વૈજ્ઞાનિકો પણ સામાન્ય માણસની જેમ કોઈ પણ વસ્તુ લોન્ચ કરતા પહેલા અમુક ધાર્મિક પરંપરા કરે છે તો જાણો એ પરંપરા વિષે.

Spiritual

આજે અમે તમને આવી કેટલીક ધાર્મિક માન્યતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે કોઈપણ દેશ પોતાના સ્પેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા કરે છે. આવી જ કેટલીક ધાર્મિક માન્યતાઓ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. જણાવી દઈકે ઇસરો ૧૩ ના અંકને શુભ માનતા નથી. તેથી જ તેણે રોકેટ પીએસએલવીસી-૧૨ રોકેટ પછી પીએસએલવીસી-૧૪ નામનુ રોકેટ બનાવ્યુ. માત્ર ભારત જ નહીં પરંતુ તમામ અવકાશ એજન્સીઓ ૧૩ ના અંકને અશુભ ગણાવે છે. તેથી જ તે કોઈ પણ અવકાશ પ્રોગ્રામમાં ૧૩ ના અંકનો સમાવેશ કરતા નથી. આ પાછળનું કારણ એપોલો-૧૩ ચંદ્રની સપાટી પર ઉતરવાની નિષ્ફળતા સાથે સંબંધિત છે.

અમેરિકાનુ એપોલો-૧૩ નિષ્ફળ થઈ ગયુ હતુ. તે પછી યુ.એસ. સ્પેસ એજન્સીએ તે નંબર પછી બીજા કોઈ મિશનનુ નામ ૧૩ ના અંક સાથે નથી જોડ્યુ. આટલું જ નહી મંગળવારે કોઈ અવકાશનુ લોન્ચિંગ નથી કરતા. જો કે મંગળવારે જ ૪૫૦ કરોડની કિંમતવાળી મંગળ ઓર્બિટર મિશનની શરૂઆત થઈ હતી જે નિષ્ફળ ગયુ હતુ. ત્યાર બાદ આ પરંપરા તૂટી ગઈ હતી.

આ સિવાય કોઈપણ લોન્ચિંગ પૂર્વે ઇસરોના અગ્રણી વૈજ્ઞાનિકો આંધ્રપ્રદેશના તિરુમાલામાં પ્રખ્યાત ભગવાન વેંકટેશ્વરની પૂજા કરવાનુ ભૂલતા નથી. પૂજા દરમિયાન વૈજ્ઞાનિકો મંદિરમાં રોકેટનું નાનું મોડેલ પણ ચઢાવે છે. જેથી તેઓ પોતાના મિશનમાં સફળતા મેળવી શકે. ભારતીય અવકાશ એજન્સી જ નહીં, પરંતુ યુ.એસ. સ્પેસ એજન્સી નાસા, રશિયન વૈજ્ઞાનિકો સહિત વિશ્વના વૈજ્ઞાનિકો પોતાના અભિયાનની સફળતા માટે ધાર્મિક વિધિ કરે છે.

આ ઉપરાંત સંબંધિત પ્રોજેક્ટ ડિરેક્ટર રોકેટ લોંચિંગના દિવસે નવો શર્ટ પહેરે છે. આટલું જ નહીં ઇસરોના તમામ મશીનો અને સાધનો પર કુમકુમથી સ્વસ્તિક બનાવવામાં આવે છે. રશિયન અવકાશયાત્રીઓ જે રોકેટમાં બેસી યાત્રા કરવા જઈ રહ્યા છે તેને ત્યાં સુધી નથી જોતા કે જ્યા સુધી અવકાશ યાત્રી માટે બેસી ના જાય. આ પ્રકારની પરંપરા છેલ્લા ઘણા દાયકાઓથી ચાલે છે. તે જ સમયે ઇસરોના વૈજ્ઞાનિકો રાહુ કાળ દરમિયાન રોકેટ શરૂ કરવા માટે કાઉન્ટડાઉન શરૂ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published.