શા માટે શિયાળામાં જ લગ્ન કરવામાં આવે છે, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે શું કરવું ? માત્ર ૧૮ વર્ષની ઉપરની ઉંમર વાળા માટે…

Life Style

ખાસ નોંધ:- આ એક એડલ્ટ લેખ છે, જો તમારી ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોય તોજ આગળ વાંચજો નહીતર આ લેખ તમારા માટે નથી.

મોટા ભાગ ના લોકો ના લગ્ન શિયાળા થાય છે, એટલે શિયાળા માં લગ્ન જયંતીઓ અને તાજા તાજા લગ્ન ની શુભેચ્છાઓ અને હનીમુનો ના ફોટા ઓ થી કોઈનીય ફેસબુક વોલ ખાલી નથી રહેતી. સંસારિક જીવન ની શરૂઆત અને મુંજવણ ભર્યા રોમાંચ થી શરુ થતી આ જીંદગી માં સે@કસ્યુઅલ જ્ઞાન ઘણા બધા લોકો ને હોતું નથી…

માત્ર સ@માગમ ના ફોટા ને વિડીઓ જોઈ લીધેલા જ્ઞાન ની વાતો આ લેખ માં નથી.. વાંચો, વંચાવો… ભેટ આપવા આ લેખ શેયર કરો..

અધૂરા માં પૂરું અમુક લેખકો અને સેકસ્યુઅલ કોલમિસ્ટ અજંટા ઈલોરા ની ગુફાઓ અને ખજુરાહો મંદિર તેમજ કામસૂત્ર ના ઉદાહરણો ઠોકે રાખે અને લખે એવું કે પ્રાચીન કાલ માં સાલું લોકો સે@ક્સ સિવાય કાઈ કરતા જ નઈ હોય એટલે આવા શિલ્પો ની ભરમાર છે….બટ માઈન્ડ વેલ જેમ આજના જમાના માં સે@ક્સ મેનીયાક છે તેમ પ્રાચીન કાળ માં પણ અમુક સે@ક્સ મેનીયાક હતા.. અજંટા ઈલોરા ની ગુફાઓ,ખજુરાહો મંદિર તેમજ કામસૂત્ર એ આવા સે@ક્સ મેનીયાકો ના મગજ ની જ પેદાશો હોઈ શકે છે નથીંગ એલ્સ…એ કાઈ આપણો ભવ્ય વારસો પણ નથી…હા જીવન ની એક જરૂરીયાત છે કુદરતી હાજત ની જેમ જ પણ એ શિલ્પો જોઈ ઘરે ટ્રાય કરનાર ઘણા ના છુટા છેડા થઇ ગયા હશે… વિકૃત સે@ક્સ તામસિકો નો વિલાસ છે…ને છટક બારી માટે વાસ્યાયન જેવાના ઉદાહરણો અપાય છે….વધારે થઇ ગયું નઈ?? ઓકે ટ્રેક પર લાવું…

શિયાળા ના લગ્ન બાદ ઘણા લોકો ને અનાયાસે પ્રેગ્નન્સી રહી જતી હોય છે અથવા ઘણા લોકો પ્લાનિંગ પણ કરતા હોય છે…મોટે ભાગે દિવાળી બાદ ૨૦-૩૦ દિવસ સુધી હળવો ખોરાક અને વિરેચન લીધા પછી પ્લાનિંગ કરી શકાય… ચોમાસા માં કરેલું પ્લાનિંગ કદાચ નબળું બાળક લાવી શકે…

શિયાળા માં પ્લાનિંગ ના ફાયદા:

૧.બન્ને (કપલ)ની રોગ પ્રતિકારક શક્તિ આ ઋતુ માં સંપૂર્ણ હોય ધાતુઓ પણ બળવાન હોય છે.

૨.શિયાળા ના પ્લાનિંગ ના મોટા ભાગના બાળકો જુન પછી જ જન્મે…જેથી દાખલ થવામાં બીજા ૬-૮ મહિના રાહ જોવી પડે. આવા બાળકો ની બુદ્ધિ શક્તિ તેમની બેચ ના અન્ય બાળકો કરતા વધુ હોવાની કેમકે તેમની પરિપક્વતા ૬-૮ મહિના વધુ છે…

આપ યાંત્રિક સ@માગમ માણો છો કે તૃપ્તીમય તે પ્રથમ તો સંતાન ઉત્પત્તિ માટે મહત્વનું…

મેળવણ દૂધ માં નાખવાથી દૂધ તો ફાટી જાય છે પણ પનીર બનાવવું છે દહીં એ પ્રક્રિયા પર નિર્ભર છે…ગુજરાતીઓ સે@ક્સ કરતા સેન્સેક્સ માં વધુ પાવરધા છે એવા મહેણાં ટોણા મરાય છે.

