ઝેરથી ઓછી નથી ફ્રિજમાં પડેલી આ 8 વસ્તુઓ, આજે જ તેને બહાર ફેંકો

વધેલા ખોરાક ને ફ્રિજ માં રાખવો એ સામાન્ય છે. ખાસ કરીને ઉનાળા માં ખોરાક ને બગાડવા ની સંભાવના વધુ રહે છે. આ સ્થિતિ માં, દરેક લોકો શક્ય તેટલો વહેલો ખોરાક ફ્રિજ માં મૂકી દેતા હોય છે. પરંતુ તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, કેટલીક એવી વસ્તુઓ છે જે ફ્રિજ માંથી કાઢી ને ખાવાથી તમારા સ્વાસ્થ્ય ને ઘણું નુકસાન પહોંચાડે છે. હા, ઘણા લાંબા સમય સુધી ફ્રિજ માં સંગ્રહિત ખોરાક તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ચાલો આપણે જાણીયે આ વિશે.

1. ફ્રિજ માં રાખેલા દાળ અને શાક:- ભોજન હંમેશા એટલું જ બનાવવું જેટલી જરૂર હોય. ફ્રિજ માં વધેલો ખોરાક રાખવાથી ખોરાક ના પોષક તત્વો નાશ પામે છે. તેમજ લાંબો સમય ફ્રિજ માં રાખેલા ખોરાક માં એડીવીટીઝ, કાર્બોહાઇડ્રેટ્સ, ફ્ર્યુટોઝ કોર્ન સીરપ અને ટ્રાંસ-ફેટ જેવા ફેટી એસિડ પેદા થઇ જાય છે. જેના સેવન થી તમારું શરીર અનેક રોગો થી પીડિત થઈ શકે છે. આવા ખોરાક ખાવાથી કેન્સર નું જોખમ પણ વધી જાય છે.

2. બેકરી નો સમાન:- ઘણા લોકો બેકરી ની વસ્તુઓ એટલે કે, પેસ્ટ્રીઝ, ચોકલેટ અને મીઠાઈઓ ફ્રીજ માં સંગ્રહિત કરે છે. ખાંડ, લોટ અને કાર્બોહાઈડ્રેટ માંથી બનેલા આ બેકરી ઉત્પાદનો નું સેવન તમને હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત અને ડાયાબિટીઝ જેવા રોગો નો શિકાર બનાવી શકે છે.

3. વાસી ખોરાક:- કેટલીક વાર ભોજન એટલું બધું બનાવવામાં આવે છે કે, એક થી બે વાર ખાધા પછી પણ તે વધે છે. ફ્રિજ માંથી વારંવાર કાઢી ને ગરમ કરી ને ખાવા થી ખોરાક ના પોષક તત્વો સંપૂર્ણ રીતે નાશ પામે છે. આવો ખોરાક ખાવા ન ખાવા સમાન માનવામાં આવે છે. એક કરતા વધારે વાર વધેલો ખોરાક ખાવો ખૂબ નુકસાનકારક છે. આરોગ્ય ને નુકસાન પહોંચાડવા ને બદલે, તેને ફેંકી દેવાનું વધુ સારું છે. જરૂર મુજબ ભોજન બનાવવાનો પ્રયત્ન કરો.

4. વધુ મસાલા વાળી ચીજ વસ્તુઓ:- સોસ, ચટણી અને અથાણાં માં સોડિયમ ખૂબ વધારે પ્રમાણ માં હોય છે. જેના કારણે તેમના ઉપયોગથી તમારા શરીર નું બ્લડ પ્રેશર લેવલ બગડે છે. જો તમે આ બધી વસ્તુઓ ને ખોરાક સાથે લો છો, તો તે ખોરાક ના પોષક તત્ત્વો ને પણ શરીર સુધી પહોંચવા દેતા નથી. એટલા માટે હંમેશા તાજી બનાવેલી ચટણી અને ઘરેલું અથાણાં જ વાપરો.

5. સોફ્ટ ડ્રિંક્સ:- વધારે પ્રમાણ માં સોફ્ટ ડ્રિંક્સ પીવાથી જાડાપણું, ભૂખ ઓછી થવી, એસિડિટી, કબજિયાત અને દાંત સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. સૌથી મહત્વ ની બાબત એ છે કે, સોફ્ટ ડ્રિંક્સ તમારા દાંત અને હાડકાં ને ખૂબ નબળા પાડે છે. દાંત જે મૃત્યુ ના 100 વર્ષ પછી પણ સારી રીતે રહે છે, ઠંડા પીણા તેમને 10 વર્ષ માં ખરાબ કરી શકે છે.

6. લાંબા સમય થી ફ્રિજ માં પડેલા ફાળો:- ઘણી વખત તમે બજાર માંથી એક સાથે 4-5 દિવસ માટે ફળો ખરીદી લો છો. પરંતુ તેમ કરવું યોગ્ય નથી, ફ્રિજ માં પડેલા ફળો ના પૌષ્ટિક તત્વો ધીમે ધીમે નાશ થઇ જાય છે. વાસી ફળ ખાવાથી સ્વાસ્થ્ય ને ફાયદો થવાના બદલે નુકસાન થાય છે. આ સ્થિતિ માં હંમેશાં તાજા ખરીદેલા ફળો જ ખાવા જોઈએ.

7. ભાત:- વાસી ભાત ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. એક તો તેને ખાવા થી શરીર માં ચરબી જમા થાય સાથે સાથે પેટ માં ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ નો સામનો પણ કરવો પડે છે.

8. દહીં:- ફ્રિજ માં સંગ્રહિત દહીં નો લાંબા સમય સુધી વપરાશ આરોગ્ય ને નુકસાન પહોંચાડે છે. કોશિશ કરો કે, રોજ તાજું જમાવેલું દહીં જ ભોજન માં લેવું. આમ કરવા છતાં પણ જો દહીં વધે તો તેની કાઢી બનાવી ને ખાવી. વાસી દહીં ક્યારેય ખાવું નહિ તે તમારા શરીર ને નુકશાન પોંહચાડી શકે છે.

આમ, ફ્રિજ માં લાંબા સમય થી પડેલો ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ અને હંમેશા જરૂર મુજબ જ ભોજન બનાવવું જેથી ફ્રિજ માં મુકવાની નોબત ના આવે. વાસી ખોરાક તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પોંહચાડે છે. જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *