કોરોનામાં ડ્યુટી કરી રહેલા પોલીસને જમવાનું આપે છે 89 વર્ષીય દાદી, નામ પૂછયુ તો કહ્યું ગુમનામ રહેવા દો…

News

આજે આપણા દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે અને આ મહામારી ક્યારે અટકશે તેનું કોઈ નામો નિશાન જોવા નથી મળી રહ્યું પણ તેની સાથે દેશભરમાં કેટલાય એવા લોકો સેવા કરી રહ્યા છે, જેમને નથી કોઈ નામ કમાવું કે નથી કોઈ પણ જાતની પ્રસિદ્ધ જોઈતી.

‘કેમ? તું મારી સાથે લગન કરવા ઈચ્છે છે? ‘ 89 વર્ષીય વૃદ્ધ મહિલાને જ્યારે તેનુ નામ પૂછવામાં આવે ત્યારે તે આ જવાબ આપે છે. આ મહિલાની સેવાની સુવાસ કેરળના તિરુવનંતપુરમમાં ચારે બાજુ ફેલાઈ ગઈ છે. તે કોવિડ પર ફરજ બજાવતા પોલીસ જવાનોને પોતાના વિશે કંઇ કહ્યા વિના ફૂડ પેકેટ આપતી રહે છે.

જ્યારે એક અખબારે તેની તસવીર છાપામાં છાપી ત્યારે ઘણા લોકો તેનું નામ જાણવા માંગતા હતા. તેમની તસવીર અખબારના ફોટોગ્રાફર વિન્સેન્ટ પલ્લિકલે લીધી હતી. તેમના વિશે વધુ જાણવા માટે, જ્યારે પત્રકાર તેનો સંપર્ક કરવા માંગતો હતો, ત્યારે તેણે પોતાના વિશે કંઈપણ કહેવાની ના પાડી દીધી હતી. તે ઇચ્છે છે કે તેનું નામ ગુમનામ રહે અને લોકો તેના વિશે વધારે ન જાણે, પત્રકારે પણ તેમના આ નિર્ણયને માન આપ્યું હતું અને વધુ માહિતી આપી ન હતી.

આ દાદી ઘણાં વર્ષોથી આ શહેરમાં રહે છે અને આ રીતે સેવાકીય કામગીરી કરે છે. તેમની પુત્રી અને જમાઈ તામિલનાડુની એક મોટી કોલેજમાં સિનિયર ફેકલ્ટી હોદ્દા ધરાવે છે. તે જરૂરીયાતમંદોને શોધે છે અને તરત જ તેમની મદદ કરે છે.

આ દાદીની તસવીર ખુબજ વાયરલ થઈ હતી, જ્યારે તે રોડ પર એક જંકશન પર કોવિડ ડ્યુટી પર તૈનાત પોલીસકર્મીઓને ફૂડ પેકેટ આપી રહી હતી. અહીં ફરજ પરના એક સિવિલ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “તે એક દિવસ પહેલા અહીંથી તેની કારમાં પસાર થઈ હતી. અમે તેને રોકી ન નહીં કારણ કે તે ખૂબ જ વૃદ્ધ છે અને કારમાં એકલી હતી. થોડી વારમાં તે જ વાહન ફરી આવ્યું અને આવી અમારાથી આગળ. “ઉભુ રહી ગયું. તેમણે એક મહિલા પોલીસ કર્મચારીને ભોજનનું પેકેટ આપ્યું અને તેમની સાથે વાત કરવા લાગ્યા હતા. અમને ભોજન લેતી વખતે થોડો ડર લાગ્યો, પછી એ દાદીએ કહ્યું કે ભોજન કોરોના મુક્ત છે.”

આ તસવીર વાયરલ થતાં દેશવાસીઓ આ અનામી ઉમદા હૃદયના દાદીના વખાણ કરતાં થાકતા ન હતા.

Leave a Reply

Your email address will not be published.