ફ્લોપ હોવા છતાં આ કારણે સુપર હિટ છે અમિતાભની ‘સૂર્યવંશમ’, જાણો કેમ દેખાડવામાં આવે ટીવી પર વારંવાર ?

Bollywood

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પોતાની 50 વર્ષની લાંબી કારકિર્દીમાં એક કરતા વધારે સફળ ફિલ્મો આપી છે. સદીના મહાન નાયક અમિતાભ બચ્ચનને લોકોએ ખુબજ પ્રેમ કર્યો છે. આજે પણ ચાહકોને તેની ફિલ્મો ખૂબ ગમે છે. ઘણી હિટ ફિલ્મો આપવા ઉપરાંત અમિતાભ બચ્ચનની કારકિર્દીમાં ઘણી ફ્લોપ ફિલ્મો પણ રહેલી છે. આવી જ એક ફિલ્મ છે ‘સૂર્યવંશમ્’. જોકે ફ્લોપ હોવા છતાં આ ફિલ્મ વિશે ઘણી ચર્ચાઓ થતી રહી છે.

તમને જણાવી દઇએ કે, ભલે ફ્લોપ ફિલ્મોમાં સૂર્યવંશમનું નામ લેવામાં આવે, જોકે, અમિતાભ બચ્ચનની આ એવી ફિલ્મ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ ફિલ્મ વિશે ઘણી ચર્ચા થતી રહે છે. આ ફિલ્મ 21 મે 1999 ના રોજ રીલિઝ થઈ હતી. ઇ.વી.વી સત્યનારાયણ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇક ખાસ કમાલ કરી શકી નહોતી, પરંતુ જ્યારે તે ટીવી પર બતાવવામાં આવી ત્યારે તેના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મનું ટીવી પર એકતરફી રાજ છે.

રેખાનો આ ફિલ્મ સાથે છે ખાસ સંબંધ…

હિન્દી ફિલ્મની સદાબહાર અને સુંદર અભિનેત્રી રેખાનો પણ આ ફિલ્મ સાથે ખાસ સંબંધ છે. જોકે, ફિલ્મમાં અમિતાભ બચ્ચનની માતા અને પત્નીની ભૂમિકા કરવાવાળી અભિનેત્રીને રેખાએ અવાજ આપ્યો હતો, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં જોવા મળ્યા હતા. તેણે પિતા અને પુત્ર બંનેની ભૂમિકા ભજવી હતી. તેની માતાની ભૂમિકા દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી જયા સુધા અને પત્નીની ભૂમિકા દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી સૌન્દર્યા બની હતા. રેખાએ માતા અને પત્નીની બંને ભૂમિકામાં પોતાનો અવાજ આપ્યો હતો. હવે પછી જયારે તમે આ ફિલ્મ ટીવી પર જોશો, તો આ વાત પર જરૂર ધ્યાન આપજો.

ફિલ્મ ટીવી પર સુપરહિટ છે…

નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મ અત્યાર સુધી ટીવી પર ઘણી વખત બતાવવામાં આવી છે. આ ફિલ્મ લગભગ દરેક લોકોએ જોઈ છે અને ટીવી પર દરેકને આ ફિલ્મ ખૂબ પસંદ આવી છે. તમને જણાવી દઇએ કે, સોની મેક્સ ચેનલે 100 વર્ષ સુધીના આ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા છે. આવી સ્થિતિમાં, સૂર્યવંશમ ઘણીવાર ટીવી પર આવે છે.

સૂર્યવંશમમાં અમિતાભ બચ્ચન, સૌંદર્ય અને જયા સુધા ઉપરાંત કાદર ખાન, અનુપમ ખેર અને રચના બેનર્જી જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં હતા. કાદર ખાને મેજર રણજિત સિંઘની ભૂમિકા ભજવી હતી, અનુપમ ખેરે ધર્મેન્દ્રની ભૂમિકા ભજવી હતી અને રચના બેનર્જીએ ગૌરીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં દરેકના કામને પસંદ કરવામાં આવ્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન તેની આગામી ફિલ્મ્સ બ્રહ્માસ્ત્ર અને ફેસિસના કારણે ચર્ચામાં છે. ઇમરાન હાશ્મી, રિયા ચક્રવર્તી અને અનુ કપૂર જેવા સ્ટાર્સ અમિતાભ સાથે જોવા મળશે. અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્રમાં તેમની સાથે જોવા મળશે. જ્યારે બિગ બીએ ફિલ્મ ‘ગુડબાય’ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. જોકે કોરોનાના રોગચાળાને કારણે આ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું છે. અમિતાભ સાથેની આ ફિલ્મમાં સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના મહત્વની ભૂમિકામાં છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *