈએ. ડુંગળીમા મળતા કેટલાક સંયોજનો જેવા કે ક્યુરેસ્ટીન અને સલ્ફર વગેરે એન્ટીડિઆબેટીક અસર ધરાવે છે.

૪) હાડકાં મજબૂત બનાવે :- વૃદ્ધાવસ્થા સાથે સ્ત્રીઓને હાડકા સંબંધિત મુશ્કેલીઓ વધી જાય છે.આ સ્થિતિમા હાડકાંને મજબૂત કરવા માટે સફેદ ડુંગળીનુ સેવન કરવુ ફાયદાકારક છે. તનાવ ઓછો કરવા ઉપરાંત, સફેદ ડુંગળી એન્ટીઓકિસડન્ટનુ પ્રમાણ વધારવા અને હાડકાંને મજબૂત બનાવવાનુ કામ કરે છે. જો તમે હાડકાને લગતી સમસ્યાથી પરેશાન છો તો તમે તમારા આહારમા સફેદ ડુંગળીનો સમાવેશ કરી શકો છો.

૫) રોગ પ્રતિકારક શક્તિમા વધારો :- સફેદ ડુંગળીમાં સેલિનિયમ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાવાળા શાકભાજીમા ડુંગળી સૌથી અસરકારક છે. વાયરલ અથવા એલર્જીક પ્રતિક્રિયા જેવી સમસ્યાઓ દૂર કરવામા સેલેનિયમની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

Leave a Reply

Your email address will not be published.