હમણાં ખોરાકને લઈને લોકોમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે પણ કોઈ પણ જાતની દેખાદેખીમાં આવ્યા પહેલા આ જરૂર વાંચી લેજો…

Life Style

હમણાં હમણાં ઘણા લોકોએ ઘઉંનો ઉપયોગ સદંતર બંધ કર્યો છે… એવો ટ્રેન્ડ શરૂ થયો છે. ઘઉંની રોટલી / ભાખરી સદંતર બંધ છે અને બાજરા નો ઉપયોગ ચાલુ કર્યો છે અને એ સારું પણ છે. પણ એ સોલ્યુશન નથી !! સ્વાસ્થ્યની ચાવી નથી ! વધુ સારુ કે વધુ કીમતી કે વધુ સ્વાસ્થ્ય વર્ધક એ છે કે, અલગ-અલગ પ્રકારના ઘાન નો/ અનાજ નો ઉપયોગ વધારવો. અને રોજે જ સવાર / બપોર/ સાંજ/ રાત્રી અલગ અલગ પ્રકારની રોટલી / રોટલા / ભાખરી થી થાય તે કીમતી છે.

જેમ કે બાજરો, જુવાર, મકાઈ, રાગી મિક્સ બધા millets  સોયાબીન નો લોટ… રોટલા / રોટલી / ભાખરી માં ઉમેરવો. ઘઉંની મોનોપોલી ખોટી છે, ખરાબ છે. મોનોપોલીને કારણે અલગ અલગ પોષક તત્વો ના મળે  અને ફકત એક જ પ્રકારના તત્વો મળે. cereals અને Millets ની ઘણી બધી વેરાયટી નો રોટલી / રોટલા / ભાખરી બનાવીને ઉપયોગ કીમતી છે.

પણ વેરાયટી ફકત ધાન કે અનાજ માં જ નહિ પણ આવી જ રીતે શાક માં પણ વેરાયટી કીમતી છે. મોટાભાગના ઘરમાં શાક ની વેરાયટી ફિક્સ છે / ગણી ગાંઠી છે/ અમુક જ છે. અને એની એજ વેરાયટી રીપિટ થતી રહેતી હોય છે. શાકની અલગ અલગ વેરાયટીઓ કીમતી છે શાકના અલગ કલર, સ્વાદ, સુગંધ કીમતી છે.  

કઠોળ નો પણ શાક તરીકે રોજે જ કે અમુક અમુક દિવસે ઉપયોગ કરવો કીમતી છે. અલગ અલગ કઠોળ નો બાફીને / ફણગાવીને / શાક કરીને/ મિક્સ કરીને / ઘુંટો બનાવીને / ઘૂઘરી બનાવીને કરવો કીમતી છે. ધાન, શાક અને કઠોળની વેરાયટી ની જેમ જ અલગ અલગ પ્રકારની દાળ / પાંચ દાળ / મિક્સ દાળ/ રસમ બનાવીને ઉપયોગ કીમતી છે.

અલગ અલગ ધાન ની રોટી/ રોટલા/ ભાખરી, અલગ અલગ શાક/ભાજી/ કઠોળ/ દાળનો ઉપયોગ કીમતી છે. અલગ અલગ તેલીબિયાં નો, તેલ નો ઉપયોગ કીમતી છે. અલગ અલગ સલાડ/ કચુંબર કીમતી છે. અલગ અલગ nuts (દાણા) નો ઉપયોગ કીમતી છે. અલગ અલગ ફળ, સૂકા ફળ નો ઉપયોગ કીમતી છે. અલગ અલગ સવાર/ બપોર/ સાંજ/ રાત્રિ નો ખોરાક કીમતી છે. 

ગુજરાતીઓ માટે ખોરાક એટલે રોટલી શાક, દાળભાત / ખીચડી, સલાડ / કચુંબર, ફળ / સૂકા ફળ, નાસ્તો આ દરેકમાં રોજે જ વેરાયટી જોઈએ, સવાર, બપોર, સાંજ અને રાત્રી દરેક સમયે વેરાયટી કીમતી છે. અમુક દિવસે એકટાણાં, અમુક દિવસે ફળાહાર, અમુક દિવસે ઉપવાસ કીમતી છે. 

જો બાળકો કહે કે એકના એક શાક !! હજુ, હમણાં તો બનાવ્યું હતું તો મતલબ ક્યાંક ચૂક છે. જો સભ્યો કહે કે રોજે રોટલી તો મતલબ ક્યાંક ચૂક છે. અલગ અલગ કલર ધાન ના, શાકના, ભાજીના, ફળના, કઠોળના, દાળના, સૂકા ફળના, કચુંબર ના, સલાડ ના, નાસ્તા ના, તેલીબિયાં ના, દાણા ના…. કીમતી છે. અલગ અલગ સ્વાદ, અલગ અલગ સુગંધ, અલગ અલગ કલર કીમતી છે.

અલગ અલગ સીઝન પ્રમાણે દરેક નો ઉપયોગ કીમતી છે. આમાંથી તમે કઈ કઈ જગ્યાએ લિમિટેડ છો ?! અને કઈ કંઈ જગ્યાએ વેરાયટીઓ વધવી જોઈએ/ હોવી જોઈએ … તે શોધી કાઢવું , સમજવું, સુધારવું, બદલવું, ઉમેરવું, કાઢવું… કીમતી છે અને છેવટે સંતુલન મેળવવું કીમતી છે. 

કળથી, સરગવાના પાન, મેથીના પાન, નાગરવેલ ના પાન, તલ, જવ, સોયા બીન, સિંગ દાણા, વરિયાળી, ધાણા દાળ, પાલક, તંદરીયા, મૂળા ની ભાજી, ટેટી, ચેરી, સ્ટ્રો બેરી, બોર, તરબૂચ, કેરી, જુવાર, રાજગરો, કોડરો, મકાઈ, બાજરો, ઘઉં, ટમેટા, ગાજર, કાકડી, ભીંડા, કોબીજ, અડદ દાળ, ચણા દાળ,  તુવેર દાળ, મસૂર દાળ, મગ દાળ, દરેકની પોતાની જ… એક પોષકિય વેલ્યુ છે / કીમત છે / ઉપયોગિતા છે. 

જે પોષક તત્વો મૂળો આપી શકે તે ધાણા દાળ ના આપી શકે અને જે તત્વો ધાણા દાળ આપી શકે તે મૂળો ના આપી શકે. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે, કેલરી, ફાઈબર, કૅલ્શિયમ, લોહ તત્વ, પ્રોટીન, ફેટ… દરેકની પોતાની અનન્ય જ ઉપયોગિતા છે. 

એક ઘટક માં બીજું ઘટક ઉમેરાય અને બીજામાં ત્રીજું ઘટક અને ત્રીજામાં ચોથું… ..આમ બધું ઉમેરાતું જાય તો જ ઘટતું બંધ થાય અને પછી સંતુલન ની વાત આવે !!  સંતુલન માટે દરેક તત્વો ની /ઘટકો ની હાજરી તો જોઈએ જ !! હાજર હોય તો પછી તેમાં અંદરોઅંદર સંતુલન ની વાત આવે !! દરેકે દરેક ઘટકની હાજરી, વેરાયટી અને સંતુલન કીમતી છે. અને એ સંતુલિત ખોરાક છે.

કેલરી જ ફકત પોષણ નથી પોષણ એટલે કેલરી સિવાય પણ ઘણું બધું, સંતુલિત ખોરાક ફકત ફકત કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, અથવા કેલરી આપતા પોષક તત્વો કે ઘટકો થી જ નથી બનતો પણ સાથો સાથ કેલરી નહિ આપતા પણ બીજું ઘણું બધું આપતા અને શરીરને માટે જરૂરી એવા વિટામિન, મિનરલ્સ, એન્ટી ઓક્સિડન્ટ, ફાઈબર, ફાઇટો નાયુત્રિયાન્ટ થી પણ બનતો હોય છે. 

રસોઈ દરેક ઘરની / સ્ત્રીની કળા છે. રસોઈ એક સંસ્કૃતિ પણ છે. દરેક ઘરમાં રસોઇ સંસ્કૃતિની જેમ ચાલતી હોય છે, જૂની પેઢીથી નવી પેઢી સુધી ટેવની જેમ ચાલતી હોય છે. બાળક માટે એક પ્રકારની ટેવ છે, સંસ્કાર છે, તંદુરસ્તીની વ્યાખ્યા છે !! નાનું બાળક… રોજની…ઘરની રસોઇ પ્રમાણે જ.. પોતાના મનમાં સંતુલિત ખોરાકની વ્યાખ્યા સેટ કરતું જતું હોય છે. અને રસોઈ અને ખોરાક ઉપર જ…તંદુરસ્તી નો મોટો આધાર હોય છે ! અને રસોઈ અને ખોરાકની ટેવ પ્રમાણે જ શરીર નો બાંધો (અને શરીર ખુદ) બનતો, ટકતો, સુધરતો, બગડતો હોય છે. 

Dr Nilesh Patel Surat

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *