મોંઘી દવા વગર ચામડીના તમામ રોગનો 100% અસરકારક ઉપચાર…

Health

ચામડીના રોગની તકલીફ ઘણાં લોકોને થતી રહેતી હોય છે. માત્ર સોરાઇસીસ કે કોઢને જ ચામડીનાં રોગ નથી કહેવાતા, આમા પણ અનેક અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે, કરોળીયા, દાદ, ફોલ્લી થવી, ત્વચા ઉપર કોઇ એક જગ્યાએ ખૂબ જ ખંજવાળ આવવી, કોઇ જગ્યાએ ચામડી ઉખડવી, એલર્જી થવી આવી ઘણી તકલીફનો પણ તેમાં સમાવેશ થાય છે. ગત સપ્તાહમાં આપણે આ તકલીફના કારણ, લક્ષણ અને તે થાય તો શું કાળજી લેવી, ભોજન કેવું લેવું તે વિશે વાત કરી, આજે આપણે ચામડીના રોગનો ઘરેલુ ઉપાય શું કરવો તે વિશે થોડી વાત કરી લઇએ. તમે આ પ્રકારની કોઇપણ તકલીફ થવાની શરુઆત થઇ હોય તો તમે ઘરેલૂ ઉપાય અજમાવીને તેને ડામી શકો છો. અલબત્ત તકલીફ વધી જાય તો એકવાર ડોક્ટરની સલાહ અચુક લઇ લેવી જોઇએ પણ તે પહેલાં તમે ઘરેલૂ ઉપાય વડે તેને ચોક્કસ નાથી શકો છો.

દાદર અને ખરજવાની સમસ્યામાં આમલસાર ગંધકને ગૌમૂત્રના અર્કમાં ભેળવીને જો દરરોજ સવારે અને સાંજે લગાવવામાં આવે તો આ દાદરની સમસ્યા એકદમથી ઠીક થઇ જાય છે. શુદ્ધ કરેલ આમલસાર ગંધકને ૧૦ ગ્રામ ગૌમૂત્રના અર્ક સાથે ભેળવી ૯૦ દિવસ નિરંતર પીવાથી તમામ ચામડીની બીમારીઓમાં રાહત મળે છે.

સૌ પહેલાં ગંધકને તલનાં તેલમાં નાખીને ધીમા તાપ પર ગરમ કરો. ત્યારબાદ આ ગંધક તેલમાં સિંદૂર પાવડર ઉમેરી દો. સિંદૂરનો રંગ કાળો થાય ત્યાં સુધી તેને પકાવો અને આગની નીચે ઉતારીને ગરમ-ગરમ જ તે વાસણમાં ઘૂંટીને મલમ જેવું બનાવી લો. આ મલમ એગ્ઝિમાની સમસ્યા, દાદર, ખંજવાળ, અલ્સર વગેરે જેવી ચામડીની સમસ્યાઓમા ફાયદાકારક છે. આ મલમને નિયમિત બંને ટાઈમ લગાવો.

આ સિવાય જો તમે ગંધક ૧૦ ગ્રામ, પારો ૩ ગ્રામ, મસ્તર ૩ ગ્રામ, તુતીય ૩ ગ્રામ, કંપિલો ૧૫ ગ્રામ, રાલકામ ૧૫ ગ્રામ આ બધી જ સામગ્રીને વાટીને સારી રીતે ભેળવી દો. ત્યારબાદ આ મિશ્રણને કપડાથી ચાળીને એક બોટલમાં રાખી દો. આ સિવાય દાદરની સમસ્યામા કેરોસીનમાં લેપ બનાવીને લગાવો. આ સિવાય જો તમે ખરજવાની સમસ્યાથી પીડાતા હોવ તો સરસિયાનું તેલ આ લેપ સાથે ભેળવીને નિયમિત સવાર-સાંજ લગાવો. આ સિવાય જો તમે કોઈ એલર્જીથી પીડાતા હોવ તો લીમડાનું તેલ આ લેપ સાથે ભેળવીને લગાવો.

ચામડીની સમસ્યાઓ જડમૂળથી દૂર કરનાર અર્ક:- શુદ્ધ આમલસાર ગંધક, બ્રહ્મદંડી, પવારનાં બીજ, સ્વર્ણક્ષીરીનાં મૂળ, ભૃંગરાજનું પંચાંગ, લીમડાનાં પાંદડાં, બાવચી, પીપરની છાલ આ બધાને ૧૦૦ ગ્રામનાં પ્રમાણમાં લઈને અને ૧૦ ગ્રામ નાની ઈલાયચી સાથે વાટીને સાંજના સમયે ત્રણ લિટર પાણીમાં પલાળી દો. સવારે આ બધાનો અર્ક કાઢી લો. ત્યારબાદ આ અર્ક ૧૦ ગ્રામના પ્રમાણમાં સવારે ભૂખ્યા પેટે સાકર સાથે પીવાથી ચામડીની સમસ્યાઓ જડમૂળથી દૂર થાય છે. આ નુસખાના પ્રયોગથી લોહી શુદ્ધ થાય છે તથા આંખોની નીચેની કાળાશ, દાદર, ખંજવાળ, ખીલ વગેરે સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

ગરમીની સીઝનમાં પરસેવાને કારણે ચામડી ઉપર ફંગસ જલદીથી થઇ જતી હોય છે, તેને કારણે જ મોટાભાગના ચામડીના રોગ થાય છે. તેથી ખાસ ઉનાળામાં કડવા લિમડાને પાણીમાં ઉકાળીને તે પાણીથી નહાવું, કડવા લિમડાંના તાજા આવેલાં પાનને સવારે ખાલી પેટે ખાવાથી પણ ચામડીના રોગથી છુટકારો મળે છે.

મૂળાના પાનનો રસ કાઢીને જે જગ્યાએ ખરજવું થયું હોય ત્યાં લગાવવાથી તે ઠીક થઇ જાય છે, ત્વચાની અંદર પાણી ભરાતું હોય અને તેને કારણે કોઇ જગ્યાએ સોજો ચડતો હોય તો મૂળો અને તલ રોજે ખાવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે ખીલની સમસ્યા કબજીયાતને કારણે જ થતી હોય છે. મૂળાની અંદર ક્લોરીન અને સોડીયમ હોય છે, તે કબજીયાતની તકલીફથી છુટકારો અપાવે છે, તેથી ખીલની સમસ્યા નથી થતી.

ચામડીના રોગોમાં સફરજનનો રસ પણ ખૂબ જ અસરકારક છે, જે જગ્યાએ દાદ, ખરજવું કે કરોળીયા થયાં હોય ત્યાં સફરજનનો રસ લગાવવાથી પણ રાહત થાય છે. સફરજન લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. લોહી શુદ્ધ થાય તો આપોઆપ ઘણી ચામડીની તકલીફ દુર થઇ જતી હોય છે, તેથી રોજે એક સફરજનનું સેવન કરવાથી પણ તેમાં રાહત થશે.

આયુર્વેદમાં કહેવાયું છે કે દાદ અને ખરજવું થયું હોય તો સવારે તાજુ ગૌમૂત્ર લગાવવાથી પણ તેમાં રાહત મળે છે, ફોડલી થતી હોય ત્યાં લસણનો રસ લગાવવાથી રાહત મળે છે, સૂરજમુખીનાં ફુલ અને લસણને એક સાથે વાટીને તેની પોટલી બાંધીને ગળે બાંધવાથી કંઠમાળની ગાંઠમાં રાહત મળે છે.

સરસીયામાં લસણની બે ત્રણ કળી નાખી તેને ગરમ કરીને શરીર ઉપર લગાવવાથી ખંજવાળની સમસ્યા તેમજ ફોતરી ઉખડવાની સમસ્યામાં રાહત મળે છે, વધારે પડતી સુકી ચામડીની સમસ્યા હોય, અને તેને કારણે આખા શરીરે ખંજવાળ આવતી હોય તો તેલમાં થોડી હળદર મિક્સ કરીને શરીર ઉપર માલીશ કરીને નાહવાથી તે સમસ્યામાંથી છુટકારો મળે છે.

કારેલાનો રસ પીવાથી પણ કરોળીયા જેવી સમસ્યાથી છુટકારો મળે છે. આ બધા એવા રોગ છે જે મોટેભાગે લોહીની ખરાબીથી થતાં હોય છે, કારેલાનો રસ લોહી શુદ્ધ કરે છે.

દર શિયાળામાં તમારે સરસવ તેલ, મહા મરિચ્યાદિ તેલ અથવા તો ચર્મ રોગહર તેલ લગાવીને માલિશ કરવી. માલિશ કર્યા પછી થોડીવાર તડકામાં બેસવું અથવા તો માલિશના એકાદ કલાક બાદ લીમડાના પાન નાખીને ઉકાળેલા પાણીથી સ્નાન કરી લેવું.

એક શિયાળાથી બીજો શિયાળો આવે ત્યાં સુધી ઔષધો આ પ્રમાણે લેવા, પંચતિક્તઘૃત ગૂગળ બે બે ગોલી સવાર સાંજ ભૂકો કરીને પાણી સાથે લેવી, કિશોર ગૂગળ, આરોગ્ય વર્ધિની તથા ગંધક-રસાયન ટીકડી બે બે સવાર સાંજ પાણી સાથે લેવી, ચાર ચમચી ખદિરાદિષ્ટમાં ચાર ચમચી મંજિષ્ઠાદિક્વાથ (પ્રવાહી) મેળવી, એટલું જ સામે પાણી ઉમેરી જમ્યા બાદ પીવું.

રોજ રાતે સૂતી વખતે જે ભાગમાં ખૂજલી આવતી હોય ત્યાં મહામરિચ્યાદિ તેલ અથવા કચ્છુ રાક્ષસ તેલ લગાવવું. ચામડીની રૂક્ષતા ધીમે ધીમે ઓછી થતી જશે અને ખૂજલી પણ ઘટશે. સવારે લીમડાના પાન નાખીને ઉકાળેલા પાણીથી સ્નાન કરવું, રોજ સવારે એકથી બે ચમચી જેટલું પંચતિક્તઘૃત (ઘી) હળદરવાળા ગરમ દૂધમાં મેળવી પી જવું.

પરેજીમાં દહીં, ગોળ, કેળાં, શિખંડ, આઈસક્રીમ જેવા પદાર્થો ન લેવા. હાંડવો, ઢોકળાં, ખમણ, ઇડલી, ઢોંસા, ઉત્તપમ કે દહીંવડાં જેવાં ખાટાં કે આથો આવીને તૈયાર થતાં હોય તેવા પદાર્થો ન લેવાં. લૂખો, ઠંડો (શીતલ) તથા વાસી (ટાઢો) ખોરાક ન ખાવો  રોજં ખોરાકમાં ગાયનું ઘી ખાસ લેવું. લસણ, મેથી, તલનું તેલ, ફુદીનો, લીલી હળદર, આદું તથા ફુદીનો તમારા માટે પથ્ય છે. 

ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે. ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર ‍અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે. કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે. 

ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી, લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે. પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું અને ખસ મટે છે. જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખૂજલી મટે છે. કોપરું ખાવાથી અને કોપરું બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે. ટમેટાંના રસમાંથી તેનાથી બમણું કોપરેલ મેળવીને શરીર પર માલિશ કરી, અર્ધા કલાક પછી સ્‍નાન કરવાથી ખૂજલી મટે છે. રાઈને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે. 

તુવેરનાં પાન બાળી દહીંમાં વાટીને ચોપડવાથી ખસ મટે છે. આખા શરીરે ખૂજલી આવતી હોય તો સરસિયાના તેલથી માલિશ કરવાથી ખૂજલી મટે છે. કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર ઉપર માલિશ કરવાથી ખૂજલી, દાદર મટે છે. તુલસીના પાનનો રસ શરીર ઉપર ઘસવાથી ખૂજલી મટે છે. મધ્‍યમ કદનું, ખેતરમાં થતું બટાકું બાફી, તેની પોટીસ કરી રાત્રે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો, આ રીતે દોઢ માસ સુધી કરવાથી જૂનું હઠીલું સુકું ખરજવું મટે છે. દાદર,ખરજવા ઉપર ઘાસતેલમાં ગંધક મેળવીને લગાડવાથી ખરજવું મટી જાય છે. ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ, ૨૦ વર્ષથી આયુર્વેદના અનુભવી, ભૂ.પૂ.બ્રાન્ચ મેનેજર, આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.