મહાભારતના ઈન્દ્ર સતીષ કૌલનું કોરોનાથી નિધન

News

બીઆર ચોપડાની ખુબ લોકપ્રિય ટીવી સિરીયલ ‘મહાભારત’ માં ઇન્દ્ર ભગવાનની ભૂમિકા ભજવનાર હિન્દી-પંજાબી ફિલ્મોના જાણીતા અભિનેતા સતીષ કૌલનું કોરોના સંક્રમણને કારણે નિધન થયું છે. એક સપ્તાહ પહેલા કોરોનાથી સંક્રમિત થતા તેમને લુધિયાણાની શ્રી રામા ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 72 વર્ષના હતા.

અભિનેતા સતીષ કૌલના નિધન પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શોક વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે સતીશે આશરે 300 જેટલી ફિલ્મો કરી હતી. તેમણે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, દેવ આનંદ તથા દિલીપ કુમાર જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યુ હતું.

કાશ્મીરમાં જન્મેલા સતીષ કૌલની ઉંમર 72 વર્ષ હતી. પાછલી જિંદગીમાં તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. મહત્વનું છે કે સતીષે એક્ટિંગ સ્કૂલ લુધિયાણામાં શરૂ કરી જેમાં ખુબ નુકસાન થતા તેને બંધ કરવી પડી હતી. તેમનું પારિવારિક જીવન પણ ખાસ નહતું. સતીષને પત્નીએ છૂટાછેડા આપી દીધા હતા અને તે પોતાના બાળકોની સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી.

હિન્દી અને પંજાબી ફિલ્મોના અભિનેતા સતીષે પ્યાર તો હોના હી થા (1998), આંટી નં 1 (1998), ઝંજીર (1998), યારાના (1995), એલાન (1994), ઇલ્જામ (1986), શિવા કા ઇંસાફ (1985), અને કસમ જેવી ફિલ્મોમાં દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યુ હતું. પંજાબી ફિલ્મોની વાત કરીએ તો સતીશે આઝાદી, શેરા દે પુત્ત શેર, મૌલા જટ્ટ, ગુડ્ડો, પટોલા અને પીંજા પ્યાર દીયા જેવી ફિલમોમાં કામ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.