તલ દાળિયાની સૂકી ચટણી, એક વાર બનાવીને ચાખશો તો વારે વારે બનાવશો

Recipe

આજે આપણે બનાવીશું તલ અને દાળિયાની સૂકી ચટણી, જે બનાવવામાં ખૂબ સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે. આ સૂકી ચટણી ખાખરા, પુરી, થેપલા, ઈડલી સાથે ખાઈ શકાય છે અને તેને સૂકી હોવાના કારણે બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

તલ દાળિયાની સૂકી ચટણી

સામગ્રી –

૧ કપ દાળિયા

૧/૨ કપ તલ

૪-૫ નંગ સૂકા લાલ મરચાં

૧ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧/૨ ચમચી હળદર

૧ ચમચી આમચૂર પાવડર

સ્વાદાનુસાર મીઠું

રીત –

સૌ પ્રથમ એક ફ્રાય પેનમાં દાળિયા આછા બદામી રંગનાં થાય ત્યાં સુધી શેકો. દાળિયાને કાઢી લઈ ઠંડા થાય ત્યાં સુધી તલ અને સૂકા લાલ મરચાંને વારાફરતી શેકી લો. મરચાં બળી ન જાય તેનું ધ્યાન રાખવું. બધું ઠંડુ પડે પછી તેને મિક્ષર જારમાં લો તેમાં કાશ્મીરી લાલ મરચું, હળદર, આમચૂર પાવડર, તથા મીઠું ઉમેરી મિક્ષરમાં ક્રશ કરી લો. તૈયાર છે તલ દાળિયાની સૂકી ચટણી તેને એરટાઈટ કન્ટેનરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ બને છે. 🙂

રેસીપી અને ફોટો નિગમ ઠક્કરની વોલ પરથી લેવામાં આવ્યા છે, જે કોઈ કોપી-પેસ્ટ કરે એ ઓરીજનલ લેખકનું નામ જરૂર લખે.

લેખક:- નિગમ ઠક્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *