સોનું થયું વધારે સસ્તું, કિંમતોમાં થયો મોટો ઘટાડો, જાણો શું છે ભાવ..

News

છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનું સતત સસ્તું થઇ રહયું છે. સપ્તાહની શરૂઆતમાં વેપારમાં થોડી મજબૂતી જોવા મળી હતી, પરંતુ હવે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં નેગેટિવ અસર અને રૂપિયાના મૂલ્યમાં સુધારો થવાને કારણે મંગળવારે સોનાના ભાવ 679 રૂ. ઘટીને 44,760 રૂ. થયા છે. પાછલા ટ્રેડિંગ સેશનમાં સોનું 10 ગ્રામ દીઠ 45,439 રૂપિયા પર બંધ થયું હતું.

ચાંદી પણ 1,847 રૂ. ઘટીને 67,073 રૂ. પર આવી ગઈ છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 68,920 રૂ.પર બંધ થઇ હતી. આંતરરાષ્ટ્રીય વેપાર દરમિયાન સોનું એક ઓંસ ઘટીને 1,719 ડોલર થયું હતું અને ચાંદીમાં ઘટાડો થઈને ઓંસના 26.08 ડોલર પર બંધ થઈ ગઈ હતી.

આજે જો તમે ઈન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ એટલે કે આઈબીજેએના ભાવ પર નજર નાખો તો સોનાની કિંમત કંઈક આવી છે (આ કિંમતો જીએસટી ચાર્જ વિના ગ્રામ દીઠ જણાવેલ છે).

24 કેરેટ- 4,551
22 કેરેટ- 4,396
18 કેરેટ- 3,641
14 કેરેટ- 3,026

ગોલ્ડ ફયુચર માં ઘટાડો

ઓછી માંગને કારણે વેપારીઓએ તેમના સોદા ઓછા કર્યા હતા, જેના કારણે સોનું મંગળવારે વાયદાના વેપારમાં સોનામાં 0.34 ટકા ઘટીને 45,155 રૂ. પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં ડિલિવરી વાળા સોનાના વાયદાની કિંમત એપ્રિલમાં 153 રૂ. એટલે 0.34 ટકા ઘટીને 45,155 રૂ. પર પહોંચી ગઈ છે. તેમાં 13,887 લોટનો વેપાર થયો હતો. આંતરરાષ્ટ્રીય બજાર, ન્યુ યોર્કમાં સોનું 0.49 ટકા ઘટીને 1,714.50 ડોલર પ્રતિ ઓંસ પર ચાલી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.