લિપેડેમા અથવા ફેટસિન્ડ્રોમ તરીકે ઓળખાતો આ અસાધ્ય રોગ મુખ્ય રીતે મહિલાઓમાં જોવા મળે છે. આ અસાધ્ય બીમારીમાં શરીરમાં પીઠ નીચેના ભાગમાં વધુ પ્રમાણમાં ચરબી ભેગી થવા લાગે છે. ધીમે ધીમે આ બીમારી પીંડીઓ અને થાપાના ભાગ સુધી પણ ફેલાઇ શકે છે. ઘણી વાર તો ગર્ભાવસ્થા પછી શરીરના ઉપરના ભાગની અને કમર પરની ચરબી ઉતરી જાય છે પરંતુ પીઠ નીચેના થાપા અને પગ, પીંડીમાં ચરબીના થર જામવા લાગે છે.
આથી ઘણી વાર ચાલવામાં અને હરવા ફરવામાં પણ તકલીફ પડે છે. પુરુષોમાં આ બીમારી નહિવત પ્રમાણમાં થાય છે, જયારે મહિલાઓમાં લિપેડેમાં ખૂબજ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જો કે ઘણા આ બીમારીને મોટાપો(મેદસ્વીતા) સમજે છે પરંતુ તે મોટાપાથી જુદો રોગ છે. એવું માનવામાં આવે છે કે વિશ્વમાં ૩૭ કરોડથી પણ વધુ મહિલાઓ આ અસાધ્ય ગણાતી લિપેડેમાના રોગની શિકાર બની છે.
આ એવો રોગ છે જેને દર્દીના ખોરાક કે જીવન જીવવાની રીતમાં અનિયમિતા સાથે કોઇ જ લેવા દેવા નથી. આ એક પ્રકારની પીડા આપનારી આનુંવાંશિક બીમારી છે જેના માટે કેટલાક મેટાબોલિક, સોજો લાવતા બેકટેરિયા અને હોર્મોન જવાબદાર હોય છે.
આ બીમારીનું પહેલા તો કોઈએ પણ નામ સાંભળ્યું ન હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બીમારી ખુબજ મોટા પ્રમાણમાં વધતી જાય છે. આ બીમારી મહિલાઓમાં યુવાવસ્થા, ગર્ભાવસ્થાથી માંડીને મેનોપોઝ દરમિયાન પણ થઇ શકે છે. જયારે આરામ કરતા હોઇએ ત્યારે પણ શરીરના એ ભાગ પર પોચા હાથે અડવામાં આવે તો પણ દુખાવો થવો એ આ રોગનું સૌથી મોટું લક્ષણ છે.
લિપોડેમામાં ચામડી સ્થિતિ સ્થાપકતા ખોઇ બેસે છે. હલન ચલન સાવ ઓછું અથવા તો ધીમે ધીમે સાવ બંધ જ થઇ જાય છે. જયારે આ રોગની શરુઆત થાય ત્યારે ઠંડી લાગવી, થાક લાગવો અને ચામડી રબર જેવી થઈ જેવી વગેરે સમસ્યાઓ જોવા મળે છે.
લિપેડેમા રોગથી ભેગા થયેલા ચરબીના થરને દુર કરવા માટે કમ્પ્રેશનવાળા ઉપકરણોનો ઉપયોગ વધતો જાય છે. માલિશ, પ્રેસોથેરેપી, શોકવેવ્સ, મોસોથેરેપી અને રેડિયો વેવ થેરેપીનો ઉપયોગ થાય છે. નિષ્ણાત ડોકટર્સ લિપેડેમાની સારવાર દર્દીની શારીરિક સ્થિતિ જોઇને કરે છે.
આ રોગનો કોઇ રામબાણ ઇલાજ નથી, ત્યારે શરીરમાં આવેલા બદલાવોને સ્વીકારીને માનસિક રીતે સ્વસ્થ રહેવા પ્રયાસ કરવો એ જ કારગર ઉપાય છે.
તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!