હા સ્ત્રી હમેશા શરમાય છે, એ એનું ઘરેણું છે પણ શરમાવું અને નિષ્ક્રિય થઇ પડ્યા રહેવું બે વચ્ચે ખાસ્સોઓ… ફેર છે… એક શાસ્ત્ર માં લખ્યું કે “પહેલાં તો ’ના ના નહી’ એમ કહીને રસ દર્શાવતી નથી. પછી અભિલાષા જાગે છે. ત્યારબાદ લજ્જાશીલ બને છે અને પછી તો ધીરજ છોડી દઇને, એકાંતમાં મનગમતી પ્રેમભીની ક્રિડામાં તલ્લીન બની જાય છે. કુલીન સ્રીની રતિક્રીડા આવી રમ્ય હોય છે !” શા માટે સ્ત્રી એ એકાકાર ના થવું??

સ@માગમ એ એક યજ્ઞ સમાન છે જ્યાં તમે સંતાન ની ઉત્પત્તિ માં યજ્ઞ કરતા હોવ ત્યારે બન્ને એ સમ+ભોગ કરવો જ રહ્યો…એકાકાર થઇ જેમ ગંગા ને શિવજી એ ઝટા માં ધારણ કરી એમ પોતાના પાત્ર ને પ્રેમ પૂર્વક ધારણ કરતા હોય એમ તૃપ્ત થવું. તુરંત ગર્ભ ધારણ કરનાર સ્ત્રી માં એ જ વખતે થતી તૃપ્તિ કે હાશકારો એ પ્રથમ લક્ષણ છે…જે બહેનો ને એનો અણસાર આવી જાય એના માટે એ જ સોનોગ્રાફી ને એજ પ્રેગ્ના ન્યુઝ…હવે શું કરવું અને કેમ કરવું…??

માસિક આવે એ દિવસ થી જ બહેને એક ટાઇમ દૂધ ભાત સાકર ખીર ઘી વધુ ખાવા..બહેન ની ધાતુ અને બીજ ના પોષણ માટે..પછી ચોથા દિવસે માથાબોળ સ્નાન કરી ઇચ્છિત વ્યક્તિ ને કે તેના ફોટા ને જોવો…

સવારે બન્ને એ વહેલા ઉઠવું ઈશ્વર ની પ્રાર્થના એક સાથે કરવી ગમતા વસ્ત્રો આભૂષણો ધારણ કરવા..સતત ખુશ,પ્રસન્ન ને આખો દિવસ આનંદ માં રહેવું.. ઓફીસ કે બીજા કોઈ કારણ થી દિવસ સારો ના જાય તો પ્લાનિંગ ના કરવું. ટેન્શન, ગુસ્સો, હતાશા વગેરે છોડવા.

સવારે હળવો નાસ્તો લેવો ને બપોરે ભાઈએ ખીર, દૂધપાક, પેંડા, અડદ ની દાળ વગેરે જમવું, સાંજે પણ આવું જ જમવું પણ પેટ ભરી ને નહિ અને વહેલું સુર્યાસ્ત પહેલા જમી લેવું

બપોરે બહેને ખીર-દૂધ ભાત ખાવા અને સાંજે ચોખા-મગ-અડદ ની ખીચડી માં તાલ નું તેલ નાખી ખાવું..સાંજે જમીને દેવ દર્શને જવું કે ફરવું, રાત્રે બન્ને એ સ્નાન કરી સુગંધિત સ્પ્રે હળવા લગાવવા….સફેદ પાતળા વસ્ત્રો પહેરવા, બેડ રૂમ માં ચાદર ને પડદા સફેદ રાખી શકાય.રૂમ માં આછો પ્રકાશ કે દીવો કરવો, પલંગ પર પણ સ્પ્રે કરી શકાય.

હવે મુખ્ય વાત બન્ને એ નાગરવેલ નું મીઠું પાન ખાવું કે એલચી તજ મુખવાસ ચાવવા…

ખાસ માવો ખાવા વાળી પબ્લિક ને જોઈ મને થાય છે કે આમની પત્નીઓ ને ઘ્રાણેન્દ્રીય (નાક)સહનશીલતા નો એવોર્ડ આપવો જોઈએ.. કાંતો નાક સાવ કોરોનાગ્રસ્ત થઇ ગયું હોવું જોઈએ…

શૈય્યા પર પ્રથમ ભાઈએ જમણો પગ અને બહેને ત્યાર બાદ ડાબો પગ મૂકી આરોહણ કરવું..આ એક શાસ્ત્રોક્ત રેફરન્સ છે…આ સમયે બન્ને એ સારા પ્રસંગો વાગોળવા ઉત્તમ તેજસ્વી બાળક ની કલ્પના કરવી આ સમયે ભૈયે ડાબા પડખે અને બહેને જમણે રહી એક બીજા નું સંવાહન કરતા રહેવું, મોટે ભાગે પુરુષ ના જમણા શુક્ર પીંડો વધુ કાર્યરત હોય છે અને સરળતા થી શુક્ર નીચે ગમન કરી શકે તે માટે આ ક્રિયા સુચવેલી છે..

