તંદુરસ્ત વાળ, સિલ્કી અને શાઈની વાળ તમારી સુંદરતામાં વધારો કરે છે. પરંતુ આ માટે વાળની યોગ્ય સંભાળ પણ જરૂરી છે. પરંતુ સમયના અભાવને લીધે, આપણે પોતાના પર પૂરતું ધ્યાન આપતા નથી, અને તેનું પરિણામ રફ વાળ અને નિર્જીવ વાળ થઇ જાય છે અને તે વાળમાં કોઈપણ હેરસ્ટાઇલ શૂટ થતી નથી.
પરંતુ જો સારો દિવસ હોય ત્યારે તેની પણ ખુબ જ કાળજી લેવી જરૂરી છે. હા, અમે તમારા વિશેષ દિવસની, એટલે કે વેલેન્ટાઇન ડે વિશે વાત કરી રહ્યા છીએ. આ ખાસ દિવસે તમને પણ ખાસ અને વિશેષ દેખાવાનું પસંદ હોય છે અને તમારા દેખાવમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા તમારા વાળ ભજવે છે, અને જો તે સિલ્કી અને શાઈની હોય તો તમારા દેખાવને પરફેક્ટ બનાવવા માટે મદદ કરે છે.
તો આ વેલેન્ટાઇન ડે પર અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જેના ઉપયોગથી તમે સુંદર રેશમી અને ચળકતા વાળ મેળવી શકો છો. અમે ઘરેલું સ્પા વિશે વાત કરી રહ્યા છીએ.
તો ચાલો જાણીએ તમે ઘરે હેર સ્પા કેવી રીતે કરી શકો?
1. સૌ પ્રથમ, તમારા વાળને હળવા ગરમ તેલથી મસાજ કરો જેથી તમારા વાળને પોષણ મળશે અને તમારા રફવાળ દૂર થઇ જશે.
2. આ પછી, તમે તમારા વાળને સ્ટીમ કરી લો. આ પ્રક્રિયા તમારા વાળના મૂળમાં પોષણ પહોંચાડવામાં મદદ કરશે. હવે તમારો સવાલ એ હશે કે ઘરે વરાળ કેવી રીતે લઈ શકાય? તો અમે તમને જણાવીએ કે આ માટે તમારે પાણી ગરમ કરવું પડશે. હવે આ ગરમ પાણીમાં ટુવાલ નાંખો અને તેને તમારા વાળ માં લપેટી લો. તમારે આ પ્રક્રિયાને 2 થી 3 વાર પુનરાવર્તિત કરવી પડશે.
3. આ પછી, કન્ડિશનર અને નાળિયેર તેલ મિક્સ કરો અને સારી રીતે પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને તમારા આખા વાળ પર લગાવો અને તેને 15 મિનિટ માટે રાખો.
4. આગળનું સ્ટેપ શેમ્પૂ છે. આ પછી તમારે વાળમાં શેમ્પૂ કરવું પડશે અને તે પછી તમારા વાળમાં કન્ડીશનરનો ઉપયોગ કરો.
જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…