ટ્રેનમાં ઘણા સમયથી પડી હતી લાલ રંગની લાવારિસ બેગ, જ્યારે અધિકારીઓએ તેને ખોલી તો ઉડી ગયા તેમના હોશ…

News

ભારતીય રેલ્વે ભારતની હાર્ટ લાઇન તરીકે પણ જાણીતી છે. તે વિશ્વનું સૌથી મોટું રેલ્વે નેટવર્ક પણ છે. તેમાં રોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં અહીં કેટલીક વિચિત્ર ઘટનાઓ પણ બને છે. હવે દિલ્હીથી બિહાર જતી સ્વતંત્ર સંગ્રામ સેનાની સ્પેશિયલ ટ્રેનનો આ કેસ છે. અધિકારીઓને અહીં એક લાવારિસ બેગ મળી હતી. જ્યારે આ બેગ ખોલવામાં આવી ત્યારે, દરેકના હોશ ઉડી ગયા.

આ લાવારિસ બેગમાંથી મળી આવ્યા 1.4 કરોડ રૂપિયા:- આ લાલ રંગની બેગમાં એક કરોડ અને ચાલીસ લાખ રૂપિયા હતા. મળતી માહિતી મુજબ, ગયા સોમવારની આ ઘટના છે. ટ્રેન કાનપુર આવી કે તરત જ પેન્ટ્રી સ્ટાફે જીઆરપીને જાણ કરી. જ્યારે જીઆરપીએ સ્થળ પર આવીને બેગ ખોલી તો તે ચોંકી ગયા હતા. બેગ પૈસાથી ભરેલી હતી.

શરૂઆતમાં પૈસાની સંખ્યાને ગુપ્ત રાખવામાં આવી હતી. તેની પહેલા ગણતરી થઈ. અધિકારીઓ મંગળવારની રાત સુધી નોટોની ગણતરી કરતા રહ્યા. આ પછી બેગમાં 1.4 કરોડ રૂપિયા હતા એવી વાત થઈ હતી. અધિકારીઓએ પાછળથી આવકવેરા વિભાગને પણ આની જાણ કરી હતી.

બેગમાં માલિકની જાણકારી ન હતી:- વરિષ્ઠ રેલવે અધિકારીના જણાવ્યા મુજબ, આ બેગ કોની છે તે અંગેની માહિતી હજી સુધી મળી નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે હજી સુધી કોઈ પણ આ બેગ પર પોતાનો દાવો કરી શક્યો નથી. અધિકારીએ જણાવ્યું કે, જ્યારે ટ્રેન આગળ વધી ત્યારે, રસ્તાના કોઈપણ સ્ટેશન પર બેગ ગુમ થવા અંગે ફરિયાદ લખાઈ ન હતી.

રેલ્વે અધિકારીઓ પણ આશ્ચર્યચકિત છે:- સ્વાતંત્ર્ય સેનાની સેનાની કોવિડ વિશેષ ટ્રેન સોમવારે રાત્રે 9: 15 કલાકે નવી દિલ્હીથી રવાના થઈ હતી. તે રાતે કાનપુર સેન્ટ્રલ પર 2:51 વાગ્યે આવી હતી. અહીં પેન્ટ્રી કારના કર્મચારીઓએ રેલવેમાં રેડ બેગ મળી આવતા રેલવે અધિકારીઓને માહિતી આપી હતી. આ બેગ ત્યાં ઘણા સમયથી પડી હતી.

જીઆરપી અને આરપીએફ ટીમે પહેલા તે બેગને સ્કેન કરી, જેનાથી જાણી શકાય કે તેમાં બૉમ્બ છે કે નહીં. બાદમાં તેણે આ બેગ પોતાના કબજામાં લીધી હતી. ખુદ રેલવે અધિકારીઓ પણ બેગમાંથી આટલી મોટી રકમ મળવાથી હેરાન છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.