ડાયાબિટીસના દર્દીઓના આ અંગને ખોખલું કરી નાંખે છે બ્લેક ફગંસ…

News

ગુજરાતનાં મ્યુકોરમાઈકોસિસના કેસનો ગ્રોથ રેટ વધી રહ્યો છે. અનેક લોકો તેના ઝપેટમાં આવી રહ્યાં છે. કોરોનાથી રિકવર થનારા લોકો હવે મ્યુકોરમાઈકોસિસથી પીડાઈ રહ્યાં છે. ત્યાર એક્સપર્ટ તબીબે જણાવ્યું કે, કેવા દર્દીઓને કેવા સંજોગોમાં મ્યુકોરમાઈકોસિસ થઈ રહ્યું છે.

ડાયાબિટીસ હાઈ હોય કેવા લોકો મ્યુકોરમાઈકોસિસના શિકાર:- અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના ડો. વિનીત મિશ્રાએ આ વિશે જણાવ્યુ કે, ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાથી સાજા થયા હોય અને જેમનું ડાયાબિટીસ હાઈ હોય અને ઇમ્યુનિટી લો થઈ હોય તેવા લોકો મોટી સંખ્યામાં મ્યુકોરમાઇકોસીસના શિકાર થઇ રહ્યા છે. મ્યુકરમાઇકોસીસની સારવાર માટે એકમાત્ર દવા તરીકે એમ્ફોટેરેસીન બી છે. જેના વપરાશને કારણે તબીબી આલમની ચિંતા વધી છે.

એમ્ફોટેરેસીન બી ઈન્જેક્શનથી કિડની પર ગંભીર આડઅસર છે: તેમણે આ દવાની સાઈડ ઈફેક્ટ વિશે જણાવ્યું કે, એમ્ફોટેરેસીન બીના ઉપયોગથી કિડની ફેલ થવી તેમજ ડાયાલીસીસ કરાવવાની ફરજ પડે તેવી શક્યતા વધી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે અપાઈ રહેલા એમ્ફોટેરેસીન બી ઈન્જેક્શનથી કિડની પર ગંભીર આડઅસર જોવા મળે છે.

મ્યુકોરમાઇકોસીસની સર્જરી થાય, અને એમ્ફોટેરેસીન બીનો ઉપયોગ થાય ત્યારે નેફ્રોલોજીસ્ટ અથવા MD ને લુપમાં રાખીને કિડનીના પેરામીટરને ચેક કરવુ ખૂબ જરૂરી છે. સાથે જ ઓપરેશન બાદ 3 થી 4 દિવસમાં કિડનીના રિપોર્ટનું મોનિટરીંગ કરવું હિતાવહ છે. એમ્ફોટેરેસીન બી થોડા દિવસ વાપરીને સારવાર માટે જરૂરી ટેબ્લેટ સારવાર માટે આપવામાં આવે અને કિડની પર આડઅસર ઓછી થાય એ જરૂરી છે.

મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે એમ્ફોટેરેસીન-બી જો એક અઠવાડિયું આપવામાં આવે તો કિડની પર તેની આડઅસર જોવા મળતી હોય છે. મ્યુકોરમાઇકોસીસની સારવારમાં આપવામાં આવતા એમ્ફોટેરેસીન બી દવાના વપરાશ બાદ કિડનીની તપાસ કરાવવી હિતાવહ છે. રાજ્યના હાલ 50 સેન્ટરમાં ડાયાલિસીસ ચાલી રહ્યું છે, વધુ જરૂરિયાત ઉભી થશે તો પહોંચી વળીશું. જે દર્દીઓ ICU માં છે અને જેમને ડાયાલિસીસની જરૂરી પડે છે, એમના માટે હાલ ડાયાલિસીસ ઓન વ્હીલની સુવિધા શરૂ કરાઈ છે. કિડની પર જે આડઅસર થશે, તેની સારવાર માટે કિડની હોસ્પિટલ સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *