આ પરિવાર ને બે ટાઇમ ની રોટલી માટે પણ તરસવું પડતું હતું, તો પણ એ પરિવારની દીકરી બની પોલીસ અધિકારી.

Story

તમે ઘણી વાર્તાઓ સાંભળી હશે, જેમાં લોકો પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાના લક્ષ્યો છોડતા નથી. તે પણ સાચું છે કે જેઓ પરિસ્થિતિને પાછળ છોડીને પોતાના લક્ષ્ય પર અડગ રહે છે તેના માટે સંસાધનો, પૈસા અને આરામ બધુ એક સમાન છે. આજે પણ જે યુવતીની વાર્તા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેની ઉત્કટતા પણ આવી જ હતી. કલ્પના કરો કે સવારની રોટલી પછી રાતની રોટલીની ગેરેંટી ન હોય ત્યાં છોકરી કયુ લક્ષ્ય નક્કી કરે. તેના માટે સૌથી મોટી સફળતા એ હશે કે તેના ઘરનો સાંજનો ચૂલો સળગી જાય. આવા સંજોગોમાં પણ તેણે પોલીસ અધિકારી બનવાનું સપનું જોયું અને તેને પરિપૂર્ણ કર્યું. ચાલો જાણીએ તે છોકરીની વાર્તા શું છે.

આ છોકરીનું નામ તેજલ આહેર છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રહે છે. તેજલની સફળતા એ છે કે તેમણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવેલી લોકસેવા આયોગની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. જે બાદ તેને ‘સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ’ પદ મળ્યું. જો કે આ પછી તમે પણ વિચારી શકો છો કે આમાં મોટી વાત શું છે, ઘણા લોકો દર વર્ષે આવી પરીક્ષાઓ પાસ કરે છે. તો અમે તમને આ સવાલનો જવાબ આગળ જણાવીશું.

તેજલ કહે છે કે તેણે નાસિક જિલ્લામાં જ રહીને આ પરીક્ષાની તૈયારી કરી હતી. પરંતુ આપણે જોયુ હશે કે આવી પરીક્ષાઓની તૈયારી માટે લોકો કોઈ કોચિંગ સેન્ટરમા જોડાય છે. જ્યાં તેમને યોગ્ય માર્ગદર્શન મળે છે. પરંતુ તેજલના ઘરમા પૈસાની ખુબ તંગી હતી. જેના કારણે તે કોઈ પણ કોચિંગ સેન્ટરમાં જોડાઈ શકી ન હતી. પરંતુ તેજલે આને ધ્યાનમાં લીધા વિના પોતાનો અભ્યાસ કર્યો અને આજે તે મહારાષ્ટ્ર લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરીને અધિકારી બની ગઈ છે.

તેજલના પિતા કહે છે કે તેની માતાએ બાળપણમાં જ પોતાની પુત્રીને અધિકારી બનાવવાનુ સપનુ જોયુ હતુ. તેની માતા ઘણી વાર કહેતી હતી કે એક દિવસ મારી પુત્રી પોલીસ અધિકારી બનશે અને આજે એ જ સ્વપ્ન સાકાર થયું. તેજલ પંદર મહિનાની તાલીમ પૂર્ણ કર્યા પછી ઘરે પાછી આવી ત્યારે તેના શરીર પર પોલીસનો ગણવેશ જોઇને આખો પરિવાર ભાવનાશીલ બની ગયો. તેના પિતાની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ.

તેજલના બાળપણના દિવસો એટલા ખરાબ હતા કે તેમના ઘરમા બે ટાઈમની રોટલીના પણ ફાફા હતા. આવી સ્થિતિમા તેજલનુ પોલીસ અધિકારી બનવુ એ સમાજ માટે એક નવુ ઉદાહરણ છે. આજે તેજલ એ બધા ગરીબ વિદ્યાર્થીઓને સલાહ આપે છે કે સંજોગોનો ડર રાખીને આપણે ક્યારેય આપણા લક્ષ્યો ટૂંકાવવા ન જોઈએ.

Leave a Reply

Your email address will not be published.