બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું ગુરુવારે રાત્રે 1:52 કલાકે કાર્ડિયેક એટેકના કારણે મુંબઈમાં નિધન થયું છે. સરોજ ખાન 71 વર્ષના હતા. સરોજ ખાન 17 જૂનથી મુંબઇના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી તેથી તેને અહીં દાખલ કરવામાં આવ્યા હતા.
બોલિવુડના દિગ્ગજ કોરિયૉગ્રાફર ડાયાબિટીઝ અને તેના સંબંધિત બિમારીઓ સામે ઘણા લાંબા સમયથી ઝઝૂમી રહ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓ લાંબા સમયથી પોતાનું કાર્ય કરી શકતા ન હતા.
પરંતુ ગત વર્ષ (2019)માં તેમણે ધમાકેદાર મલ્ટીસ્ટાર ફિલ્મ ‘કલંક’ અને કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’માં એક ગીતનું કોરિયોગ્રાફ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, બોલિવુડના દિગ્ગજ કોરિયોગ્રાફરે માત્ર 3 વર્ષની ઉંમરથી પોતાનું બેકગ્રાઉન્ડ ડાંસર કરિયર શરૂ કર્યું હતું.
તેમણે 1974માં પહેલી વખત ગીતા મેરા નામથી કોરિયોગ્રાફર ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં કામ મળ્યું હતું.પોતાના કરિયરમાં 2000થી વધારે ગીતોમાં કોરિયોગ્રાફી કરનારી આ દિગ્ગજને ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. સરોજ ખાને ઘણી ફિલ્મોમાં રાઈટર તરીકે પણ કામ કર્યું છે.
સરોજ ખાનની મુખ્ય ફિલ્મોમાં શ્રી ભારત, નગીના, ચાંદની, તેઝાબ, થાણેદાર અને પુત્ર છે.સરોજ ખાનના પ્રથમ લગ્ન માસ્ટર બી. સોહનલાલ સાથે થયા હતાં. તે બન્નેની ઉંમરમાં 30 વર્ષનો તફાવત હતો. લગ્ન સમયે સરોજ ખાન 13 વર્ષની હતી.
ઇસ્લામ ધર્મ અપનાવીને, તેણે 43 વર્ષના સોહનલાલ સાથે લગ્ન કર્યા. સોહનલાલના આ બીજા લગ્ન હતા. સરોજ ખાને એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘એક દિવસ મારા ડાન્સ માસ્ટર સોહનલાલે મારા ગળામાં કાળો દોરો બાંધી દીધો હતો અને મેં તેની સાથે લગ્ન કરી લીધા’.
ઉલ્લેખનીય છે કે, 22 જૂને બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પણ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેમની હાલત સ્થિર હતી.