બોલીવુડ અભિનેતા સંજય દત્તે પોતાની પત્ની માન્યતા દત્તને લગભગ 100 કરોડની ગીફટ આપીને બોલીવુડમાં સિક્કા પાડી દીધા છે. આટલી મોંઘી ગીફટ મળ્યા પછી માન્યતા ખુબજ ખુશ જોવા મળી રહી છે. અને ગીફટની વાત કરીએ તો સંજય દત્તે તેની પત્નીને રૂપિયા 100 કરોડની કિંમતના ચાર ફલેટ અપાવ્યા છે.
આ ફ્લેટ્સ મુંબઈના પાલી હિલ્સમાં ઈમ્પીરિયલ હાઇટ્સ બિલ્ડિંગમાં છે. પરંતુ માન્યતા દત્તે સંજય દત્ત પાસેથી આ 100 કરોડના ફ્લેટની ગિફ્ટ લેવાની ના પાડી દીધી. સંજય દત્ત પોતાની પત્ની માન્યતાને ખુબ પ્રેમ કરે છે અને આ વાત બધા જાણે છે. સંજયે માન્યતાને ચાર ફ્લેટ ગિફ્ટ કર્યા છે, જેની કિંમત 100 કરોડ ગણવામાં આવી રહી છે.
જાણવા મળતા સમાચાર પ્રમાણે સંજય દત્તે મુંબઈના બાંદ્રા પાલી હિલમાં ઇમ્પીરિયલ હાઇટ્સ બિલ્ડિંગમાં ચાર ફ્લેટ્સ ખરીદ્યા છે. જેમાં બે ફ્લેટ ત્રીજા અને બે ચોથા માળે છે. ચાર ફ્લેટ ખરીદવાને કારણે સંજયને આ બિલ્ડીગમાં 17 કારોની પાર્કિંગની પણ જગ્યા મળી છે. તમને એ પણ જણાવી દઈએ કે ઈમ્પીરિયલ હાઈટ્સમાં ઘણા બોલિવુડ અને જાણીતા સેલિબ્રિટિઝ રહે છે.
ગયા વર્ષે ઓગસ્ટના મહિનામાં સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયુ હતુ અને તેની સારવાર કરાવવા તે મુંબઈની હોસ્પિટલમાં દાખલ થયા હતા. સંજય દત્તને કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપીને ફિલ્મી દુનિયામાં ફરી વાપસી કરી છે. સંજય દત્ત છેલ્લે ફિલ્મ સકડ-2માં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યા હતા અને તેની આવનારી ફિલ્મ ભુજ – ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં પણ જોવા મળશે.