ત્યાર બાદ શાંતિ થી,વિશ્વાસ અને શ્રધ્ધા થી આ મંત્ર બોલવો…(શ્રદ્ધા અને વિશ્વાસ ખાસ)

ૐ અહીરસી આયુરસી સર્વત્ર: પ્રતિષ્ઠાઅસી, ધાત્વા ત્વાં દધાતું વિધાતા ત્વાં દધાતું, બ્રહ્મ વર્ચસા ભવેત ઇતિ, બ્રહ્મા બૃહસ્પતિ વિષ્ણુ સોમ સુર્યસ્તથા અશ્વિનૌ, ભગોઅથ મિત્રા વરુણો વીરં દધાતું મેં સુતમ||

ત્યાર બાદ પ્રહર્ષતા પૂર્વક,તીવ્ર સંતાન એષણા સાથે ચત્તા સુઈને સ@માગમ કરવો, સ્ત્રી નીચે અને પુરુષ ઉપર હોય એજ આસન સંતાન ઉત્પત્તિ માટે શ્રેષ્ઠ છે, અન્ય કોઈ પણ આસન થી શરીર માં વાયુ તુરંત વધતો હોઈ બાળક વિકલાંગ જન્મવાની સંભાવના વધુ રહે છે.

ધાતુ નિષ્કાસન બાદ થોડો સમય આલિંગન માં રહી બહેને ૧૦ મિનીટ પગ વાળી છાતી સુધી રાખવા, એકાદ કલાક ચત્તા સુઈ રહેવું…ભાઈએ ગળ્યું દૂધ પેંડો જલેબી ખાઈ પ્રસંગો વાગોળવા… એકવીસમી સદી માં આ વાત થોડી અજીબ લાગે,પણ નગ્ન સત્ય આ જ છે…

આટલો ટાઈમ કોની જોડે હોય આવું બધું કરવાનો? તો યાદ રહે કુછ પાને કે લિયે કુછ કરના ભી પડતા હૈ…બાકી યાંત્રિક સે@ક્સ થી કંટાળી પત્ની કોક વાર એમ ના બોલી ઉઠે કે “બસ તમારે તો રોજ આ જ જોઈએ ને પછી પડખું ફેરવી ઊંઘ્યા” આવા સંવાદો અનેક અતૃપ્ત ઝંખનાઓ પણ વંધ્યત્વ ના કારણ હોઈ શકે..

નિર્ણય તમારે લેવાનો છે કે તમારું સહશયન નિશ્ચિત લક્ષ્ય માટે છે કે તેનાથી બાય પ્રોડક્ટ તરીકે સંતાનો ઉત્પન્ન થાય છે? એક મત મુજબ જયારે દંપતિ સહશયનરત થાય છે અને બીજનું મિલન થાય છે ત્યારે આત્માઓ ની ગર્ભ માં પ્રવેશ માટે સ્પર્ધા યોજાય છે. જેમ સ્ક્રીન પર જોયા વગર નંબર ડાયલ કરવાથી રોંગ નંબર થવાની શક્યતા વધી જાય છે તેમ આ ધક્કામુક્કીમાં કોઈ શેતાની આત્મા કે તેના આંશિક ગુણો ધરાવતો આત્મા પ્રવેશે તેની શક્યતાઓ વધી જાય છે…તેના કરતા યોગ્ય નંબર ડાયલ કરવાથી ચોક્કસ વ્યક્તિ ને જ કોલ લાગે છે.

શ્લોક વડે પ્રભુ ને પ્રાર્થના અને દિવ્યઆત્મા નું આહ્ વાન કરવાથી ગર્ભ માં ચોક્કસ આત્મા નો જ પ્રવેશ થાય છે. આ આહવાન માટે અધિજનનશાસ્ત્ર ની જરૂર છે.આવા દૈવી આત્માઓ પોતાને ત્યાં અવતરે તેના માટે શું કરવું જોઈએ?? શું જેમ ઓર્ડર મુજબ વસ્તુ મેળવી શકાય એમ ઈચ્છિત સંતાનો ઈચ્છિત ગુણ-સ્વરૂપવાળા મેળવી શકાય ખરાં?? માતા-પિતા ના આચરણ ની, બાહ્ય વાતાવરણ ની ગર્ભસ્થ શિશુ પર અસર પડે ખરી?? ઉપર ની વિધિ કરી જોવો જવાબ ચોક્કસ મળશે…

નોંધ: સહકુટુંબમાં રહેતા કપલમાં પુરુષ સ્ત્રીને એ દિવસે મોગરાની વેણી લાવી આપી સિગ્નલ આપતો…આપ ક્યારે વેણી લાવો છો??? આ લેખ વોટ્સ એપ દ્વારા મળ્યો છે અને લેખકનું નામ ન હોવાથી લખી શકાયુ નથી.

Leave a Reply

Your email address will not be published.