સુષ્મિતાના પ્રેમમાં બરબાદ થઇ ગઈ આ ડાયરેક્ટરની જીંદગી, કહ્યું- મેં મારી પત્ની અને પુત્રીને…

Bollywood

દરેક લવ સ્ટોરી સફળ નથી હોતી, ઘણી લવ સ્ટોરી અધૂરી રહે છે અને વ્યક્તિને એમાં પીડા સહન કરવી પડે છે. ફિલ્મ જગતની વાત કરીએ તો કલાકારો માટે એક બીજાના પ્રેમમાં પડવું સામાન્ય વાત છે. જો કે, કેટલીક વાર કેટલાક સંબંધોમાં પછીથી લોકોને ખ્યાલ આવે છે કે, તેઓ સંબંધોમાં કંઇક ખોટું કરી બેઠા છે. બોલિવૂડ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે પણ આવું જ બન્યું હતું જ્યારે તેનું અભિનેત્રી સુષ્મિતા સેન સાથે અફેર ચાલ્યું હતું.

વિક્રમ ભટ્ટ અને સુષ્મિતા સેન તેમની કારકિર્દીની શરૂઆતમાં એકબીજાની નજીક આવ્યા હતા. આ સમયે સુષ્મિતાની ઉંમર 20-21 હતી. અને વિક્રમ ભટ્ટના લગ્ન થઇ ચુક્યા હતા. લગ્ન પછી પણ, વિક્રમ ભટ્ટનું સુષ્મિતા સેન સાથે અફેર હતું અને બાદમાં જ્યારે તેને ખ્યાલ આવ્યો કે તેમણે મોટી ભૂલ કરી છે ત્યારે તેમને આ વાતનો ખુબજ પસ્તાવો થયો હતો.

સુસ્મિતા અને વિક્રમના પ્રેમ પ્રકરણની શરૂઆત 1996 માં ફિલ્મ ‘દસ્તક’ ના સેટ દરમિયાન થઈ હતી. સુષ્મિતાના પ્રેમમાં, વિક્રમ એટલો તો ગળાડૂબ થઇ ગયો હતો કે તે તેની પત્ની અને પુત્રથી પોતાનાથી દૂર જ રાખતો હતો. પરંતુ આગળ જતા, તેને પછતાવો થયો અને તેના આવા વર્તન માટે ખૂબ જ દુ:ખ થયું હતું.

વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘મને દુઃખ છે કે મેં મારી પત્ની અને દીકરીને દુઃખ પહોંચાડ્યું અને તેઓને છોડ્યા. મને દુ:ખ છે કે મેં તેમના હૃદયને ખુબજ દુઃખ પહોંચાડ્યું છે. અને હું માનું છું કે જ્યારે તમારી પાસે હિંમત હોતી નથી, ત્યારે તમે ચાલાક બનો છો. મારી પાસે એવી હિંમત નહોતી કે હું અદિતિને કહી શકું અને તે બધું એક સાથે થયું, બધું ગડબડ થઈ ગયું. તે સમયે, હું નબળો પડી ગયો, અને તેનું મને ખુબજ દુઃખ છે. જો હું નબળો ન પડ્યો હોત તો આજે વસ્તુઓ જુદી હોત.

પત્ની અને પુત્રીને છોડી દેવા અને સુસ્મિતા સેન સાથેના અફેર વચ્ચે, વિક્રમ ભટ્ટ ખૂબ જ તણાવમાં હતો અને તેને પોતાનો જીવ લેવાની કોશિશ કરવી પડી હતી. આ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, ‘મેં સુષ્મિતાને કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ મેં મારી જિંદગીમાં બધુ બગાડ્યું છે.’

મીડિયા સાથે વાત કરતા વિક્રમે વધુમાં કહ્યું કે, ‘મેં પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. મારી ફિલ્મ ગુલામ રિલીઝ થવાની હતી, પરંતુ હું સુષ્મિતાનો બોયફ્રેન્ડ જ રહી ગયો. હું હતાશામાં હતો. હું મારી દીકરીને ખૂબ યાદ કરતો હતો. મેં મારા જીવનની દરેક વસ્તુ બગાડી છે. મને નથી લાગતું કે કોઈ પણ એક સંબંધે મારું જીવન બરબાદ કરી દીધું હોય, પરંતુ આ વિનાશનું આખું કારણ હું જાતે જ હતો.’

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.