જો તમે તુલસીમાતા પાસે કેટલીક નકારાત્મક વસ્તુઓ મુકશો તો તુલસીમાતા તમને ક્યારેય માફ નહી કરે, ચાલો તો જાણીએ કે કઈ વસ્તુઓ તુલસી માતા પાસે મુકવાથી આપણને પાપ લાગે છે અને જીવન બરબાદ થઇ જાય છે.
1. તુલસીમાતાની આસપાસ ક્યારેય કપડાં ન સુકાવવા જોઈએ, આવું કરવાથી નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં આવે છે અને તુલસીમાતાની આસપાસ કપડાં સૂકવવાથી તુલસીમાતા ક્રોધિત થઇ જાય છે. જેથી ક્યારેય તુલસીમાતાની આસપાસ કપડાં સુકવવવા જોઈએ નહીં.
2. તુલસી માતાની આસપાસ ક્યારેય કચરો દેખાવો જોઈએ નહીં, અને તુલસીમાતાની આસપાસ ક્યારેય કચરાનો ડબ્બો ન હોવો જોઈએ. આવું કરવાથી તુલસીમાતા સુકાઈ જાય છે અને તુલસીના સુકાવાથી તમારા ઘરમાં પણ કોઈ મોટું નુકસાન થઇ શકે છે.
3. ક્યારેય તુલસીના કુંડામાં ગણેશજીને ન મુકવા જોઈએ. જો તમે તુલસીમાતાના કુંડામાં ગણેશજીને મુકશો તો તમારા ઘરમાં લડાઈ ઝઘડા થઈ શકે છે અને તમારા ઘરમાં કોઈનું અચાનક મોત થઇ શકે છે.
4. તુલસીના કુંડાની આસપાસ ક્યારેય ચપ્પલ ન મુકવા જોઈએ. અને જો હોય તો તરત જ તેને હટાવીને તુલસી માતાની માફી માંગી લો. અને જો એવું થશે તો તમારા ઘરમાંથી ધનની દેવી માતા લક્ષ્મી રિસાઈને જતા રહેશે.
5. તુલસીના કુંડા પાસે કે તુલસીના ક્યારા નીચે શિવજી ને કે શિવલિંગ ને ક્યારેય ન મુકશો, એવું કરવાથી તમારા ઘરમાં વિવાદ થઇ શકે છે કે પછી તમને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડી શકે છે.
6.તુલસીના કુંડામાં ક્યારેય ખાદ્ય પદાર્થો કે દવાઓનો પ્રયોગ ન કરવો જોઈએ, અને તુલસીના છોડનું ક્યારેય કટીંગ ન કરવું જોઈએ, તુલસીમાં ની દેખરેખ સ્નાન કર્યા પછી જ કરવી જોઈએ.
જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…