મહાભારતના શકુની મામા જુગારમાં શા માટે કોઈ દિવસ હાર્યા નથી તો જાણો તેના જાદુઈ પાસાનું રહસ્ય.

Dharma

જ્યારે પણ મહાભારતનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે તેમના દુર્યોધન ના મામા અને ગાંધારીના ભાઈ શકુનીનુ નામ ચોક્કસપણે સામે આવે છે. શકુની વિશે કહેવામા આવે છે કે તેમણે દુર્યોધનનાં મનમા પાંડવો પ્રત્યે નફરતનુ બીજ વાવ્યુ હતુ. જુગારની એવી રમત રમી હતી કે કૌરવો અને પાંડવો મહાભારતના મહાયુદ્ધ માટે તૈયાર થઈ ગયા. જે બાદ કુરુ વંશનો નાશ થયો હતો.

ધાર્મિક દંતકથા અનુસાર શકુની નહોતા ઈચ્છતા હતા કે તેમની બહેન ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થાય, પરંતુ ભીષ્મ પિતામહના દબાણમા આવીને ગાંધારીને ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરવા પડ્યા હતા. તેથી તે બદલાની ભાવનાથી હસ્તિનાપુર આવ્યો અને કાવતરું શરૂ કર્યું.
એકવાર ભીષ્મ પિતામહએ શકુનીના આખા કુટુંબને બંદીગૃહમા કેદ કરી દીધો હતો.

બંદી ગૃહમા દરેકને એટલુ જ ખાવાનુ આપવામા આવતુ હતુ કે ધીરે-ધીરે તે લોકો તડપી તડપીને મરી જાય. જ્યારે ભૂખને લીધે શકુનીના બધા ભાઈઓ એકબીજાની વચ્ચે ભોજન માટે લડવાનું શરૂ કરી દીધા ત્યારે તેમના પિતાએ નિર્ણય કર્યો કે હવેથી માત્ર એક જ વ્યક્તિ આખો ખોરાક ખાશે.

તેમણે કહ્યું કે આપણે બધા આપણો જીવ આપીને એક આદમીનો જીવ બચાવીશું જે આપણી સાથે થયેલા અન્યાયનો બદલો લઈ શકે છે. તેથી નક્કી કરવામાં આવ્યુ કે જે સૌથી હોંશિયાર અને બુદ્ધિશાળી છે તે જ ખોરાક ખાશે. શકુની સૌથી નાનો પણ હોંશિયાર અને બુદ્ધિશાળી હતો તેથી બધુ ભોજન શકુનીને મળવા લાગ્યુ. શકુનીએ તેના પરિવાર સાથે થયેલ અત્યાચાર ભૂલી ના જાય તે માટે તેના પરિવારે તેના એક પગ તોડી નાખ્યો જેના કારણે શકુની લંગડા ચાલતા હતા.

જ્યારે શકુનીના પિતા જેલમાં મરવાની અણી ઉપર આવી ગયા ત્યારે તેમણે શકુનીનો ચોસર પ્રત્યેનો રસ જોયો અને શકુનીને કહ્યુ કે મારા મૃત્યુ પછી મારી આંગળીઓમાંથી પાસા બનાવજે. આમા મારો ગુસ્સો રહેલો હશે જેથી ચોસરની રમતમાં કોઈ તને હરાવી શકશે નહીં. આને લીધે શકુની દરેક વખતે ચોસરની રમતમાં જીત મેળવતા હતા. આ રમતમાં તે પાંડવોને હરાવવામાં સફળ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.