નમસ્કાર મિત્રો આજે મારી મારી ફેવરીટ પહેલી વાનગી તમારા બધા સાથે શેર કરી રહી છુ આશા રાખું છું બઘા ને પસંદ આવશે. આ પેટીસ સ્વાદ મા ખુબજ ટેસ્ટી અને ખાવામાં ખુબજ હેલ્ધી હોય છે. તો ચાલો આપણે જાણીએ વેજ પેટીસની રેસિપી.
સામગ્રી:-
એક કપ ગાજર ઝીણી સમારેલી, એક કપ પાલક ઝીણી સમારેલી, એક કપ મકાઈ બાફેલી, એક કપ કેપસીકમ ઝીણી સમારેલી, બાફેલા વટાણા એક કપ, 500 ગામ બાફેલા બટાકા
એક કપ ઝીણી સમારેલી કોથમીર, એક કપ ઝીણી સમારેલી ડુંગળી, એક કપ ઝીણી સમારેલી કોબીજ અને સ્વાદ મુજબ અને મોસમ પ્રમાણે કોઈ પણ પ્રકારની શાકભાજી લઈ શકો છો
કોન ફ્લોર 2 કપ, 1 ચમચી ઘણા જીરૂ પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સમારેલી મરચા 6-7 પીસ, લસણ આદુની પેસ્ટ એક ચમચી
પેટીસ બનાવાની રીત:-
સો પ્રથમ આપણે બાફેલા બટાકા એક બાઉલમાં લઈ લેશું, ત્યાર બાદ બઘા શાકભાજી તેમા ઉમેરીશું અને તેમા ઉપર જણાવ્યા પ્રમાણે બધા મસાલા ઉમેરીશું અને બઘું બરાબર મિક્સ કરી લો.
હવે તેમાંથી નાના નાના બોલસ બનાવી કોન ફ્લોર મા રગદોરી બઘા બોલ્લસ તૈયાર કરો તેને થોડા સમય માટે ફીઝ મા સેટ થવા માટે રાખી દો, ત્યાર બાદ ગરમ તેલમાં ગોલ્ડન ફાય કરો. ગરમાગરમ પેટીસ ની મઝા માણો.
તમને આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોકસમાં જરૂર જણાવજો અને આવી અવનવી રેસિપી જાણવા માટે ફેસબુકમાં આપણું પેજ ગુજરાત ને લાઈક જરૂર કરજો.
રેસિપી સૌજન્ય:-પ્રિયંકા કૂણાલ મહેતા