સોના-ચાંદીના ભાવમાં સતત થઇ રહ્યો છે વધારો, જાણો શું છે કિંમત

News

દેશમાં થોડા દિવસથી ફરી સોના-ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોના-ચાંદીના ભાવ ફરી વધી ગયા છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે આંતરરાષ્ટીરય કિંમતોમાં વૃદ્ધિને કારણે આજે સોનું 182 રૂપિયા વધીને 45975 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. પાછલા કારોબારમાં સોનું 45793 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોનાની સાથે ચાંદીમાં પણ આજે 682 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે ચાંદીનો ભાવ 66175 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.

એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતોમાં 182 રૂપિયાનો વધારો થયો, જે COMEX સોનાની કિંમતો વધતા થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1744 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 25.30 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન 2021ની ડિલિવરી વાળા સોનાનો ભાવ 293 રૂપિયાના વધારા સાથે 46655 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ રીતે ઓગસ્ટમાં ડિલિવરીવાળા સોનાનો ભાવ 257 રૂપિયા એટલે કે 0.55 ટકાના વધારા સાથે 46603.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો હતો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર મે 2021માં ડિલિવરી વાળી ચાંદીની કિંમત 641 રૂપિયા એટલે કે 0.96 ટકાના વધારા સાથે 67275.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ટ્રેન્ડ કરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published.