સની લીઓની બ્લુ બિકિનીમાં સ્વીમીંગ પૂલમાં આરામ કરતી મળી જોવા…

Bollywood

બોલિવૂડની હોટ એડ સુંદર અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અવારનવાર સની લીઓની તેની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે અને આ વખતે તેણે જે ફોટો અપલોડ કર્યા છે તેનાથી સોશિયલ મીડિયા અને તેના ચાહકોને પાણી-પાણી કરી મૂક્યા છે. ફરી વખત પણ આવું જ કંઈક થયું. અભિનેત્રી આજકાલ કેરળમાં છે.

સની લિયોન ત્યાં આરામ કરતી નજરે આવી રહી છે. થોડા સમય પહેલા જ સની લિયોને તેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે સ્વિમસ્યુટ પહેરીને સ્વીમીંગ પૂલમાં આરામ કરતી જોવા મળી રહી છે.

સનીએ ફોટો સાથે લખ્યું, ‘જો કોઈ મારું નામ ભૂલી ગયું છે, તો તે મારી ટોપી પર લખાયેલું છે.’ આ તસવીરમાં સની લિયોનીનો ચહેરો તેના નામ પર લખેલી ટોપીથી છુપાયેલ છે.

તમને જણાવી દઈએ કે સની આ દિવસોમાં તેમની આગામી ફિલ્મના શૂટિંગ માટે પરિવાર સાથે કેરળમાં છે. તેણે કેરળની ઘણી તસવીરો અને વીડિયો તેના પતિ સાથે શેર કર્યા છે.

સની, વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ અનામિકામાં કામ કરી રહી છે. સની લિયોની છેલ્લે કરિશ્મા તન્નાની સાથે વેબ સિરીઝ ‘બુલેટ’માં જોવા મળી હતી. સની લિયોની તાજેતરમાં પતિ ડેનિયલ વેબર સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી. સન્નીએ આ પ્રસંગે વિશેષ મેસેજ પણ લખ્યો છે.

તેણે લખ્યું, ‘ડેનિયલ વેબર સાથે મારે એક ખાસ વેલેન્ટાઇન હતું. અમે ઘણાં વર્ષોથી સાથે છીએ.આ વર્ષ અમારા માટે ખૂબ મુશ્કેલ હતું. પરંતુ તમારા કારણે મારા બધા સપના સાકાર થયા છે અને હું ભાગ્યશાળી છું કે તમે મારા જીવનનો ભાગ છો.

તમે ખૂબ જ સારા વ્યક્તિ, જીવનસાથી, પતિ અને પિતા છો હેપ્પી વેલેન્ટાઇન ડે બેબી. સની અને ડેનિયલએ 2011 માં લગ્ન કર્યાં હતાં. તેમને બંનેના ત્રણ સંતાનો છે, તેમનું નામ નિશા આશાર અને નોઆ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *