માત્ર શિયાળામાં જ નહી પરંતુ દરેક ઋતુ માટે ફાયદારૂપ છે તલ, આ બિમારીઓનો છે રામબાણ ઇલાજ

Health

કોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે.

તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી માત્રામાં હોય છે. આ સાથે જ શ્વાસ ચઢવો ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં પણ લાભ થાય છે. જો બાળક રોજ રાતે ઉંઘમાં બાથરૂમ કરે છે તો તેને તલના લાડૂ દરરોજ રાત્રે સૂતા પહેલા ખવડાવી દો. બાળક પથારીમાં પીપી નહી કરે.

તલના તેલની માથામાં માલિશ કરવાથી વાળનો જથ્થો વધે છે અને ચમકદાર પણ બને છે. આ સાથે વાળ ઓછા પણ ખરે છે. જો કે તમને ક્યારે પણ કોઇ વસ્તુ વાગી ગઇ હોય તો તલના તેલના ફૂઆ રાખી પટ્ટી બાંધવાથી લાભ થાય છે. ફાટેલી એડીઓ પર ગરમ તેલમાં તેલ સિંધણ મીઠુ અને મીણ મિક્સ કરી લગાવવાથી ફાયદો થાય છે. જો કે તલને વાટી માખણ સાથે ચહેરા પર લગાવાથી ચહેરાનો રંગ પણ નિખરે છે.

તમને જાણીને નવાઇ લાગશે કે, 20-25 ગ્રામ તલ ચાવીને ઉપરથી ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો ઠીક થઈ જાય છે. અને જો તમને ખાંસી આવે છે તો તલનું સેવન કરો ખાંસી ઠીક થઈ જશે. જો સૂકી ખાંસી હોય તો તલ અને સાકરને પાણીમાં ઉકાળી પીવાથી સૂકી ખાંસી દૂર થઈ જાય છે.

તલ માત્ર શિયાળામાં જ નહીં પરંતુ બાકી ઋતુમાં પણ મોટી સંખ્યામાં લોકો તલને અલગ-અલગ ડિશમાં ઉપયોગ કરે છે. કોઇ તેને શેકીને ખાય છે, કોઇ બ્રેડ, બન અથવા કેક ઉપર સ્પ્રિન્કલ કરીને તો કોઇ તલના તેલ તરીકે ઉપયોગ કરે છે.

આયુર્વેદમાં તલને ઔષધી માનવામાં આવે છે

આયુર્વેદમાં પણ ઔષધિ સ્વરૂપે તલને ઘણુ ફાયદાકારક માનવામાં આવે છે. તલને લઇને અત્યાર સુધી ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે જેમાં વાત સામે આવી છે કે જો સવારે ઉઠીને ખાલી પેટ તલનું સેવન કરવામાં આવે તો આ સ્વાસ્થ્ય માટે કેટલીય રીતે ફાયદાકારક સાબિત થઇ શકે છે. ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર તલ હેલ્થની સાથે સ્કિન અને વાળ માટે પણ લાભદાયક માનવામાં આવે છે.

તલ ખાવાના ફાયદા

1. કબજિયાત માટે :- કાળા તલમાં ફાઇબર અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ ઘણું વધારે હોય છે જેના કારણે કબજિયાતની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. તલમાંથી મળી આવતું તેલ આંતરડાને Lubricate કરવામાં મદદ કરે છે.

2. દાંતો માટે :- તલમાં પ્રાકૃતિક સ્વરૂપે જે તેલ મળી આવે છે તે દાંતમાં રહેલા પ્લાકને દૂર કરે છે. દાંતનો સડો અને પેઢાની બીમારીઓથી પણ બચાવે છે. એવામાં જો સવારે ખાલી પેટ શેકેલા તલને ચાવવામાં આવે તો તેનાથી દાંત અને પેઢા મજબૂત બને છે અને મોંઢાની દૂર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે.

3. હાડકાં માટે :- તલ હાડકાંને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનું કારણ એ છે કે તલમાં ડાયેટ્રી પ્રોટીન અને એમિનો એસિડ મળી આવે છે જે હાડકાંના વિકાસને પ્રોત્સાહન આપે છે અને હાડકાંને નબળાં થવાથી બચાવે છે જેનાથી આર્થરાઇટિસ જેવી બીમારીઓથી બચાવી શકે છે.

4. લોહી બનાવવા માટે :- તલ ખાવાથી આપણા શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. જો કોઇ વ્યક્તિને એનીમિયાની બીમારી હોય તો તેને પણ તલ ખાવું જોઇએ કારણ કે તલમાં આયર્ન પણ હોય છે જે લોહીની ઉણપની સમસ્યાને દૂર કરે છે.

5. સ્કિન અને વાળ માટે :- એન્ટી ઑક્સિડેન્ટ્સથી ભરપૂર તલ ચહેરા પર જોવા મળતી ઉંમરની નિશાનીને ઓછી કરે છે અને તલનં તેલ સ્કિનને સૉફ્ટ બનાવે છે. આ ઉપરાંત ઓમેગા ફેટી એસિડથી ભરપૂર તલ વાળને મૂડમાંથી મજબૂત બનાવીને વાળનો ગ્રોથ પણ વધારે છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.