જુગાડ કરવામાં આપણે ભારતીયો ક્યારેય પાછા નથી પડતા! આ વ્યક્તિએ લાકડામાંથી બનાવી નાંખ્યું બુલેટ

News

કેરળના એક શખ્સે લાકડાનો ઉપયોગ કરીને રોયલ એનફિલ્ડ બુલેટ તૈયાર કરી હતી અને સાબિત કર્યું હતું કે જુગાડના મામલામાં ભારતીયોની કોઈ મેળ નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લાકડામાંથી બુલેટ બનાવનાર વ્યક્તિનું નામ જીધિન કરુલાઇ છે, જે વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે. કરુલાઇએ લગભગ બે વર્ષ પહેલાં પોતાની બાઇક બનાવવાની શરૂઆત કરી હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે.

જીધિન કરુલાઇ દ્વારા બનાવવામાં આવેલી બાઇકને જોઈને, તમને ચોક્કસ એવુ જ લાગશે કે સામાન્ય જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી બુલેટ જ છે, માત્ર કલર અલગ છે.

કારુલાઇએ બાઇક બનાવવા માટે વિવિધ પ્રકારના લાકડાંનો ઉપયોગ કર્યો છે. જ્યારે તેણે ટાયર માટે મલેશિયાના લાકડાનો ઉપયોગ કર્યો હતો, જ્યારે અન્ય પેનલોમાં રોઝવૂડ અને સાગ જેવા લાકડાનો ઉપયોગ થતો હતો.

વિશેષ વાત એ છે કે આ પહેલીવાર નથી જ્યારે કરુલાઇએ લાકડાનો ઉપયોગ કરીને આવુ અનોખું પરાક્રમ કર્યું છે.

જાણવા મળતા અહેવાલ મુજબ, લગભગ સાત વર્ષ પહેલાં, તેણે રોયલ એનફિલ્ડ બુલેટનું એક નાનું લાકડાનું મોડલ તૈયાર કર્યું હતું, જેની આખા વિસ્તારમાં વ્યાપક ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *