આ સાંભળીને તમે પણ હેરાન થઇ ગયા ને?, પરંતુ આ હકીકત છે કે ભીના મોજા પહેરીને સૂવાથી મળે છે અનેકો ફાયદા, આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે ભીના મોજા પહેરીને સૂવાથી તમને ક્યાં ક્યાં સ્વાસ્થ્ય લાભ થાય છે ચાલો જાણીએ.આજ કાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તે પોતાના સ્વાસ્થ્ય માટે પણ સમય કાઢી શકતા નથી. લોકો પાસે ઘણી કલા અને કુશળતાઓ છે, પણ આજકાલના સોશ્યિલ મીડિયાવાળા યુગમાં ટકી રહેવા માટે એક કરતા વધુ કલા અને કુશળતા શીખવા પાછળ દોડતા રહેવું પડે છે. આ માટે જો તમે તમારી આવડત વધારવા ઈચ્છતા હોવ તો તમારે યોગ્ય શારીરિક ક્ષમ કરવો ખુબ જ જરૂરી છે.
દુનિયામાં એવા ઘણા લોકો છે જે શરીરની શક્તિ વધારવા માટે ઘણા પ્રયત્નો કરે છે. તેના માટે તે કલાકો વર્કઆઉટ કરે છે અને ઘણા બીજા પ્રયાસો પણ કરે છે પરંતુ, ખૂબ પ્રયાસ કર્યા પછી પણ આ અંગે શુ કરવુ તેના વિશે સાચી ખબર નથી પડતી!
આપણે જયારે પણ સ્વાસ્થ્ય માટે સજાગ બનતા નથી ત્યારે આપણે પણ કોઈ ગંભીર બીમારી કે રોગના શિકાર બનીએ છીએ ત્યારે તેના નિદાન માટે હોસ્પિટલના ચક્કર લગાવીએ છીએ, પરંતુ એવા કેટલાક ઘરેલુ અને દેશી નુસખા છે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજે આપણે ભીના મોજા પહેરીને સૂવાના કેટલાક મહત્વપૂર્ણ ફાયદાઓ વિશે જાણીએ.
તાવ માટે છે ફાયદાકારક
આપણને જયારે પણ તાવ આવે છે ત્યારે સામાન્ય રીતે આપણા શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે અને ઘણીવાર દવાઓ ના સેવન કર્યા બાદ પણ કોઈ ખાસ ફર્ક પડતો નથી. આવી સ્થિતિમાં તમે એક બાઉલમા બે ગ્લાસ પાણી અને એક ચમચી વિનેગર બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમા તમારા મોજા પલાળી રાખો અને તેને સારી રીતે નીચવી લો અને પહેરો. આ ઉપાયથી લગભગ ૪૦ મિનિટની અંદર જ તમારા શરીર નુ તાપમાન સામાન્ય થઇ જશે.
શરદી અને કફમાં આપે છે રાહત
ઉનાળાની વધુ પડતી ગરમીના કારણે શરીરનુ તાપમાન હમેંશા વધઘટ થયા કરતુ હોય છે, જેના કારણે લોકોને મોટે ભાગે શરદી અને કફ જેવી બીમારીઓ થાય છે. આ બીમારીમાંથી મુક્તથવા માટે બે કપ દૂધમા એક ચમચી મધ અને બે મોટી ડુંગળી સમારીને નાખો અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દો અને ત્યારબાદ તેને ૧૫ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેમા મોજાને થોડી વાર પલાળી રાખો અને તેને સારી રીતે નીચવી લો અને તેને રાતે સુતા પહેલા પગમા પહેરો, જેથી તમારી શરદી-ઉધરસ ની સમસ્યા તુરંત દૂર થઇ જશે.
પાચનશક્તિ વધારે છે
ઘણા લોકોને પાચન શક્તિ નબળી હોવાની સમસ્યા હોય છે પાચન શક્તિ નબળી હોવાને કારણે શરીરમા ઘણા પ્રકારના રોગો થાય છે. આવી સ્થિતિમા કાળું જીરુ અને વરિયાળી ને લગભગ ૧૫ મિનિટ સુધી પાણીમા ઉકાળો અને આ પાણીમા તમારા મોજા પલાળો અને તેમને સારી રીતે નીચવીને રાતે સુતા પહેલા પહેરો. આ ઉપાય કર્યાના અડધો કલાક પછી તમારી પાચનશક્તિ સામાન્ય થઇ જશે.
શરીરને મળે છે એનર્જી
આ ઉપાયથી આપણા શરીરને એક એવી ઉર્જા મળે છે જેના લીધે તમે તમારો આખો દિવસ તાજગી ભરેલો રહે છે. આ ઉર્જા એ તમારા શરીરને તાજ્ગીમય અને સ્ફૂર્તિમય બનાવે છે. જો તમે નિયમિત આ ઉપાય અજમાવો તો તમારો દરરોજ નો થાક પણ ઓછો થાય છે. આના સિવાય તમારુ વજન પણ નિયંત્રણમા રહે છે અને આ ઉપાયથી તમારી વધારાની ચરબી પણ દૂર થાય છે, જેથી તમારુ શરીર સુડોળ અને આકર્ષક બને છે.
જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…