પોતાની દીકરી ગુમ થયાનો વિડીયો વાયરલ કર્યો, દીકરી મળી આવતા દીકરીએ ફોડ્યો ભાંડો

News

સોશિયલ મીડિયામાં એક આધેડ પોતાની 17 વર્ષની દીકરી ગુમ થઈને કે ખોવાઈ ગઈ હોવાનો વિડ્યો વાયરલ કર્યો હતો. જો કે સગીરા મળી આવતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા પાસેથી સગીરા ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. દીકરીના ગુમ થવાનો વીડિયો વાયરલ કરી ફરિયાદ આપનાર લુધિયાણાના આધેડ ઉંમરનો વ્યક્તિ નકલી બાપ હોવાનું સામે આવ્યું છે. નકલી બાપ શારીરિક શોષણ કરતો હોવાથી સગીરા આરોપીના ચુંગાલમાંથી ભાગી ગઈ હતી.

મણિનગર પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. જોકે નકલી બાપનો અસલી ચહેરો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ આધેડ આસામની એક સગીરાને પોતાની દીકરી કહી અલગ અલગ જગ્યાએ ભીખ માંગતો હતો. ભીખ માંગેલા પૈસાથી તે હોટલમાં રાત રોકાતો હતો અને આ સગીરા બાળકી સાથે દુષ્કર્મ કરતો હોવાનું સામે આવ્યું છે.

આસામની આ સગીર બાળકીને પંજાબી નામ પણ આ વ્યક્તિએ આપ્યું હોવાનું સગીરાએ જણાવ્યું છે. પોલીસે તપાસ કરી તો સગીરાના અસલી માતા પિતા અલગ જગ્યાએ રહે છે, સગીરાની માતા અને પિતા વચ્ચે સબન્ધ સારા ન હોવાથી ઘરની પરિસ્થિતિ ખરાબ હતી.

હાલમાં જ સોશિયલ મીડિયા પર આ આધેડે પોતાની 17 વર્ષની દીકરી ગુમ થઈને કે ખોવાઈ ગઈ હોવાનો વિડ્યો વાયરલ કર્યો હતો. વિડિઓ વાયરલ થતા મણિનગર પોલીસે પંજાબના લુધિયાણાના કુપદીપસિંહની દીકરી ગુમ થવાની ફરિયાદ લીધી હતી. પોલીસ તપાસમાં સગીર બાળકીના રીક્ષા અને બાઇક પર જતાં સીસીટીવી સામે આવ્યા હતા. પોલીસે સીસીટીવી ની મદદથી સગીર બાળકીને શોધી કાઢી હતી પણ પૂછપરછમાં દરમિયાન અલગ વળાંક આવ્યો હતો.

દીકરી ગુમ થઈ હોવાનું કહીને પોલીસ પાસે મદદ માંગી રહેલો કુલદીપસિંહ નકલી પિતા હોવાનો ઘટસ્ફોટ સગીર બાળકીએ કર્યો હતો. માત્ર એટલું જ નહીં નકલી પિતા સગીરાને હોટલમાં લઈ જઈને તેનું શારરીક શોષણ કરતો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. નકલી પિતાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને સગીર બાળકી ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું. મણિનગર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી કુલદીપસિંહની પકડીને તેની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો છે કે આધેડ કુલદીપસિંહ લોકડાઉન માં આસામ ગયો હતો. ત્યાં બલિયા ગામમાં આવેલ ગુરુદ્વારામાં રોકાયો ત્યારે આ સગીરાના પરિવારના સંપર્કમાં આવ્યો હતો. લોકડાઉનમાં ધધો બંધ થઈ જતા કુલદીપસિંહ એ દીકરીને ભણાવવા અને આર્થિક મદદની લાલચ આપીને સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો. છેલ્લા એક વર્ષથી આરોપી સગીર બાળકીને દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત વગેરે જેવી અલગ અલગ જગ્યાએ લઈને ફરતો રહે છે.

પોતાની વિકલાંગતાના બહાને દીકરીને ભણાવવા આર્થિક મદદ માટે ગુરુદ્વારા માં ભીખ માંગે છે. લોકો ફંડ ભેગું કરીને પૈસાની મદદ કરે ત્યારે પૈસા લઈને હોટલમાં રાત રોકાવવા જતો રહે અને આ સગીર બાળકી સાથે દુકર્મ કરતો હોવાનું સામે આવ્યું હતું. આટલુજ નહી પણ સગીર બાળકી સાથે તે મારઝૂડ પણ કરતો હતો. જેનાથી કંટાળીને સગીરાને તક મળતા ગુરુદ્વારાથી ભાગી ગઈ હતી.

નકલી બાપ બની અને વિકલાંગતાના ઓછા હેઠળ કુલદીપસિંહ એ સગીરા સાથે અનેક વખત દુસકર્મ આચર્યું હોવાનો સગીરાએ જણાવ્યું હતું. હાલમાં મણિનગર પોલીસે આ સગીર બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવીને તેના પરિવારનો સંપર્ક કર્યો છે. જ્યારે આરોપી કુલદીપસિંહ ની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. હવે પોલીસ અપહરણના આ ગુનામાં પોકસો સહિતની કલમોનો ઉમેરો કરી તપાસ કરશે. જાણવા મળતી માહિતી મુજબ આરોપીની પત્ની વર્ષો પહેલા મૃત્યુ પામી છે અને ત્યાર બાદ તે વિકૃત થઈ ગયો હતો.

તેના મોબાઈલ ફોનમાંથી પોર્ન સાઇટ પણ મળી આવી છે. આરોપીએ તો તેની પત્નીની સબંધી મહિલા સાથે ન્યૂડ ફોટો પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ ગુમ થયેલી સગીરાને શોધવામાં મદદ ન કરતી હોવાનો આક્ષેપ કરનાર આધેડ જ હવે ગુનેગાર નીકળતા પોલીસ તેની કડક હાથે પૂછપરછ કરી તેના પાપનો પર્દાફાશ પણ કરશે જેથી આગામી સમયમાં અનેક ખુલાસા થવાની શકયતા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published.