જો પતિ-પત્નીની રાશિ એક જ હોય તો કેવું રહેશે તેમનું લગ્નજીવન…

Dharma

જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિનો ઉલ્લેખ છે. બધી રાશિના ગ્રહોના સ્વામી જુદા હોય છે અને એના આધારે બધા લોકોનો સ્વભાવ બને છે. જાણો જો એક જ રાશિના લોકો લગ્ન કરે તો તેમનું પરિણીત જીવન કેવું હોઈ શકે છે..

મેષ અને મેષ (ગ્રહ સ્વામી- મંગળ):- આ મહેનતી રાશિ છે. જો તેઓ એકબીજા સાથે લગ્ન કરે છે તો જીવન સુખી રહે છે.

વૃષભ અને વૃષભ (ગ્રહ સ્વામી- શુક્ર):- આ બંને પ્રેમથી સાથે રહે છે. તેમનું લગ્નજીવન શુભ રહે છે.

મિથુન અને મિથુન (ગ્રહ સ્વામી- બુધ):- આ રાશિના લોકો શાંત પરંતુ ચિંતિત રહે છે. જો આ બંને લગ્ન કરે છે, તો તેમના જીવનમાં ખુશીનો અભાવ રહે છે.

કર્ક અને કર્ક (ગ્રહ સ્વામી- ચંદ્ર):- જો આ બંને રાશિના લગ્ન થાય છે, તો પછી તેમની વચ્ચે વાદ-વિવાદ થતો રહે છે. ચિંતા વધે છે.

સિંહ અને સિંહ (ગ્રહ સ્વામી- સૂર્ય):- ક્યારેક ક્યારેક વિવાદો પણ થઈ શકે છે, પરંતુ જીવન સામાન્ય રીતે સુખી રહે છે.

કન્યા અને કન્યા (ગ્રહ સ્વામી- બુધ):- જો આ બંને રાશિના જાતકો લગ્ન કરે છે તો તેમની વચ્ચે અસંતોષની લાગણી હંમેશા રહે છે.

તુલા રાશિ અને તુલા રાશિ (ગ્રહ સ્વામી- શુક્ર):- આ રાશિના લોકો તેમના જીવનમાં મસ્ત રહે છે. તેમના લગ્નજીવન સુખી રહે છે.

વૃશ્ચિક અને વૃશ્ચિક (ગ્રહ સ્વામી- મંગળ):- તેમની વચ્ચે ઘણા વિવાદો થયા કરે છે. ચિંતા અને તાણનો સામનો કરવો પડે છે.

ધનુ અને ધનુ (ગ્રહ સ્વામી- ગુરુ):- જો તેઓ લગ્ન કરે છે તો જીવન સુખી રહે છે.

મકર અને મકર (ગ્રહ સ્વામી- શનિ):- આ લોકો ખુશ રહે છે, તેમના લગ્ન સફળ થાય છે.

કુંભ અને કુંભ (ગ્રહ સ્વામી- શનિ):- આ રાશિના જાતકો મહેનતુ છે. જો તે બંને લગ્ન કરે છે તો તેમનું જીવન આનંદમાં વીતે છે.

મીન અને મીન (ગ્રહ સ્વામી- ગુરુ):- તેમનું પરિણીત જીવન સુખી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *