માતા-પિતા નારાજ હોવા છતાં, પોતાની નોકરી છોડી શરૂ કરી અંજીરની ખેતી, આજે છે 1.5 કરોડનું ટર્નઓવર…

Story

મોટેભાગે લોકો તેમને મૂર્ખ માને છે જેઓ તેમની સારા પગારની નોકરી છોડીને ખેતી કરવાનું નક્કી કરે છે. સમીરના નિર્ણયથી તેના પરિવારના સભ્યો પણ નારાજ થયા હતા, જ્યારે સમીરે તેને કહ્યું હતું કે તે તેની નોકરી છોડીને ગામમાં આવશે અને અંજીરની ખેતી કરશે.

સમીર ડોમ્બે મહારાષ્ટ્રના દૌડનો રહેવાસી છે. 2013 માં એન્જિનિયરિંગ પછી, તેને એક બહુરાષ્ટ્રીય કંપનીમાં પ્લેસમેન્ટ દ્વારા નોકરી મળી ગઈ હતી. તેનો પગાર પણ ખૂબ સારો હતો. આટલી સારી નોકરી હોવા છતાં તેને પોતાના કામમાં મન ન લાગ્યું અને દરેક સમયે, તેના મગજમાં અવનવા વિચારો આવતા રહેતા હતા કે તેણે કંઇક અલગ કરવાનું છે, તેને કંઈક નવીન કરવું છે.

છેવટે, વર્ષ 2014 માં, સમીર ડોમ્બેએ તેની મોટા પગાર વાળી નોકરી છોડી અને અંજીરની ખેતી કરવા માટે તેમના ગામમાં જવાનું નક્કી કર્યું. જ્યારે તેના માતાપિતાને તેના નિર્ણય વિશે જાણ થઈ ત્યારે તે સમીર પર ખૂબ ગુસ્સે થયા હતા કે તેણે આ પ્રકારનો નિર્ણય કેમ લીધો? પરિવારના સભ્યોની લાખો વાર ના પાડવા છતાં સમીર પોતાનો નિર્ણય ન બદલ્યો અને પરીવારના સભ્યોને કહ્યું કે હવે તેણે ખેતી જ કરવી છે.

સમીરે જણાવ્યું હતું કે તેનું ગામ જ્યાં આવેલું છે ત્યાં અંજીરની ખેતી ઘણી થાય છે. પરંતુ ખેડુતો ખેતી અને વ્યવસાયની આધુનિક રીત ન જાણવાના કારણે તેમને નફો ખૂબ ઓછો થતો હતો. ત્યારબાદ સમીર આ ખેતીને એક બિઝનેસ મોડલની જેમ કરવા લાગ્યો અને સમીર ખેતીની સાથે સાથે પ્રોસેસિંગ અને પેકેજિંગ પણ કરવા લાગ્યો.

સમીરે પહેલા 1 એકર જમીનમાં અંજીરની ખેતી શરૂ કરી હતી. પાક આવ્યા પછી પાકને ફળ બજારમાં વેચવામાં આવતો હતો. તેમના ઉત્પાદનની ગુણવત્તા સારી હતી, તેથી સપ્લાય નિયમિત ધોરણે શરૂ થઈ ગઈ. આજના સમયમાં, સમીરના આ પ્રોડક્ટની સપ્લાય એટલી વધી ગઈ છે કે હવે તે ડાયરેકટ સુપર માર્કેટમાં તેના પાકને વેચે છે. આ સાથે, સમીર અંજીરને ઓનલાઇન પણ વેચે છે. હવે સમીર અન્ય ખેડૂતો પાસેથી પણ પાક ખરીદે છે અને તેમને બજારમાં સપ્લાય કરે છે અને ખેડૂતોને સારી આવકની તક પૂરી પાડે છે.

વાત કરતા સમીરે એ પણ કહ્યું કે અગાઉ ફળ પાક્યા પછી બે-ત્રણ દિવસ પછી બજારોમાં પહોંચતા હતા, તે હવે નાના પેકેટોમાં પેક કરવામાં આવે છે અને 1 દિવસની અંદર બજારમાં પહોંચાડાય છે. જે વચેટિયાઓ અગાઉ પૈસા કમાતા હતા તેઓ પણ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે કારણ કે સમીર હવે તેનો બધો જ પાક મોલ કે સુપર માર્કેટમાં ડાયરેકટ વેચે છે. બજારમાં વેચાયેલા માલની ડિલિવરી પછી બાકી રહેલા તમામ ફળોમાંથી તે જેલી અને જામ બનાવે છે અને તેને ઓનલાઇન અને ઓફલાઇન વેચવાનું પણ કામ કરે છે.

પોતાની આવકની વાત કરતાં સમીરે કહ્યું કે તમે માત્ર ફળના પાકથી એકર દીઠ દોઢ થી બે લાખ રૂપિયા કમાઇ શકો છો. હાલમાં સમીરની કંપનીનું ટર્નઓવર દોઢ કરોડથી ઉપર છે.

આ રીતે, સમીરે જે નક્કી કર્યું તેના પર તેણે ખુબજ મહેનત કરીને સફળતા મેળવી જેથી તેને ભવિષ્યમાં નોકરી છોડવાનો અફસોસ ન થાય. આજના મતલબી સમયમાં સમીર બાકીના ખેડુતોને પોતે કેવી રીતે કમાણી કરે છે તેની માહિતી આપે છે જેથી અન્ય ખેડુતો પણ ઘણી કમાણી કરી શકે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.