તમારા ચહેરાની ગ્લો વધારવા અને વાળને ચમકીલા બનાવવા અપનાવો આ ઉપાય.

Beauty tips

તમને એ વાતની જાણ તો હશે જ કે મધ ચહેરા પર ગ્લો લાવવામાં અને વાળને ચમકીલા બનાવવામાં ખુબ જ ઉપયોગી છે. જોકે હંમેશાં લોકોનું એવું માનવું છે કે સારૂ સ્વાસ્થ્ય અને સુંદરતા માટે મધનો માત્ર ખાનપાનમાં જ સમાવેશ કરી શકાય. મધનો ઉપયોગ વર્ષોથી સુંદરતા મેળવવા માટે કરવામાં આવે છે અને જે લોકો આયુર્વેદથી પરિચિત છે તેમના માટે આ વાત બિલકુલ નવી નથી કે મધમાં શક્તિશાળી સૌંદર્યવર્ધક ગુણ પણ રહેલો છે.

ચહેરાની ચમક લાવવા માટે :-

મધમાં એન્ટિ એજિંગનું તત્ત્વ રહેલું છે, જે ત્વચાને ચમકીલી બનાવે છે. તેનો તમે ક્વિક ક્લીન્ઝિંગ સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચાનાં છિદ્રો ચોખ્ખાં થાય છે અને સાથે સાથે કરચલીઓ પણ ઓછી થાય છે. 

એક ચમચી મધમાં બે ચમચી બ્રાઉન સુગર અને અડધું લીંબુ નીચોવવું. તમારા ચહેરાને સામાન્ય ભીનો કરો અને ત્યારબાદ તૈયાર કરેલા સ્ક્રબને હળવા હાથે ચહેરા પર માલિશ કરો. લગભગ એક મિનિટ સુધી માલિશ કર્યા બાદ તેને એમ જ રહેવા દો. સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો.

વાળને ચમકીલા બનાવવા માટે :-

મધને એક ઉત્તમ પ્રકારનું કન્ડિશનર પણ કહી શકાય. મધને કેટલાક નેચરલ ઈન્ગ્રીડિયન્ટ સાથે ભેળવીને ડ્રાય અને તૂટેલા વાળ પર લગાવો. તેનાથી વાળને પોષણ મળે છે. અને તમારા વાળની ચમક પણ વધશે.

કન્ડિશનર રૂપે તેનો ઉપયોગ કરવા માટે બે ચમચી મધમાં ત્રણથી ચાર ચમચી નારિયેળનું તેલ ઉમેરો. બંનેને બરાબર મિક્સ કરી વાળમાં ઉપરથી લઈ નીચે સુધી લગાવો. તેને ત્રીસ મિનિટ સુધી વાળમાં રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી વાળને ધોઈ લો. તમારા વાળ એકદમ સિલ્કી અને ચમકીલા થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *