જાણો કોણ છે આ વ્યક્તિ, મોઢું જોઈને માં-બાપે જન્મ થતા જ છોડી દીધો, આજે દુનિયાને શીખવી રહ્યો છે…

Story

દુનિયાભરમાં એવા ઘણા બાળકો જન્મે છે જે શારિરીક અથવા માનસિક રીતે અસામાન્ય હોય છે. આમાંના ઘણા નસીબદાર બાળકોને તેમના માતાપિતા ઉપરવાળાની ઇચ્છા તરીકે સ્વીકારી લે છે, પરંતુ કેટલાક દંપતિઓ આવા બાળકોને બીજાના ભરોસે છોડી દે છે. કેનેડામાં રહેતા જોનો લેકેન્સ્ટરને જન્મ થતાં જ તેના માતાપિતાની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. જોનો લેકેન્સ્ટરમાં નાનપણથી ખૂબ જ દુર્લભ જેનેટિક ડિસઓર્ડર છે, જેના કારણે તેનો ચહેરો અન્ય લોકો કરતા અલગ છે.

જોનો લેન્કેસ્ટરની કહાની કોઈ પણ માટે પ્રેરણાદાયી બની શકે છે. જોનો બાળપણથી જ અન્ય બાળકો કરતા જુદા દેખાતો હતો, તમે તેની સ્થિતિનો અંદાજ આ વાત પરથી લગાવી શકો છો કે જન્મ થયાના માત્ર 36 કલાક બાદ જ, જોનોના માતા-પિતાએ તેને રાખવાનો ઇનકાર કર્યો હતો અને તેને દત્તક આપવા માટે એક સંસ્થાને આપી દેવામાં આવ્યો હતો. હાલમાં 26 વર્ષીય જોનો લેન્કેસ્ટર અન્ય લોકો માટે એક ઉદાહરણ રૂપ દાખલો બેસાડી રહ્યો છે.

જોનોના ગાલમાં હાડકાં નથી

જ્યારે જોનોનો જન્મ થયો ત્યારે તે ટ્રેચર કોલિન્સ સિન્ડ્રોમ નામનો દુર્લભ જેનેટિક ડિસઓર્ડરનો સામનો કરી રહ્યો હતો. આ રોગને લીધે, તેના ગાલમાં હાડકા નથી. તેણે ચહેરો સુધારવા માટે અનેક સર્જરીઓ પણ કરાવી હતી પરંતુ અનેક સર્જરીઓ કરાવવા છતાં તેના ચહેરા પર બહુ સુધારો થયો નહી. જોનોને પણ તેના અસામાન્ય ચહેરા સાથે લોકોની મજાકનો સામનો કરવો પડ્યો હતો, તેણે જીવનનો લાંબો સમય માનસિક તણાવમાં પસાર કર્યો. પરંતુ તેને ક્યારેય પરિસ્થિતિ સામે ઝુક્યો નહિ.

નોકરી મળ્યા પછી આત્મવિશ્વાસ વધ્યો

જોનોના જીવનમાં એ સમયે બદલાવ આવ્યો જયારે ત્યારે તેને રીફ્લેક્સ બારમાં નોકરી મળી. આ નોકરી પછી, જોનોનો આત્મવિશ્વાસ વધ્યો અને પછી તેણે તેના શરીર પર કામ કરવાનું શરૂ કર્યું અને પોતાને ફિટનેસના ક્ષેત્રમાં લાવ્યો.

શરૂઆતમાં, જોનો કોઈની સાથે વાત કરવા માટે ખૂબ શરમાળ અને નર્વસ હતો. પરંતુ જ્યારે તેણે લોકો સાથે પોતાની કહાની શેર કરવાનું શરૂ કર્યું, ત્યારે જોનોને હિંમત મળી. હાલમાં, જોનો દુનિયાભરના કેટલાય દેશોમાં જઈને ત્યાંની શાળાઓમાં જેનેટિક ડિસઓર્ડરથી પીડિત લોકોની હિંમત વધારી રહ્યો છે.

ફાઉન્ડેશનના બાળકોને મદદ કરી રહ્યો છે જોનો

જોનોને પોતાના આ સ્વરૂપને સ્વીકારવામાં 22 વર્ષનો સમય લાગ્યો. તેને પહેલા તેના ચહેરાથી નફરત હતી. શારીરિક અને આર્થિક ક્ષેત્રે મજબૂત થયા પછી, જોનોએ કેટલીય ટીવી શોમાં કામ કર્યું. હવે તે પોતાનું ફાઉન્ડેશન ચલાવી રહ્યો છે, જોનોના જણાવ્યા મુજબ, તેને યોગ અને ધ્યાનથી ઘણા ફાયદાઓ થયા છે. જોનો ફાઉન્ડેશનને જીન્સ ફોર જીંસ નામની સંસ્થાનો પણ સપોર્ટ મળ્યો, આ સંસ્થા જેનેટિક ડિસઓર્ડર વાળા બાળકો માટે નાણાં એકત્રિત કરે છે. એક અહેવાલ મુજબ, 25 બાળકોમાંથી એક બાળકને જેનેટિક ડિસઓર્ડરની સમસ્યા હોય છે.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

Leave a Reply

Your email address will not be published.