પુરુષો અને બાળકોને ઈંડાની વાનગીઓ ખુબજ ભાવતી હોય છે પણ આપણા આરોગ્ય માટે કેટલું સારું અને કેટલું નુકસાનકારક છે તે અંગે અલગ અલગ મત રહેલા છે, આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવી રેસીપી જે ટેસ્ટમાં ઈંડાના ખીમા જેવી લાગશે પણ બનશે વેજીટેબલમાંથી તો તમને પણ ક્યારેક ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે તમને આ વાનગી કેવી લાગી.

સામગ્રી:-
ફણસી અડધો કપ સમારેલી
ગાજર 2 સમારેલા
કેપ્સિકમ 1 ઝીણું સમારેલું
આદુ લસણ ની પેસ્ટ

ઝીણી સમારેલી ડુંગળી
ટોમેટો પ્યુરી 2 કપ
મકાઈ ના દાણા 1 કપ
લીલા વટાણા 1 કપ
ચીઝ
બટર
પનીર

બનાવાની રીત:-
સૌપ્રથમ તો ફણસી અને ગાજરને ભેગા કરી ને કરકરી પેસ્ટ બનાવી લેવી, એવી જ રીતે કેપ્સિકમ ની પણ પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ કડાઈમાં થોડું તેલ અને બટર લેવું અને પહેલા આદુ લસણની પેસ્ટ નાખવી. એને સાંતળી લઈ ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવી. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ટોમેટો પ્યુરી એડ કરી દેવી. બે ત્રણ મિનિટ પછી કેપ્સિકમ ની પેસ્ટ નાખી દેવી. જરાક વાર રહીને ફણસી અને ગાજર વાળી પેસ્ટ ઉમેરી દેવી. હવે વટાણા અને મકાઈના દાણા ઉમેરી લેવા. આ બધું સરખું શેકી લેવું. પછી પનીર લઈને આમાં છીણી નાખવું. હવે મસાલામાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો એડ કરીને સરખું હલાવી લેવું. અને હવે થોડું પાણી ઉમેરી 5 મિનિટ જેવું રંધાવા દેવું. હવે આ તૈયાર ગયો ખીમો.
હવે બેકિંગ ટ્રે માં જરાક બટર લગાવી આ ખીમાંનું પહેલું લેયર પાથરી દેવું, અને આ લેયર પર ચીઝ ખમણી ને આખું લેયર બનાવી નાખવું. હવે એ લેયર પર ફરી એકવાર ખીમો પાથરી ને એની પર ચીઝ નું લેયર પાથરી દેવું.

હવે આ ને માઇક્રોવેવમાં 180 સેલ્શિયસ ડીગ્રી પર 15 મિનિટ માટે બેક કરવું.
તો આ તૈયાર થઈ ગયો આપણો વેજ ચીઝ ખીમો.
નોંધ : મેં અમુલ નું ચીઝ વાપરેલું પણ મોઝરેલા ચીઝ વધુ સારી મજા આપશે એવું લાગ્યું.
આ પોસ્ટ અને ફોટો યોગેશભાઈ ની વોલ પરથી લેવામાં આવ્યા છે, કોપી-પોસ્ટ કરો ત્યારે ક્રેડિટ જરૂર આપજો.
યોગેશભાઈ જીવરાની