કરીના કપૂરથી માંડીને મલાઈકા ઓરોરા ચહેરા પર ગ્લો લાવવા કરે છે આ ઉપાય, જાણો તેમનું બ્યુટી સિક્રેટ

Beauty tips

દરેકની એવી ઈચ્છા હોય છે કે તેની સ્કીન હંમેશા ગ્લો કરતી રહે અને બધા જ લોકોથી વધુ સારી દેખાય. એ પછી કોઈ બોલીવુડ એક્ટ્રેસ હોય કે પછી હાઉસ વાઈફ હોય. સ્કીન માટે મહિલાઓ કંઈ પણ કરવા તૈયાર હોય છે. બસ ચહેરા પર ગ્લો આવવો જોઈએ.

જો વાત કરીએ બોલીવુડ અભિનેત્રીઓની. તો તેમના ચહેરા પર હંમેશા ગ્લો દેખાતો હોય છે. ત્યારે દરેકને સવાલ થાય કે આ અત્રિનેત્રીઓ એવી તો કંઈ પ્રોડક્ટ યુઝ કરતાં હશે કે જેનાથી તેમના ચહેરા હંમેશા સારા દેખાય છે. ત્યારે આજે અમે જણાવીશું તમને કે બોલીવુડની આ અભિનેત્રીઓ સ્કીન ગ્લો માટે શેનો ઉપયોગ કરે છે.

સુષ્મિતા સેન પણ સામાન્ય નુસ્ખાઓથી સ્કીન કેર કરે છે. સુષ્મિતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહેલું છે કે, તે ચણાનો લોટ અને મલાઈને મિક્ષ કરીને ફેસ સ્ક્રબ તૈયાર કરે છે અને પછી થોડા સમય સુધી તે સ્ક્રબથી પોતાની સ્કીન પર મસાજ કરે છે. તમને જણાવી દઈએ કે, ચણાના લોટમાં જિંક અને સ્કીન રીપેર કરતા તત્વો હોય છે. જે ત્વચા પર પિંપલ અને ડાઘને દૂર કરે છે.

મલાઈકા અરોરા દરરોજ પોતાના ચહેરા પર એલોવેરા જેલ લગાવવાનું પસંદ કરે છે. જ્યારે પણ તેમને સમય મળે છે ત્યારે તેઓ એલોવેરા જેલ જરૂરથી લગાવે છે. જ્યારે પણ લાંબા સમય સુધી મેકઅપ લગાવીને રાખવો પડે છે ત્યારે મલાઈકા દિવસમાં બે વાર 10-10 મિનિટ માટે એલોવેરા જેલ લગાવીને સ્કીનની સંભાળ રાખે છે.

આ સાથે મલાઈકા તેના ચહેરા પર મધ લગાવવાનું પણ પસદ કરે છે. મધ ચહેરા પર ગ્લો લાવે છે અને તેનાથી ચહેરો એકદમ સુંદર દેખાઈ છે. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ જેમાં મલાઈકા અરોરા, સોનમ કપૂર, યામી ગૌતમ જેવી ટોપ એક્ટ્રેસ પોતાના ચહેરા પર ક્લે ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. ત્વચાની જરૂરિયાત મુજબ રુટિન અલગ અલગ હોય છે. કોઈ દરરોજ તો કોઈ સપ્તાહમાં એકવાર આ પેકને ચહેરા પર લગાવે છે. જણાવી દઈએ કે, ક્લે ફેસ પેક ત્વચાની તમામ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓ સ્કિન કેર માટે પારંપરિક નુસ્ખાઓ પર ભરોસો કરે છે. સ્કીન પર ગ્લો આવે તે માટે અભિનેત્રીઓ ઘરેલૂ નુસ્ખાઓનો ઉપયોગ કરે છે. પ્રિયંકા ચોપડા પોતાના ચહેરા પર એક પારંપરિક ફેસ પેક લગાવે છે. દહીં, ઓટમીલ અને તેમાં થોડી હળદર મેળવીને પેસ્ટ તૈયાર કરે છે. જે પોતાના ચહેરા પર લગાવે છે. અને અડધી કલાક બાદ ચહેરાને પાણીથી સાફ કરી લે છે. આ ઘરેલૂં નુસ્ખાથી તેની સ્કીન એકદમ શાનદાર રહે છે.

કરિશ્મા કપૂર અને કરીના કપૂર બંને બહેનો પોતાની સ્કીનને સુંદર રાખવા માટે ચહેરા પર માચા ફેસ પેક લગાવે છે. માચા એક ખાસ પ્રકારની ગ્રીન-ટી છે. માચા એન્ટી-ઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઈંફ્લામેન્ટ્રી ગુણોથી ભરપૂર હોય છે. જેનાથી તૈયાર થયેલા ફેસ પેકને ચહેરા પર લગાવવાથી સ્કિનમાં રેડિએન્ટ ગ્લો આવે છે. માચા ટીમાં ક્લોરોફિલ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરની અંદર પહોંચીને ત્વચામાં ગુલાબી નિખાર લાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *