સુરંગ માંથી કાઢેલા એક મજુરે કહી એક દર્દ ભરેલી આપવીતી, કહ્યું – કાટમાળ ગળા સુધી ભરાઈ ગયો અને ત્યાર પછી ..

News

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પૂરના કારણે ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 125 મજૂર ગુમ હોવાનું જણાવાયું છે. અત્યાર સુધીમાં 12 મજૂરોને પણ બચાવવામાં આવ્યા છે. સુરંગમાંથી કાઢેલા એક મજુરનો વીડિયો ઉત્તરાખંડ પોલીસે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં આ મજૂર પોતાની સાથે બનેલી ઘટના જણાવે છે. આ મજૂરે કહ્યું કે તે કેવી રીતે સુરંગની અંદર ફસાઈ ગયો અને તે સમયની રાહ જોઈને બેઠો હતો કે ક્યારે કોઈ આવીને તેને બચાવે.

નજીકના ગ્લેશિયરનો એક ભાગ અચાનક તૂટવાને કારણે પૂર આવી ગયુ હતું. જેના કારણે મજૂરો સુરંગમાં ફસાઈ ગયા હતા. આ મજૂરોને બહાર કાઢવાની કામગીરી ઝડપી ગતિએ કરવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં 12 મજૂરોનો બચાવ થયો છે. ગ્લેશિયર ફાટ્યા બાદ નદીઓના પૂરને પગલે આઈટીબીપી રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે અને સાંકડી સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢયા હતા.

સુરંગમાંથી બહાર નીકળ્યા પછી, એક મજૂરએ જાણ કરી હતી કે સુરંગમાં ગળા સુધી કાટમાળ ભરાઈ ગયો છે. આંસુ ભરાયેલી આંખોથી આ મજૂર બોલ્યો, હું જાતે જ સરિયા પકડીને બહાર આવ્યો છું. જ્યારે મજૂરને પૂછવામાં આવ્યું કે શું આટલા લાંબા સમય સુધી સુરંગમાં રહેવાથી ગભરાટ નહોતી થઇ. આ સવાલ પર તે કઈ બોલી શક્યો ન હતો.

નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી જવાને કારણે અહીં બે હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું છે અને ઓછામાં ઓછા 14 કામદાર લોકોનાં મોત નીપજ્યાં છે. જેની લાશ જુદી જુદી જગ્યાએથી મળી આવી છે. તપોવન પ્રોજેક્ટની સુરંગમાં ફસાયેલા તમામ 12 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે લગભગ 125 લોકો લાપતા છે. ગઈકાલે સવારે 10.45 વાગ્યે ઋષિ ગંગામાં આ અકસ્માત થયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે હિમનદી પડવાના કારણે ઝડપી પાણીનો પ્રવાહ આવી ગયો હતો અને ઋષિ ગંગા હાઇડ્રો પ્રોજેક્ટ સંપૂર્ણ નાશ પામ્યો હતો. પૂરના કારણે ગામના પાંચ-છ મકાનો પણ નાશ પામ્યા હતા. તપોવન પાસેની ધૌલી ગંગા નદી પરનો એનટીપીસી પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો અને સસ્પેન્શન બ્રીજ ધોવાઈ ગયા હતા.

આ ઘટના બાદથી ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ, આર્મી અને એનડીઆરએફ ટીમો બચાવ અને શોધખોળ અભિયાન ચલાવી રહી છે. આશરે 250 સૈનિકો ઘટના સ્થળે રોકાયેલા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને ઉત્તરાખંડ રાજ્યને સંપૂર્ણ મદદ કરવાની વાત પણ કરી છે. આ દુર્ઘટનાને કારણે આ રાજ્યને ઘણું નુકસાન પણ થયું છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.