છોકરીઓ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હોય છે, જેના ઘરે એક પુત્રીનો જન્મ થાય છે, તેમના ઘરમાં તે પુત્રીને કારણે વધારેને વધારે આનંદ રહેતો હોય છે. જેમ આપણા ઘરનું આંગણું દીકરીઓ વિના નિર્જન લાગે છે, તેવી જ રીતે આ સમાજમાં પણ જો કોઈ દીકરી ન હોય તો આ સમાજની કલ્પના કરવીએ પણ ઘણી મુશ્કેલ બની જાત. ભાગ્યલક્ષ્મી તરીકે જન્મેલી પુત્રી આપણને મમતા, સ્નેહ અને પ્રેમની વ્યાખ્યા શીખવે છે. જો આ સમાજમાં દીકરી ન હોત તો ભાઈ-બહેન, પતિ-પત્ની, મા-દીકરી જેવા સંબંધો આ સમાજમાં બન્યા જ ન હોત, અને જો આ સંબંધો આ સમાજમાં ન હોત, તો આપણે એક પરિવારની કલ્પના પણ કરી શકતા નથી.

આજે પણ આપણા દેશમાં લોકોનું ભાગ્ય અને ભવિષ્ય જ્યોતિષ શાસ્ત્ર અને અંક શાસ્ત્ર ઉપરથી જોવામાં આવે છે. કારણકે આપણા દેશના ઘણા લોકોની એવી માન્યતાઓ છે જ્યોતિષ વિદ્યા દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિ નું ભાગ્ય જાણી શકીએ છીએ. આજે આપણે અંક શાસ્ત્ર દ્વારા જન્મના મહિનાની એ વાત જાણવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં મહિનામાં જન્મ લેનારી છોકરીઓ માતા લક્ષ્મીનું રૂપ હોય છે.
1) ફેબ્રુઆરી મહિનો: –
અંકશાસ્ત્ર અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી છોકરીઓ માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. કારણ કે આ મહિનામાં થતું તમામ ગ્રહોનું હલનચલન એ આ છોકરીઓના જીવનમાં રાજયોગ લાવતું હોય છે. તેથી આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમના જીવનમાં ક્યારેય ધન સંપત્તિની કમી રહેતી નથી. સાથે સાથે તેમના લગ્ન પણ એક સારા અને પૈસાવાળા ઘરમાં જ થતા હોય છે.

2) એપ્રિલ મહિનો: –
અંકશાસ્ત્ર અનુસાર, એપ્રિલ મહિનો એ છોકરીઓના જન્મ માટેનો એક શુભ મહિનો છે. અને આ મહિનામાં જન્મેલી તમામ છોકરીઓને માતા લક્ષ્મી નું રૂપ માનવામાં આવે છે. કારણ કે આ મહિનામાં જન્મેલી છોકરીઓની કુંડળીમાં થતી ગ્રહોની હલનચલન તેમના જીવનમાં ભાગ્યનો ઉદય લાવે છે. સાથે સાથે આ મહિનામાં જન્મેલી છોકરીઓના જીવનમાં ધન સંપત્તિની કોઈ કમી હોતી નથી. અને જે છોકરાની સાથે તેઓ લગ્ન કરે છે તેમની પણ કિસ્મત તે છોકરીને કારણે ખુલ્લી જતી હોય છે.
3) જૂન મહિનો: –
અંકશાસ્ત્ર અનુસાર, જૂન મહિનામાં જન્મેલી છોકરીઓ પણ તેમના ભાગ્યથી ઘણી ધનવાન હોય છે. જે ઘરમાં તેમનો જન્મ થાય છે તે ઘરમાં માતા લક્ષ્મી તેનો આશીર્વાદ વરસાવવાનું શરૂ કરી દે છે. આવી છોકરીના જન્મ સાથે જ તે ઘરની સંપત્તિમાં પણ ઘણો વધારો થતો હોય છે. આ મહિનામાં જન્મેલી છોકરીઓ તેમના તમામ કાર્યમાં દ્રઢ હોય છે. આ છોકરીઓ તેમના જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ વધારે મહેનત કરતી હોય છે અને તેમને તેના સારા પરિણામ પણ મળે છે.

4) સપ્ટેમ્બર મહિનો: –
અંકશાસ્ત્ર અનુસાર, સપ્ટેમ્બરમાં જન્મેલી છોકરીઓને સાક્ષાત માતા લક્ષ્મી નું રૂપ કેહવામાં આવે તો તે ખોટું નહી થાય. જેના કારણે તેમની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર ગ્રહો નું મળવું એ ખુબ જ સારું માનવામાં આવે છે જે તેમને જીવનમાં વધારેને વધારે ધનવાન બનાવે છે. તેમની પાસે ક્યારેય કંઇપણ વસ્તુનો અભાવ હોતો નથી અને સદભાગ્યે તેમને તેમની ઈચ્છા પ્રમાણે બધી વસ્તુઓ પણ મળી જતી હોય છે. તેઓના લગ્ન પણ એક પૈસા વાળા છોકરા સાથે જ થતા હોય છે.