કોરોનામાં લોકોની મદદ માટે આગળ આવ્યો સલમાન ખાન, આવી રીતે કરી રહ્યો છે મદદ…

News

બોલીવુડનો ભાઈજાન અને અભિનેતા સલમાન ખાન કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડતમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સલમાને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે રવિવારે પાંચ હજાર ફૂડ પેકેટ્સ મોકલ્યા હતા. સલમાનની ટીમ નહીં પરંતુ ખુદ સલમાન પોતે આ કામ પર નજર રાખી રહ્યો છે. સલમાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં સલમાન ખાન મરૂન રંગના શર્ટમાં જોવા મળે છે. આ વીડિયોમાં તે પોતે ખાવાનું ચાખે છે. આ સાથે જ કઈ રીતે પેકિંગ કરાયું છે તે પણ તે જુએ છે. સલમાને ગાઈડલાઈનનું ધ્યાન રાખતા ખાવાનું ચાખ્યા બાદ તરત જ માસ્ક પહેર્યો. આ પેકેટ તૈયાર કરી રહેલી આખી ટીમ પણ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતી જોવા મળી હતી.

સલમાન ખાન ભોજન પેક કરવાની પ્રક્રિયાની નિગરાણી કરવા માટે બાન્દ્રા સ્થિત રેસ્ટોરા પહોંચ્યો. યુવા સેનાના સભ્ય રાહુલ કનલે ટ્વિટર પર અભિનેતાની એક તસવીર શેર કરી જેમાં સલમાન રેસ્ટોરામાં જોવા મળે છે.

રાહુલ કનલે તેની એક સોશ્યિલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે સલમાન અચાનક તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા અને જે જમવાનું બન્યું હતું, એ તેઓએ ટેસ્ટ કર્યું હતું અને તેના જે ફૂડપેકેટ પેકીંગ થઇ રહ્યા હતા તેનું તે નિરીક્ષણ કર્યું હતું અને ગાઈડલાઈનનું પાલન થઇ રહ્યું છે કે નહીં તે પણ ચેક કર્યું હતું. વધુમાં તેમણે લખ્યું હતું કે સલમાન ખાને ફ્રન્ટલાઈન વર્કર્સના ભોજન માટે 5000 ફૂડ પેકેટ્સ મોકલ્યા છે.

તમને એ પણ જણાવી દઈએ કે ગત વર્ષે લાગેલા લોકડાઉનમાં સલમાન ખાન પોતાના પરિવાર સાથે પનવેલના ફાર્મહાઉસ પર હતો. ત્યાંથી પણ તે કોરોનાકાળમાં લોકોની મદદ કરતો હતો. તે વખતના તેના વીડિયો પણ ખુબ વાયરલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published.