સ્ત્રીનો એક વિચિત્ર દાવો: પવનના ઝાપટાએ કરી મને પ્રેગ્નેન્ટ, 15 મિનિટમાં જન્મ્યું એક બાળક…

News

સ્ત્રી કેવી રીતે ગર્ભવતી થાય છે? પ્રથમ તે એક પુરુષ સાથે સંબંધ બનાવે છે. પછી તે 9 મહિના સુધી તેના બાળકને પેટમાં ઉછરે છે અને અંતે તેને જન્મ આપે છે. સદીઓથી બાળકને જન્મ આપવાની આ જ પ્રક્રિયા ચાલી આવી છે. પરંતુ ઇન્ડોનેશિયામાં રહેતી એક મહિલા હવામાં ગર્ભવતી થઈ અને 15 મિનિટ પછી તેણે સામાન્ય ડિલિવરી દ્વારા એક બાળકીને જન્મ આપ્યો. ચાલો આ હેરાન કરી દેવા વાળી વાત વિશે વિગતવાર જાણીએ..

હકીકતમાં, તાજેતરમાં એક ઇન્ડોનેશિયાની મહિલાએ દાવો કર્યો છે કે તેણીનો કોઈ પણ પુરુષ સાથે શારીરિક સંબંધ નથી. તે માત્ર સૂઈને ગર્ભવતી થઈ. મહિલાના જણાવ્યા અનુસાર તે બપોરની પ્રાર્થના પછી પોતાના લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી. બસ ત્યારે જ પવનનો એક ઝાપટો આવ્યો અને તેના શરીરમાં પ્રવેશ્યો. આ ઘટનાના 15 મિનિટ પછી, તેને પેટમાં દુખાવો થયો અને તે વધવા લાગ્યો.

ત્યારબાદ મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણે સામાન્ય ડિલિવરી દ્વારા તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. સ્ત્રીની આ અનોખી વાત લોકોને પચતી નથી. આ કેસ વાયરલ થયા પછી, સ્થાનિક કોમ્યુનિટી ક્લિનિકના વડા મહિલાને મળ્યા હતા, તેઓએ ઘટનાની માહિતી મેળવી હતી. મહિલા સાથેની વાતચીત દરમિયાન, તેઓને ખબર પડી ગઈ કે આ મહિલાના લગ્ન એકવાર થયા છે. તે તેના પતિ સાથે રહેતી નથી. મહિલાને એક પુત્રી પણ છે.

કોમ્યુનિટી ક્લિનિકના વડા, ઇમાન સુલેમેને કહ્યું કે તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે મહિલા અને તેના બાળક બંને હવે સ્વસ્થ છે. મહિલાએ સામાન્ય ડિલિવરીથી 2.9 કિલોગ્રામની બાળકીને જન્મ આપ્યો છે. ”તેમણે આગળ કહ્યું કે આ ‘ક્રિપ્ટિક ગર્ભાવસ્થા'( ગુપ્ત ગર્ભાવસ્થા) નો કેસ હોઈ શકે છે. આમાં મહિલાઓને ઘણીવાર ડિલિવરી પહેલાં પોતાના ગર્ભાવસ્થાનો અહેસાસ થતો નથી. ‘

હાલમાં સ્થાનિક પોલીસે પણ આ મામલે રસ દાખવ્યો છે. તે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ સમય દરમિયાન, તેઓ સ્ત્રીના પાછલા લગ્નથી માંડીને મિત્રતા અથવા કોઈ પુરુષ સાથેના અફેર સુધીની દરેક બાબત જોઈ રહ્યા છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.