વર્ષો પહેલા આ અભિનેત્રીના બાથરૂમમાંથી મળ્યા હતા લાખો રૂપિયા, પૈસા સરકાર લઇ ન જાય એ માટે કબૂલ કરી ગજબની કબૂલાત…

Bollywood

તમે બોલીવુડના ઘણાં કિસ્સા સાંભળા હશે પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, એક અભિનેત્રી પૈસા બચાવવા માટે નોકર પણ નહોંતી રાખતી. નોકરનો ખર્ચ બચાવવા માટે ઘરના કામ જાતે જ કરતી હતી. એટલું જ નહીં વિતેલા જમાનાની આ અભિનેત્રી એક સમયે બોલીવુડની નંબર વન અભિનેત્રી ગણાતી હતી. જોકે, તેની કંજુસાઈને કારણે તે ખુબ પંકાઈ ગઈ. ઈનકમ ટેક્સવાળાએ દરોડા પાડ્યા ત્યારે તેના બાથરૂમમાંથી લાખો રૂપિયા મળ્યા અને પછી થયો હતો વિવાદ. આ રોચક કહાની જાણવા જેવી છે.

વિતેલા જમાનામાં ઘણી એવી અભિનેત્રીઓ રહી છે જેમણે બોલીવુડ પર રાજ કર્યું અને પોતાની ઓળખ બનાવી. પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ પણ હતી જે આજે ગુમનામીનું જીવન જીવી રહી છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ એવી જ એક વિતેલા જમાનાની ઝાંઝરમાન અભિનેત્રી માલા સિંહાની…

માલા સિંહા તે સમયે નેશનલ ક્રશ કહેવાતી હતી. એક એવી અભિનેત્રી જેણે તે સમયે લગભગ તમામ દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું અને રીતસર 40 વર્ષ સુધી ફિલ્મોથી બોલિવૂડ પર રાજ કર્યું છે. માલા સિંહાના ચાહકોની કોઈ કમી નહોતી, તે દર્શકોના દિલ પર રાજ કરતી હતી. લોકો તેના અંદાજ અને અભિનયના દિવાના હતા.

પછી કંઈક એવું બન્યું કે જેણે સૌ કોઈને અચંબામાં મુકી દીધાં હતા. માલા સિંહાના ઘરના બાથરૂમમાંથી લાખો રૂપિયા મળી આવ્યા હતા અને લોકો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા. આ કહાની પણ રસપ્રદ છે. જોકે, આ કિસ્સાની અમે ખાત્રી કરતા નથી. હાલમાં સોશલ મીડિયામાં આ કિસ્સો પણ ચર્ચામાં રહ્યો છે.

ખૂબ નામ અને પૈસા કમાવનાર અભિનેત્રી માલા સિંહા ખૂબ કંજુસ હોવાનું કહેવાતું હતું. એટલું જ નહીં, ફિલ્મી પંડિતોના બેડામાંથી એવા અહેવાલો પણ આવ્યા હતા કે માલા સિંહા પોતાના ઘરના બધા કામ જાતે કરતી હતી. જેથી તે નોકરો ઉપર થતો ખર્ચ બચાવી શકે. એકવાર, મુંબઈમાં માલા સિંહાના ઘરે આવકવેરા દવારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેની બાથરૂમની દિવાલમાંથી 12 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તે સમય માં આ રકમ ખુબજ મોટી માનવામાં આવતી હતી.

આવકવેરાના અધિકારીઓ આ નાણાં જપ્ત કરવાની વાત કરી રહ્યા હતા, આ પૈસા બચાવવા માટે અભિનેત્રી માલા સિંહાએ કોર્ટમાં એક ખૂબ જ આઘાતજનક નિવેદન આપ્યું હતું, જેને ત્યાં હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. આ પૈસા બચાવવા માટે માલા સિંહાએ કહ્યું કે તેણે આ પૈસા વેશ્યાવૃત્તિ દ્વારા કમાવ્યા છે.

એવું કહેવામાં આવે છે કે માલા સિંહાના પિતા આલ્બર્ટ આ પૈસા હાથથી જવા દેવા નહોંતા માંગતા. તેથી તેમણે વકીલની આ સલાહ અપનાવી અને માલા સિંહાએ આ નિવેદન આપ્યું. આ પછી લોકોએ માલા સિંહાને ખોટી નજરથી જોતા હતા.

ત્યારબાદ વર્ષ 1966 માં અભિનેત્રી માલા સિંહાએ નેપાળી અભિનેતા ચિદમ્બરમ પ્રસાદ લોહાની સાથે લગ્ન કર્યા. માલા અને ચિદમ્બરની એક દીકરી હતી, નામ પ્રતિભા સિંહા. પ્રતિભા સિંહાએ પણ માતાની જેમ ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેની કારકીર્દિ વધારે ચાલી શકી નહીં અને તે ફ્લોપ થઈ ગઈ.

માલા સિંહાનું નામ બાળપણમાં અલ્ડા સિંહા હતું, પરંતુ તેની સ્કૂલના બાળકો તેને દલદા કહીને ચીડવતા હતા. જે બાદ અભિનેત્રીએ તેનું નામ બદલીને માલા સિંહા રાખ્યું. માલા સિંહાએ તેની ફિલ્મી યાત્રાની શરૂઆત બંગાળી ફિલ્મોથી કરી હતી. માલા ફિલ્મોમાં આવતાં પહેલાં રેડિયો પર ગાતી હતી. બંગાળી ફિલ્મોમાં કામ કર્યા પછી માલાને બહુ ઓળખ મળી નહોતી. તે પછી તે મુંબઇ રહેવા આવી ગઈ.

સપનાઓના શહેર મુંબઈએ માલા સિંહાને સફળતા આપી. એક દિવસ માલા સિંહા અચાનક ગુરુદત્તને મળી. માલા સિંહાની સુંદરતા જોઈને ગુરુદત્તએ તેને ફિલ્મમાં લેવાનું મન બનાવ્યું અને ત્યારબાદ 1957 માં આવેલી ફિલ્મ ‘પ્યાસા’ માં માલા સિંહા એ અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવી. આ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા ગુરુદત્ત હતા. આ ફિલ્મ રીલીઝ થઈ હતી અને હિટ બની હતી. માલાને ફિલ્મ ‘પ્યાસા’ થી ઓળખ મળી.

પ્યાસા હિટ થયા બાદ માલા સિંહાને એકબાદ એક ફિલ્મોની ઓફર મળવા લાગી. ત્યારબાદ તેણે ‘હેમ્લેટ’, ‘બાદશાહ’, ‘રિયાસત’, ‘એકાદશી’, ‘રત્ન મંજરી’, ‘ઝાંસી કી રાની’, ‘પૈસા હી પૈસા’ અને ‘એક શોલા’ માં કામ કર્યું હતું. માલા સિંહા આજે પણ એ જમાનાના પ્રેક્ષકોના દિલ પર રાજ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.