પહેલા શેરીઓમાં ફરીને વેચતી હતી કોલસો, આજે છે ઓડી, મર્સીડીસ જેવી ગાડીઓની માલિક…

Story

જ્યારે પણ આપણે કોઈ ગરીબ વ્યક્તિને સફળતાની ઉચાઈએ સ્પર્શતા અથવા તેને ગરીબોમાંથી શ્રીમંત થતા જોતા હોઈએ છીએ ત્યારે ઘણી વાર કહેવામાં આવે છે – ‘તે ભાગ્યશાળી થયો છે કે નસીબએ તેને સાથ આપ્યો છે’, પરંતુ કોઈ એ જાણવાનો પ્રયત્ન કરે છે કે એ ગરીબ વ્યક્તિ માટે કેટલું કઠિન હતું આ સ્થાન સુધી પહોંચવું ? તેણે કેટલો પરસેવો વહાવ્યો હશે અને કેટલો સંઘર્ષ કર્યો હશે? જ્યારે આપણે કોઈ સફળ વ્યક્તિના સંઘર્ષની વાર્તા સાંભળીએ છીએ, ત્યારે જ ખબર પડે છે કે માત્ર ભાગ્યથી ક્યારેય કોઈ વ્યક્તિનો સમય નથી બદલાતો, પરંતુ રાત-દિવસ એક કરીને અનેક મુશ્કેલીઓનો સામનો કરી મહેનત કરનારાને ભાગ્ય સાથ આપે છે.

આપણને આવા ઘણા લોકોની પ્રેરણાદાયી કથાઓ વાંચવા અને સાંભળવા મળે છે, જેમણે સખત સંઘર્ષો વચ્ચે પણ સફળતા મેળવી હોય છે અને આખા દુનિયામાં એક ઉદાહરણ પુરુ પાડે છે. આજે અમે આવી જ એક મહિલાની પ્રેરણાદાયી કહાની તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ઘણા સંઘર્ષોનો સામનો કરીને હિંમત સાથે અને તેનું ભાગ્ય બદલ્યું હતું, હવે તે એક પ્રખ્યાત ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. ચાલો જાણીએ તેમની સંપૂર્ણ કહાની…

આપણે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તે છે સવિતાબેન દેવજીભાઇ પરમાર, આજે તેમને ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણે છે અને તેઓ સવિતાબેન કોલસાવાળા અથવા કોલસાવાલીના નામથી પ્રખ્યાત છે. પણ એક સમય એવો હતો જ્યારે સવિતાબેન ઘરે ઘરે જઈને કોલસો વેચતા હતા, પરંતુ આજે તેઓ કરોડપતિ બની ગયા છે. તેમ છતાં તેમની આ સફર આપણે ધારીએ છીએ એટલી સહેલી નહોતી, ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને તેમની ગરીબી સામે લડ્યા પછી, તેણે પોતાનું એક વિશાળ સામ્રાજ્ય ઉભુ કર્યું.

સવિતાબેન દેવજીભાઇ પરમાર, ગુજરાતની ઓદ્યોગિક રાજધાની, અમદાવાદના વતની છે, તેમનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તેના ઘરની આર્થિક સ્થિતિ પહેલાથી જ ખૂબ ખરાબ હતી. તેમનો પતિ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટર તરીકે નોકરી કરતો હતો, પરંતુ તેનો સંયુક્ત કુટુંબ હોવાથી એક વ્યક્તિની આવકથી આખું કુટુંબનું ભરણપોષણ થઈ શકતું ન હતું અને બે ટંક ભોજન પણ મળતું ન હતું, ઘરની સ્થિતિ જોઈને સવિતાબેને નક્કી કર્યું કે હવે તે પણ કંઈક કામ કરશે જેનાથી ઘરની હાલત સુધરશે. પરંતુ તેમની સામે મોટી સમસ્યા તો એ હતી કે તે સંપૂર્ણ અભણ હતી, જેના કારણે કોઈ તેમને નોકરી પર રાખતું ન હતું.

સવિતાબેન દેવજીભાઇ પરમારે અલગ અલગ જગ્યાએ જઇને કામ શોધવાની ખુબજ કોશીશ કરી પણ તેમને કોઈ કામ મળ્યું ન હતું, ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે હવે તે પોતાનું કામ શરૂ કરશે. તેના માતાપિતા કોલસો વેચવાનો ધંધો કરતા હતા. આ જોતા સવિતા બેને પણ કોલસો વેચવાનું કામ શરૂ કરવાનું નક્કી કર્યું. પરંતુ આવી ગરીબીમાં માલ ખરીદવા માટે તે પૈસા ક્યાંથી લાવશે? પછી, પૈસા એકત્ર કરવા માટે, તેણે પ્રથમ કોલસાના કારખાનાઓમાંથી બળી ગયેલો કોલસો વિણીને તેમને ભેગો કર્યો અને આ બળી ગયેલો કોલસો એક થેલામાં ભરીને ઘરે ઘરે જઈને વેચવાનું શરૂ કર્યું.

સવિતાબેનને તે જૂના દિવસો યાદ આવે છે ત્યારે તે કહે છે કે તેઓ ગરીબ અને દલિત હતા, આ કારણે વેપારીઓ તેમની સાથે ધંધો પણ કરવા માંગતા નહોતા. કોલસાના વેપારી કહેતા – ‘આ એક દલિત મહિલા છે, કાલે જો આપણો માલ લઇને ભાગી જશે તો આપણે શું કરીશું?’

સવિતાબેન દેવજીભાઇ પરમારની સામે ખૂબ જ મુશ્કેલ હતી પણ તેમણે ક્યારેય હિંમત ગુમાવી નહીં અને તેમનું કાર્ય ચાલુ રાખ્યું. તે શેરીએ શેરીએ ફરીને લોકોના ઘરે જતી અને લોકોને કોલસો વેચતી. ધીરે ધીરે તેના ગ્રાહકો પણ વધવા લાગ્યા. આ રીતે, ગ્રાહકોના વધારા સાથે તેમનો નફો પણ વધ્યો. પહેલા તે થેલા લઈને કોલસો વેચતી હતી અને પછીથી તેણે પોતાનો ધંધો વધારવાનો વિચાર કર્યો અને એક નાનકડી કોલસાની દુકાન ખોલી. દુકાન ખોલ્યાના કેટલાક મહિના પછી, તેને નાની ફેક્ટરીઓમાંથી ઓર્ડર મળવાનું શરૂ થયું. પછી એક દિવસ એક સિરામિક કંપનીના માણસે તેને મોટો ઓર્ડર આપ્યો, આ રીતે સવિતાબેનની ફેક્ટરીઓની મુલાકાત શરૂ કરી. તેમને માલ પહોંચાડવા અને ચુકવણી કરવા માટે વિવિધ કારખાનાઓમાં જવું પડ્યું હતું.

ફેક્ટરીઓની મુલાકાત લેતી વખતે સવિતાબેને ગ્રાહકોની માંગ અને જરૂરિયાતની પણ ચકાસણી કરી અને ત્યારબાદ તેણે પોતાનું એક નાનું સિરામિક ભઠ્ઠી શરૂ કરી. તેઓએ ગ્રાહકોને ખૂબ ઓછી કિંમતે સારી ગુણવત્તાની સિરામિક્સ ઉપલબ્ધ કરી, પછી તેમનો ધંધો વધતો રહ્યો અને તેઓ સફળતાની સીડી પર ચડતા ગયા. પછી 1989 માં, સવિતાબેન પણ પ્રીમિયર સિરામિક્સ બનાવવાનું શરૂ કર્યું અને 1991 માં સ્ટર્લિંગ સિરામિક્સ લિમિટેડ નામની કંપની શરૂ કરી અને સિરામિક્સ પ્રોડક્ટ્સ વિદેશમાં પણ નિકાસ કરવાનું શરૂ કર્યું.

ભારતના સૌથી સફળ મહિલા ઉદ્યોગપતિની યાદીમાં હવે સવિતાબેન દેવજીભાઇ પરમારનું નામ લેવામાં આવે છે. તેઓએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આજે સવિતાબેન પાસે લક્ઝરી ગાડીઓની લાઇન છે જેમ કે ઓડી, પજેરો, બીએમડબ્લ્યુ અને મર્સિડીઝ વગેરે. અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં તેના 10 બેડરૂમના બંગલાની જાહોજલાલી પણ દેખાય છે. અભણ સ્ત્રી હોવા છતાં, સવિતાબેને તેમના દ્રઢ નિશ્ચય, હિંમત અને સખત મહેનતથી આ સિધ્ધિ મેળવી છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.