સબવે રેસ્ટોરન્ટનુ ફૂડની દુનિયાનું એક નામ છે. પરંતુ કંપનીના મુખ્ય કર્મચારીઓએ લોકોના દિલ સુધી પહોંચવા માટે સખત મહેનત અને તેમના પ્રયત્નો દરમિયાન ઘણીવાર તેમને નકારાત્મક પરિણામો પણ મળ્યા છે. ચાલો આપણે જાણીએ કે સબવેની શરૂઆતથી અંત સુધીની મુસાફરી કેવી છે. કેવી રીતે કોઈ છોકરાએ એક નાની સેન્ડવિચની દુકાનને બ્રાન્ડનુ સ્વરૂપ આપ્યુ.
આજે વિશ્વની સૌથી મોટી રેસ્ટોરન્ટ ચેન તરીકે જાણીતા સબવેનો જન્મ ફ્રેડ ડેલુકા નામના વ્યક્તિ દ્વારા લગભગ ૫૩ વર્ષ પહેલાં થયો હતો. હા તે ફ્રેડ જ હતો જેણે સબવેનો પાયો નાખ્યો હતો. ફ્રેડનો જન્મ શ્રીમંત પરિવારમાં થયો ન હતો. તેની પાસે ખર્ચવા માટે પૂરતા પૈસા નહોતા. પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતા તેના લાખો પ્રયત્નો અને સકારાત્મક વિચારસરણીથી તેમણે ૪૫,૦૦૦ થી વધુ ફ્રેન્ચાઇઝ્ડ રેસ્ટોરેન્ટ બનાવ્યા છે.
ફ્રેડે જીવનમાં પહેલી વાર નાની દુકાનમાંથી સેન્ડવીચ બનાવવાનું શરૂ કર્યું. ખરેખર ફ્રેડ બાળપણથી જ એક મહાન ડોક્ટર બનવા માંગતો હતો. પરંતુ આર્થિક અવરોધોને કારણે તે આવું કરી શક્યો નહીં, કારણ કે ફ્રેડને તબીબી શિક્ષણ લેવા માટે ઘણાં પૈસાની જરૂર હતી. ફ્રેડને પૈસા સાથે સંઘર્ષ કરતા જોતા તેના એક નિકટના મિત્ર પીટરએ તેને એક હજાર ડોલર આપ્યા અને તેને એક નાની દુકાન ખોલવાની સલાહ આપી. જેથી ફ્રેડ થોડું વધારે કમાય શકે અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શકે.
હકીકત મા પીટરએ તેમને આપેલા એક હજાર ડોલર સાથે તેણે એક રેસ્ટોરન્ટમાં રોકાણ કરવાનું નક્કી કર્યું. જ્યાં તે સારું અને સસ્તુ ફાસ્ટ ફૂડ વેચી શકે. આ મજબૂત હેતુ સાથે તેણે ૨૮ ઓગસ્ટ ૧૯૬૫ ના રોજ એક સેન્ડવિચ સ્ટોર ખોલ્યો, જેનું નામ તેમણે “પીટર સુપર સબમરીન” રાખ્યું. પરંતુ કેટલાક કારણોસર ફ્રેડને તેના સ્ટોરનું નામ બદલવું પડ્યું કારણ કે તે રેસ્ટોરન્ટનું નામ “પિઝા મરીન” સાથે ખૂબ નજીકથી મેળ ખાતું હતું.
થોડા મહિના પછી ફ્રેડે વિશ્લેષણ કર્યું કે તેના સ્ટોરને નુકસાન થયું છે અને આ નિષ્ફળતા હોવા છતાં, તેણે સ્ટોર બંધ કર્યો ન હતો, પરંતુ અન્ય રેસ્ટોરન્ટ ખોલી હતી. ફ્રેડે આ રેસ્ટોરન્ટમાં લાંબો સમય પસાર કર્યો. ફ્રેડ દ્વારા ખોલવામાં આવેલી બીજી રેસ્ટોરન્ટના પરિણામો ખૂબ સારા ન હતા, પરંતુ તેને પ્રોત્સાહિત કરવા માટે પૂરતા હતા. ફ્રેડને આ રેસ્ટોરન્ટમાંથી ફક્ત ૬ ડોલરનો ફાયદો મળ્યો હતો.
ફ્રેડના મજબુત ઈરાદા ઉભા રહ્યા નહીં. તેથી તેણે ૧૯૬૮ માં સબવે નામની ત્રીજી રેસ્ટોરન્ટ ખોલી. આ રેસ્ટોરન્ટના પ્રારંભિક પરિણામો સફળતા તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. ફ્રેડને સબવેથી પ્રથમ પૈસા પ્રાપ્ત થયા હતા તે સાત હજાર ડોલર હતા. સારા નફાને ધ્યાનમાં રાખીને ફ્રેડે સબવેની ફ્રેન્ચાઇઝની શરૂઆત કરી. સબવે હવે લોકો દ્વારા લોકપ્રિયતા મેળવી રહ્યુ હતુ.
આ પછી ફ્રેડે પાછું વળીને જોયું ન હતું અને વર્ષ ૧૯૭૮ સુધીમાં સબવેના ૧૦૦ જેટલા સ્ટોર્સ ખોલ્યા હતા. આ આંકડો ધીરે-ધીરે વધતો રહ્યો અને ૧૯૮૭ સુધીમાં આ સંખ્યા એક હજાર સુધી પહોંચી ગઈ. દુનિયાભરમા પોતાની પ્રસિદ્ધિ ફેલાવ્યા પછી ફ્રેડના સફળ પ્રયત્નોની પહેલી ઝલક ૨૦૦૧ માં ભારતમા જોવા મળી હતી . હાલની વાત કરીએ તો ભારતના ૬૮ નાના-મોટા શહેરોમાં લગભગ ૫૯૧ સબવે રેસ્ટોરાં ખુલી ગયા છે.
ફ્રેડ સબવે પર લાંબો સમય પસાર કરી શક્યો નહીં. ૨૦૧૫ માં લ્યુકેમિયા નામની બિમારીને કારણે તેનું અવસાન થયું હતું, ત્યારબાદ તેની બહેને સબવેનો હવાલો સંભાળી લીધો હતો અને હવે તે સુનૈન સબવેની સીઈઓ છે. ફ્રેડની સફળતાનું કારણ તેનું કામ પ્રત્યેનો જુસ્સો અને તેનો મિત્ર પીટર છે. સબવેને આ સ્થળે લાવવા ફ્રેડ એ દિવસ અને રાત એક કરી છે. પરિણામે સબવે ની આજે વિશ્વની સૌથી મોટી રેસ્ટોરન્ટ ચેન છે.